જેમ જેમ ૨૨ એપ્રિલ નજીક આવતી જાય છે તેમ તેમ ગોચરમાં થનારા ચાંડાલયોગની ચર્ચા વેગ પકડતી જાય છે. લોકો પોતાની જન્મકુંડળી અને રાશિ મુજબ આ યોગ શું પરિણામ આપશે તે વિચારવા લાગ્યા છે, તો અત્રે જણાવી દઉં કે ચાંડાલયોગ માત્ર ખરાબ પરિણામ આપે છે તે વાત ભ્રમણા છે કળિયુગમાં ગુરુ મહારાજ સાથે રાહુના ગુણધર્મ ભળવાથી ઘણા પ્રેક્ટિકલ રસ્તા નીકળતા જોવા મળે છે અને જે મિત્રોની જન્મકુંડળીમાં ચાંડાલયોગ હોય છે તેઓ ટૂંકા સમયમાં પ્રગતિ કરતા પણ જોવા મળ્યા છે તો એવો જાણીએ હકીકતમાં આ વર્ષમાં આવી રહેલો ચાંડાલયોગ આપને શું પરિણામ આપી રહ્યો છે!! ૨૨ એપ્રિલ ૨૦૨૩ થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ વચ્ચે ગોચરમાં ગુરુ રાહુ યુતિની રાશિ મુજબ અસર જોઈએ તો
મેષ (અ,લ,ઈ) : વ્યવહારમાં ઉગ્રતા જોવા મળે નવું સાહસ કરવાની ઈચ્છા થાય પણ વાસ્તવિકતા ને સમજવી પણ જરૂરી બને
વૃષભ (બ,વ,ઉ) : આ સમયમાં નુકસાની વધુ જોવા મળે, હોસ્પિટલ બાબતે અન્ય માટે દોડધામ રહે અને કોર્ટ કચેરીના કામમાં વિલંબ થાય.
મિથુન (ક,છ,ઘ) : કોઈ બાબતમાં ઝડપથી લાભ લેવાની ગણતરી ઉલટી પડે પરંતુ એકંદરે છેલ્લે લાભ થશે થોડું ધીરજથી ચાલવું પડે.
કર્ક (ડ,હ): નોકરી કે વ્યવસાયમાં ફેરફાર આવી શકે, જોબ શોધતા મિત્રોને થોડી રાહ જોવી પડે, નવું કાર્ય સ્વીકારતા પહેલા થોડી ખરાઈ કરી લેવી જરૂરી બને.
સિંહ (મ,ટ) : ઉતાવળા નિર્ણયથી બચશો તો ભાગ્ય સાથ આપશે, વડીલોની સલાહ થી ચાલવા જેવો સમય છે આગળ વધવાની તક પ્રાપ્ત થશે.
કન્યા (પ ,ઠ ,ણ) : જીવનમાં નવા પરિવર્તનની શરૂઆત છે, થોડા ફટકા પડી શકે છે અને વિશ્વસઘાત થઇ શકે માટે કાળજી લેવી.
તુલા (ર,ત) જાહેરજીવનમાં નવા પ્રાણ ફૂંકતો સમય છે પરંતુ જાહેરમાં કોઈ વિધાન કરવામાં કાળજી રાખવી પડે વળી શોર્ટકટ ઘાતક સાબિત થઇ શકે, ભાગીદારીમાં કામકાજ હોય તો સંભાળવું પડે.
વૃશ્ચિક (ન ,ય) : જીવનપદ્ધતિ પર ધ્યાન દેવું પડે, ખાવા પીવાની ટેવ માં સુધાર કરવો પડે, તબિયતની કાળજી લેવી.
ધન (ધ,ભ,ફ,ઢ ): પ્રિયપાત્રથી ગેરસમજ નિવારવી પડે, તમારી વાત સમજાવવામાં નિસ્ફળતા મળે, કારણ વિના દોષનો ટોપલો તમારી પર આવી શકે.
મકર (ખ,જ): પ્રોપર્ટી બાબતે વિવાદ માં થાય તે જોવું, કોર્ટ કચેરીમાં સંભાળવું, જમીન મહાન વાહન સુખ મધ્યમ રહે, આ સમય મધ્યમ ઉપરાંતનો ગણી શકાય.
કુંભ (ગ ,સ,શ): તમારા કૌશલ્યથી આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, આ સમયમાં અચાનક ઘણા કાર્ય સંપન્ન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): આર્થિક બાબતોમાં ઉઠાપટક થતી જોવા મળે, બેન્ક અને ટેક્સના કાર્યમાં ધ્યાન દેવું પડે, પરિવાર માટે અને કૌટુંબિક કાર્ય કરી શકો. સમય એકંદરે સારો રહે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨