હિન્દુ ધર્મમાં જન્મને ઘણુ શુભ માનવામાં આવે છે જ્યારે બીજી બાજુ મૃત્યુને એટલુ જ અશુભ માનવામાં આવે છે હિન્દુઓના તહેવાર વધુતો કોઇ રાક્ષસની મૃત્યુકે ભગવાનના જન્મને લગતા હોય છે. જેમ કે દુર્ગા માતાના હાથે રાક્ષસ મહીસાસુરની મૃત્યુ, ભગવાન રામના સાથે રાવણનુ મૃત્યુ વગેરે…
જ્યારે કિશ્ર્ચનમાં તહેવાર પાછળનું કારણ અલગ છે જેમ કે તેમના ભગવાન ઇસુના મૃત્યુને ગુડ ફ્રાઇડે નામથી મનાવે છે. મુસ્લમાન પણ મુહમ્મદ સાહેબના જમાઇના મૃત્યુને માતમ ગણી મોહરમ મનાવે છે.
હિન્દુ ધર્મમાં લોકો એટલા માટે જન્મને શુભ અને મૃત્યુને અશુભ માને છે કારણકે હિન્દુ ધર્મમાં રામાયણને મહાભારત કરતા વધુ પુજવામાં આવે છે કારણ કે રામાયણમાં ભગવાન રામનો જન્મની વાત કહેવામાં આવી છે. જ્યારે મહાભારતમાં ભગવાન કૃષ્ણના જન્મની વાત કરવામાં આવી હતી. હિન્દુ ધર્મમાં સૌથી વધુ માન-સન્માન ભાગવત ગીતાને દેવામાં આવે છે. કારણકે તે કૃષ્ણના જીવનની વાત કરવામાં આવી છે.
દરેક ધર્મના લોકો મૃત્યુ થયેલા લોકોને યાદ તો કરતા જ હોય છે હિન્દુ ધર્મમાં આ સમય ૧૪માં દિવસે થાય છે. આ દિવસે મૃત્યુ પામેલા વ્યક્તિની ક્રિયા થાય છે જ્યારે ઇસાઇ અને ઇસ્લામ ધર્મમાં એવું માનવામાં આવે છે કે મૃત્યુ પામેલ વ્યક્તિએ પોતાની જીંદગી જીવી લીધી છે. જ્યારે હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી લોકો પુર્ન:જન્મમાં વિશ્ર્વાસ રાખે છે.