- ટ્રક, ડમ્પર, મિક્સર ટ્રેલર સહિતના વાહનો માટે નવો નિયમ
ગુજરાત ન્યૂઝ : કાર ચાલકો માટે એક અગત્યના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે સેન્ટ્રલ મોટર વ્હિકલના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે, જે અંતર્ગત વ્હિકલ ફિટનેસ સર્ટિફિકેટ સંબંધિત નિયમો વધુ આકરા બન્યા છે. ગુજરાતમાં આજથી ભારે વાહનો માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત કરાયું છે . ટ્રક, ડમ્પર, મિક્સર ટ્રેલર સહિતના વાહનો માટે નવો નિયમ રાજ્ય સરકાર દ્વારા લાગુ જારવામાં આવ્યો છે . હવેથી ફોર વ્હીલર કોમર્શિયલ અને ખાનગી વાહનો માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન્સ (ATS) પર વાહન ફિટનેસ ટેસ્ટ કરાવવાનું ફરજિયાત બનશે .
ઓટોમેટેડ ટેસ્ટિંગ શું છે ?
ઓટોમેટેડ ટેસ્ટિંગ એટલે વાહનોનું હવે ઓટોમેટિક સિસ્ટમ દ્વારા ચેકિંગ. જેમાં હવે જૂના વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ નહીં મળે . નવા નિયમાનુસાર આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ બદલાઈ જશે. રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે. ઓટોમેટેડ ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે. પીપીપી ધોરણે 39 ઓટોમેટેડ ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે પણ તંત્ર દ્વારા મોટો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
વ્હિકલ ફિટનેસ સર્ટિફિકેટ શું હોય છે?
વ્હિકલ ફિટનેસ સર્ટિફિકેટ એ વાહન સંબંધિત એક પ્રકારનું ડોક્યુમેન્ટ જ હોય છે. આ ફિટનેસ સર્ટિફિકેટથી જાણી શકાય છે કે, કોઇ વાહન રોડ પર દોડવા માટે તમામ માપદંડોને સંતોષે છે કે નહીં. કોઇ વાહનને ઇશ્યૂ કરવામાં આવેલા ફિટનેસ સર્ટિફિકેટ એક ચોક્કસ સમય સુધી માન્ય હોય છે. સર્ટિફિકેટની વેલિડિટી એટલે કે સમય મર્યાદા સમાપ્ત થતા તે ફરી વખત બનાવવું પડે છે.