આપણા શરીરમાં મસ્તિક અને નાડીઓ નો પ્રાણવાયુ (Oxygen) અને પોષક તત્વો ની સતત આપૂર્તિ રક્ત વાહીનીઓ થી રક્ત દ્વારા કરવામાં આવે છે. જયારે પણ આ રક્તવાહિનીઓ માં કોઈ કારણોસર ક્ષતિ પહોચે છે કે અવરોધ ઉભો થાય છે ત્યારે મસ્તિક ના અમુક ભાગને લોહી ની આપૂર્તિ બંધ થઇ જાય છે.

જેવી રીતે હ્રદયને લોહી જરૂરિયાત પૂરી ન થવાથી હ્રદય નો હુમલો Heart attack આવી જાય છે, તેવી રીતે મસ્તિક ના અમુક ભાગને 3 થી 4 મિનિટથી વધુ લોહી ન મળવાથી પ્રાણવાયુ (ઓક્સિજન) અને પોષક તત્વોના અભાવે નાશ થવા લાગે છે, તેને જ મસ્તિક નો હુમલો (Brain stroke) કે Brain attack પણ કહે છે.

stroke કે મસ્તિક નો હુમલા (Brain stroke) ને લીધે, લક્ષણ અને ઉપચાર સાથે જોડાયેલી સંપૂર્ણ જાણકારી સરળ ગુજરાતી ભાષામાં નીચે આપેલી છે.

આપણા લોહીમાં હોમોસિસ્ટીન (એક પ્રકારનું એમિનો એસિડ)નું પ્રમાણ વધારે હોય છે. આ પ્રમાણ વિટામિન B12, B6 અને ફોલિક એસિડની ખામી ધરાવતા લોકોના શરીરમાં વધી જાય છે.

આપણું શાકાહારી ભોજન, જમવાનું બનાવવાની રીત અને જેનેટિકસ (આનુવંશિકતા) હાઈપરહોમોસિસ્ટીનેમિયા થવાના મુખ્ય કારણો છે.

ભારતમાં દર વર્ષે 15 લાખ લોકો આઈસ્કેમિઆ (રકતક્ષીણતા) સ્ટ્રોકનો શિકાર બને છે. જેમાંથી ૧૪,૦૦૦ લોકો અથવા તો ૧ ટકાથી પણ ઓછાને થ્રોમ્બોલિસીસ (ગંઠાયેલા લોહીને છૂટું કરવાની સારવાર) મળી શકે છે.

દરેક 6 માંથી એક વ્યકિતને બ્રેન સ્ટ્રોક થાય છે. પુરુષો કરતાં મહિલાઓને બ્રેન સ્ટ્રોક આવવાની શકયતા વધારે છે. માત્ર અડધી વસ્તીને જ આના લક્ષણો વિશે જાણ છે. છેલ્લા ૪ દાયકામાં ભારતમાં આ રોગમાં ૧૦૦ ટકા વધારો થયો છે.

લક્ષણો:

1) ચહેરાનુ ઝુકવું – જો દર્દીનો ચહેરો એક બાજુ ઝુકી જાય અથવા તેને ચહેરો એક તરફથી ખોટો થતો જણાય, તો તરત સહાય માટે પોકારો. આ દરમિયાન આપ તેને હસવા માટે કહો, જો એ આવુ ન કરી શકે તો તરત હૉસ્પિટલ લઈ જાવો.

2) બોલવામાં મુશ્કેલી- સ્ટ્રોક દરમિયાન દર્દી અસ્પષ્ટ બોલે છે. એમનાથી સામાન્ય પ્રશ્નો કરો, સામાન્ય રીતે તે પશ્નોના સાચા જવાબ નહી આપી શકે. સ્ટ્રોકની પુષ્ટિ માટે પ્રશ્નોને દોહરાવો.

3) ચાલવામાં મુશ્કેલી- સ્ટ્રોકના દર્દીને તેમનું શરીર સંતુલિત કરવામાં મુશ્કેલી થાય છે, તેને ચાલવામાં મુશ્કેલી અથવા સામાન્ય જેવી કમી હોય શકે છે.

4) જોવામાં મુશ્કેલી- કોઇક વખત આંખોની સામે અંધારો આવી જવો કે દેખાવું નહીં. એક દમ જ આંખોની સામે અંધારો આવી જવો અથવા જોવામાં મુશ્કેલી હોવી એ પણ બ્રેન સ્ટ્રોકનો સંકેત છે.

5) સખત માથાનો દુ:ખાવો –  જો માથામાં કોઈ પણ કારણ વગર સખત દુ:ખાવો થાય તો આ સામાન્ય રીતે હેમરેજ (રક્તસ્રાવ)ને કારણે સ્ટ્રોકનો સંકેત હોઈ શકે છે.

6) ચક્કર આવવા અથવા અસન્તુલન- બ્રેન સ્ટ્રોકને કારણે અસન્તુલન થઈ જાય છે. કોઈ પણ કારણ વગર એકદમ જ સન્તુલન ગુમાવી દેવુ એ પણ સંકેત હોઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.