હાલમાં ફાયર સેફટીને લઈને અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે ત્યારે ફાયર સેફટી અને બીયું સર્ટિફિકેટ શું છે તે આજે સૌ કોઈ જાણવા માટે ઉત્સુક છે. ત્યારે હાલમાં જે પ્રકારે આ બંને સર્ટિફિકેટ ન હોવાથી કોઈપણ બિલ્ડીંગ ને સીલ કરી દેવાની સૂચના આપવામાં આવી છે અને તેના વિરુદ્ધ FIR પણ કરવાની સૂચના આપવામાં આવી છે ત્યારે ખરેખર આ બંને સર્ટિફિકેટ ની કેટલી જરૂરિયાત હોય છે અને તેનાથી શું પુરવાર થતું હોય છે ત્યાં સમગ્ર અહેવાલમાં આપને જણાવિશું. સમગ્ર માહિતી જૂનાગઢના મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર દિપક જાની દ્વારા આપવામાં આવી હતી….
બીયુ સર્ટીફીકેટ શું છે અને તે કઈ રીતે જોડાયેલું છે
કોઈપણ મિલકતનું બાંધકામ કરવાનું હોય ત્યારે તેનો પ્રાથમિક નકશો સિવિલ એન્જિનિયર દ્વારા તૈયાર કરવામાં આવે છે એ નકશા ઉપરથી ફાયર સેફટી પ્લાન એપ્રુવલ કરવાનું રહે છે. જેને FSPA ની પ્રોસેસ કહેવામાં આવે છે. જેમાં ચેક લિસ્ટ દરમિયાન સાત મુદ્દા આપવામાં આવ્યા હોય છે આ સાત મુદ્દાને સબમીટ કરવાના રહે છે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રહે છે જ્યારે આ પ્લાન એપ્રુવ થાય છે ત્યારબાદ તેના એક્ટિવ અને પેસિવ મેઝર્સ નક્કી કરવામાં આવે છે. આ પ્લાન એપ્રુવલ થયા પછી વિકાસ પરવાનગી મળે છે. જ્યારે આ પરવાનગી મળ્યા બાદ બાંધકામ શરૂ કરવાનું રહે છે. આ બાંધકામ પૂર્ણ થયા પછી FSPA પ્લાન મંજૂર થયો હોય તે મુજબ એક્ટિવ અને પેસિવ મેજર્સ ફરીથી નક્કી કરવામાં આવે છે. કારણકે બાંધકામ પૂર્ણ થયા બાદ દર્શાવેલા ફાયરના નકશા મુજબ યોગ્ય કામગીરી થઈ છે કે નહીં તે જોવાનું રહે છે.
તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સર્ટિફિકેટ માટે કરાય છે અરજી
આ તમામ પાસાઓમાંથી પસાર થયા બાદ ફાયર શાખામાં ફાયર સેફટી માટે અરજી કરવાની રહે છે. ત્યારબાદ ફરીથી ફાયર સરખા દ્વારા બિલ્ડીંગની ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ બધું સરખું અને નિયમો અનુસાર લાગે તો જ ફાયર સેફ્ટી નું સર્ટિફિકેટ આપવામાં આવે છે. ફાયર એનઓસી આપ્યા બાદ બિલ્ડીંગ યુઝ સર્ટિફિકેટ એટલે કે BU સર્ટિ આપવામાં આવે છે. આ રીતે ફાયર સેફટી અને બીયું સર્ટિફિકેટ એકબીજા સાથે જોડાયેલા છે.
ફાયર સેફ્ટી ને લઈને લોકોને અનેક સમજાવટ
હાલમાં ફાયર સેફ્ટી ને લઈને લોકોને અનેક સમજાવટ કરવામાં આવી રહી છે અલગ અલગ અવેરનેસ માટે પ્રોગ્રામ પણ કરવામાં આવી રહ્યા છે લોકોને પોતાની પાસે ફાયર સેફ્ટી ના સર્ટિફિકેટ ન હોય તો તેના યોગ્ય નિયમો અનુસાર મેળવી લેવા માટે જાણ કરવામાં આવી છે.
આટલા બાંધકામોને કરાયા સીલ
હાલમાં ફાયર સેફટી અને બીયુ સર્ટિફિકેટ ને અનુસરતા ન હોય તેવા એકમો અને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ટ્યુશન ક્લાસીસ , કોમર્શિયલ કોમ્પ્લેક્સ , મોટા મોલ કે જ્યાં રહેણાંક વિસ્તાર નથી તેવા તમામ વધારે પડતા ભીડ વાળા જગ્યાઓને નિયમ અનુસાર ન હોય તેવા એકમોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ: ચિરાગ રાજ્યગુરુ