ઓટીઝમને ગુજરાતી ભાષામાં સ્વલીનતા કહેવામાં આવે છે. ઓટીઝમથી પીડાતા બાળકોની સંખ્યા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં સમયાંતરે વધવા પામી હોવાનું જાણવા મળે છે. ઓટીઝમના કારણે બાળક સમાજમાં હળી મળી શકતું નથી. જેનાથી તેનો વિકાસ રૂંધાય છે. જો કે ઓટીઝમ માત્ર બાળકને જ નહીં તેના પરિવારને પણ પારાવાર મુશ્કેલીમાં મુકી દે છે. ઓટીઝમથી પીડાતા બાળકોના પરિવાર ઉપર પણ આફત તૂટી પડે છે. તેવું તાજેતરમાં અમેરિકાની રોટગર યુનિવર્સિટીમાં થયેલા અભ્યાસ પરથી જાણવા મળ્યું છે.

ઓટીઝમથી પીડાતા બાળકોના પરિવારો માનસીક રીતે તૂટી પડે છે. આર્થિક ભારણ વધે છે અને શારીરિક યાતનાઓનો પણ સામનો કરવો પડે છે. આ બીમારીના કારણે પરિવાર ઈમોસ્નલ રીતે પણ ભાંગી પડે છે. ઘણા પરિવારો સમાજ વ્યવસથા સાથે જોડાઈ શકતા નથી તેવા દાખલા સામે આવ્યા છે. બાળકની સાથે પરિવારજનોની માનસીક સ્થિતિ પણ ધીમે ધીમે અસર પામે છે. પરિવાર સમાજ વ્યવસથા સાથે હળી મળી શકતો નથી.

7537d2f3 5

ઓટીઝમ થવાના કારણો

ઓટીઝમ ક્યાં કારણોથી થાય છે તે અંગે એક મત સાધી શકાતો નથી. કોઈ ચોક્કસ કારણથી ઓટીઝમ ઉદ્ભવે છે તેવું શોધાયું નથી. કેટલાક માને છે કે, ગર્ભસ્થ બાળકના વિકાસમાં આનુવાંસિક કારણોથી સ્વલીનતા એટલે કે ઓટીઝમ થાય છે. અથવા ગર્ભનો અપુરતો વિકાસ પણ ઓટીઝમ પાછળ કારણભૂત હોય શકે છે. મગજમાં જરૂરી રસાયણનું અલ્પ પ્રમાણ પણ કારણભૂત હોય શકે છે. એક કરતા વધુ પરિબળો જવાબદાર હોય શકે છે. જો કે, ઓટીઝમથી પીડિત બાલકની કેળવણીમાં ધ્યાન રાખવામાં આવે તો ઘણા ખરા અંશે રાહત મળી શકે છે.

ઓટીઝમના ઉપચાર

ઓટીઝમ વ્યક્તિને જીવનભર સાથે રહેનારી સ્થિતિ છે. જેથી જેટલી જલ્દી ઓટીઝમની ખબર પડે તેટલી જલ્દી મનોચિકિત્સક પાસે જવું જોઈએ. આ સ્થિતિમાં બાળકની સારસંભાળ ખુબજ ધીરજથી થાય તે જરૂરી છે. કોઈ ખાસ દવા કે ચિકિત્સા હજુ સુધી ઓટીઝમ માટે શોધાઈ નથી. કુટુંબમાં પ્રેમ અને હુંફથી બાળકની કાળજી લેવાઈ તો લાંબાગાળે બાળક ઓટીઝમમાંથી બહાર આવી શકે છે. હકારાત્મક અભિગમથી સારવાર આપીને બાળક શાંતિથી પોતાની જરૂરીયાતો પુરી કરી શકે તે પ્રકારના સંજોગ ઉત્પન કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.