જમતી વખતે ટીવી, મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો એ સ્વાસ્થ્ય માટે હિતાવહ છે
રાજકોટમાં છેલ્લા બે વર્ષથી સલાડ સ્ટુડીયો ચલાવતા દર્શના અનડકટએ સલાડ સ્ટુડીયોને બે વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રવિવાર તા.10 જુલાઇના રોજ હેપી બેન્કવેટમાં રાખી હતી.
‘સલાડ સ્ટુડીયો’ દ્વારા આયોજિત ‘ફેટ ટુ ફીટ’ ઇવેન્ટમાં હેલ્ધી ફૂડ કૂકિંગ કોમ્પિટીશન યોજવામાં આવી હતી. જેમાં અનેક સ્ત્રીઓએ પોતાની રસોઇ કળાનું પ્રદર્શન કર્યું હતું.
આ સાથે તેમાં નામાંકિત મહિલાઓ જેવા કે ડો.દર્શના પંડ્યા તેમજ ડો.અમી મહેતા જેવા ગાયનેકોલોજીસ્ટ, ફૂડ ન્યુટ્રીશીયન્ટ તેમજ હેલ્થ એક્સપર્ટસને આમંત્રિત કરાયા હતા. આ સાથે એમ.ઝેડ ફીટનેસ હબના મુલરાજસિંહ દ્વારા સ્ત્રીઓને ઝુમ્બા અને એક્સરસાઇઝ વિશે વધુ જાણકારી આપવામાં આવી હતી એ ફક્ત ચરબી નહીં પરંતુ માનસિક તણાવ પણ ઘટાડે છે. હેપીનેસ વધારે છે.
‘ફીટ ટુ ફેટ’ ઇવેન્ટમાં દર્શના અનડકટના માર્ગદર્શન હેઠળ હેલ્ધી લંચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કૂકીંગ કોમ્પીટીશનમાં મહિલાઓ દ્વારા બાળકોને સ્કૂલ ટીફીન બોક્સમાં કેવો હેલ્ધી તેમજ ટેસ્ટી નાસ્તો આપી શકાય તેવી વિવિધ રેસીપી રજૂ કરવામાં આવી હતી. જજ દ્વારા શ્રેષ્ઠ વાનગીને પ્રથમ, દ્વિતીય તેમજ તૃતિય એમ રેન્ક અપાયા હતા.
સ્ત્રીઓએ મેનોપોઝ તેમજ પ્રેગ્નેન્સી સમયે સ્વસ્થ રહેવા ટીનેજથી જ હેલ્ધી ફૂડ લેવું: ડો.દર્શના પંડ્યા
‘ફેટ ટુ ફીટ’ ઇવેન્ટમાં હેલ્થ એક્સપર્ટ તરીકે હાજરી આપેલ. ડો.દર્શના પંડ્યાએ સ્ત્રીઓના જીવનમાં આવતા બે અગત્યના તબક્કા એટલે કે મેનોપોઝ અને પ્રેગ્રેન્સી સમયે સ્ત્રીઓને સ્વસ્થ કઇ રીતે રહેવું તે વિશે સૂચનો જણાવતા કહ્યું હતું કે પ્રેગ્રેન્સી એટલે આપણે બે જીવ માટે ભોજન લઇએ છીએ ત્યારે આપણી થાળીમાં દરેક પ્રકારના ન્યુટ્રીશીયન્સ મળી રહે તેવું સાત્વિક ભોજન
હોવું જોઇએ તેમજ ટીનેજથી જ આપણે બોન્સ અને હેલ્થમાં ઇવેન્ટ કરવું જોઇએ એટલે કે કેલ્શીયમ રીચ ખોરાક જેવા કે દૂધ તથા દૂધની બનાવટની વસ્તુઓને આપણા ભોજનમાં ઉમેરવી જોઇએ.
રેસાયુક્ત ખોરાક આપણી પાચનશક્તિ માટે અગત્યનો છે: ડો.અમી મહેતા
‘ફેટ ટુ ફીટ’ ઇવેન્ટમાં હેલ્ધી હેબીટ્સ રોજના જીવનમાં કેવી રીતે અપનાવી શકાય તે વિશેની સમજ આપતા ગાયનેકોલોજીસ્ટ ડો.અમી મહેતાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે રોજીંદા ખોરાકમાં આપણી ભોજનની થાળી દરેક પ્રકારના તત્વો મળી રહે તેવી હોવી જોઇએ. જેમાં ધાન્ય, દરેક પ્રકારની દાળ, શાકભાજી, ફળો તેમજ દૂધની બનાવટો હોવી
જોઇએ. પાચનશક્તિ શ્રેષ્ઠ બનાવવા ગળ તેમજ રેસાવાળા શાકભાજી, છાલ સાથેના ફળો, ફાઇબર યુક્ત કઠોળ, 8 થી 10 ગ્લાસ રોજનું પાણી તે સાથે 30 થી 40 મિનિટ નિયમિત કસરત કરવી જોઇએ.
ફીટનેસએ બોરીંગ નહીં પણ ફેશનેબલ પણ છે: ડો.દર્શના અનડકટ (સલાડ સ્ટુડીયો ઓનર)
સલાડ સ્ટુડીયો ચલાવતા દર્શના અનડકટ દ્વારા યોજાયેલ ‘ફેટ ટુ ફીટ’ ઇવેન્ટનો મૂળ હેતુ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવતા કહ્યું હતું કે આપણુ રાજકોટ જેટલુ રંગીલુ છે તેટલુ જ સ્વસ્થ પણ હોવું જોઇએ, એ માટેના પ્રયાસ કરવા ટેસ્ટી હેલ્ધી ડાયટ લંચનું આયોજન અમે કર્યું છે તેમજ માતાઓએ બાળકોને જંક ફૂડ કે બહારના ફૂડ પેકેટ્સની બદલે નાસ્તામાં
હેલ્ધી ફૂડ આપવું જોઇએ. લોકોને ફેશનેબલ રહેવા માટે પણ ફીટ રહેવું ખૂબ જ અગત્યનું છે. ડાયટ ફૂડને સ્વાદિષ્ટ બનાવી કેવી રીતે પિરસી શકાય તે વિશેના પ્રયાસો આ ઇવેન્ટમાં અમે કરીએ છીએ.
ઉંમરએ ફક્ત આંકડો છે, સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં ભાગ લે તેમજ આગળ વધે: પલ્લવી ઠક્કર (સ્પર્ધક)
‘ફેટ ટુ ફીટ’ કૂકીંગ શોમાં તૃતિય સ્થાન મેળવેલ 56 વર્ષિય યુવાન એવા પલ્લવી ઠક્કરે સ્ત્રીઓને સંદેશો આપતા જણાવ્યું હતું કે તેઓમાં 26 વર્ષની યુવતી જેટલો જ ઉત્સાહ છે. દરેક સ્ત્રીઓએ કોઇપણ ઉંમરના કેમ ન હોય, પોતાના રૂચિ ધરાવતા ક્ષેત્રમાં ભાગ લેવો જોઇએ તેમજ તેમાં આગળ વધવું જોઇએ.