શું તમે ક્યારેય કોલ્ડ વોટર થેરાપી લીધી છે. જ્યારે 15 ડિગ્રી કે તેનાથી ઓછા તાપમાનમાં ઠંડા પાણીથી 10 થી 15 મિનિટ માટે ન્હાઈએ છીએ તો આને કોલ્ડ વોટર થેરાપી કે હાઈડ્રોથેરાપી કહેવામાં આવે છે. તેમજ આ થેરાપી એથલિટ્સની વચ્ચે ખૂબ પોપ્યુલર છે. આ એક એવી થેરાપી છે જેનાથી બોડીને આરામ પહોંચાડવામાં આવે છે. આ સાથે ઘણા અભ્યાસમાં આ વાત પણ સામે આવી છે કે આ થેરાપીથી શરીરમાં વાઈડ બ્લડ સેલ્સનું સ્તર વધે છે. આ સાથે જ આનાથી અન્ય પણ ઘણા ફાયદા મળે છે.
-ઠંડુ પાણી કોઈપણ માનસિક સ્વાસ્થ્ય સ્થિતિની સારવાર નથી પરંતુ અમુક મામલાના અભ્યાસથી જાણ થાય છે કે ઠંડા પાણીમાં તરવાથી અમુક લોકોમાં હતાશા અને ચિંતાના લક્ષણોને ઓછા કરવાની મદદ મળે છે.
– કોલ્ડ વોટર થેરાપી તમારા શરીરની સુરક્ષા પ્રણાલીને ઉત્સાહિત કરે છે. તેમજ આ બીમારી સામે લડવાની તમારી ક્ષમતામાં સુધારો કરી શકે છે. આ દરમિયાન આનાથી વ્હાઈટ બ્લડ સેલની સંખ્યા વધે છે જે શરીરને બીમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે.
-કોલ્ડ વોટર થેરાપી લેવાથી શરીરમાંથી તમામ ટોક્સિન્સ બહાર નીકળે છે. તેમજ સર્ક્યુલેટરી સિસ્ટમ રિપેર થાય છે. આ સાથે કોલ્ડ વોટર થેરાપીથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે અને બોડીમાં ઓક્સિજનનો પ્રવાહ પણ સુધરે છે.
-તે સિવાય ઠંડા પાણીમાં ન્હાવાથી તમારો મૂડ બેસ્ટ થાય છે. આ દરમિયાન સંશોધનમાં જાણ થાય છે કે ઠંડા પાણીમાં ડૂબવાથી ડોપામાઈનનું પ્રમાણ લગભગ અઢી સો ટકા વધી જાય છે.
-કોલ્ડ વોટર થેરાપીથી માંસપેશીઓમાં થતા દુખાવાથી છુટકારો મળે છે. તેમજ ઠંડા પાણીથી બ્લડ લેવલ સંકોચાય છે, જેનાથી દુખાવો થતા ભાગમાં લોહીનો પ્રવાહ ધીમો થઈ જાય છે. તેમજ સોજો કે દુખાવો ઓછો થાય છે. આ જ કારણ છે કે ઈજા કે માંસપેશીઓ ખેંચાય ત્યારે બરફ ઘસવાની પણ સલાહ આપવામાં આવે છે.
-વોટર થેરાપીથી બોડી રિલેક્સ થાય છે. તેમજ ચહેરા પર ગ્લો આવે છે. આ સાથે જ મેટાબોલિઝ્મમાં પણ સુધારો થાય છે. તે સિવાય જરૂરિયાત કરતા વધુ ગરમી થાય તો તમે ઠંડા પાણીમાં શરીરને ડૂબાડીને બેસો છો તો આનાથી ઓવર હીટિંગથી તાત્કાલિક છુટકારો મળી જાય છે.
-કોલ્ડ વોટર થેરાપી લેવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. આ ઉપરાંત કોલ્ડ વોટર થેરાપી બ્રાઉન ફેટને એક્ટિવેટ કરે છે, જે બોડીમાં ગરમી પેદા કરે છે. અને આ સિવાય આ કેલેરી બર્ન કરે છે. તેથી વજન ધટે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.