આલ્કોહોલ આરોગ્ય અને ખિસ્સા બંને માટે ઉધઈનું કામ કરે છે. સ્વાસ્થ્યને નુકસાન તો છે જ, ખિસ્સામાં ખાડો પણ છે. સાહિત્ય, સિનેમા, સમાજ દરેક જગ્યાએ તમને દારૂ કેટલો ખતરનાક છે તેના જીવંત ઉદાહરણો જોવા મળશે.
જો તમે ક્યારેય દારૂ પીધો હોય અથવા લોકોને દારૂ પીતા જોયા હોય, તો તમે નોટીશ કર્યું જ હશે કે દારૂના પ્રભાવ હેઠળ લોકો ઘણીવાર હોશ ગુમાવી દે છે, તેઓને કંઈપણ યાદ નથી રહેતું અને જ્યારે નશામાં હોય ત્યારે હસવા કે રડવા લાગે છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આલ્કોહોલ એબ્યુઝ એન્ડ આલ્કોહોલિઝમના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લોકો નશામાં હોય ત્યારે આવું કેમ કરે છે.
દારૂ પીધા પછી મગજમાં શું થાય છે
વાઈનમાં રહેલા ઈથેનોલ આલ્કોહોલનું ખૂબ જ નાનું પરમાણુ છે. જે શરીરમાં પ્રવેશતા જ પાણી અને લોહીમાં સરળતાથી ભળી જાય છે. માનવ શરીરમાં 70-80 ટકા પાણી હોય છે, જેના કારણે તે સરળતાથી શરીર દ્વારા મગજ સુધી પહોંચે છે. મગજમાં પહોંચ્યા પછી, તે મગજના ન્યુરોટ્રાન્સમીટરને અસર કરવાનું શરૂ કરે છે. જેના કારણે નર્વસ સિસ્ટમ પર અસર થાય છે અને તે પછી વ્યક્તિ માટે મૂંઝવણની સ્થિતિ સર્જાય છે અને વસ્તુઓ યાદ રહેતી નથી અને વ્યક્તિ વિચિત્ર વર્તન કરે છે. થોડી જ વારમાં તે આલ્કોહોલ બ્લેકઆઉટનો શિકાર બની જાય છે.
શા માટે લોકો દારૂ પીધા પછી હોશ ગુમાવે છે?
આલ્કોહોલની સીધી અસર મગજ પર થાય છે, આલ્કોહોલમાં રહેલા રસાયણો મગજ પર હાવી થઇ જાય છે. વધુ પડતો આલ્કોહોલ પીધા પછી, તમારું મગજ તમારી આસપાસના વાતાવરણને સમજવા માટે સક્ષમ નથી. સાદી ભાષામાં કહીએ તો આલ્કોહોલ પીવાથી તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા નબળી પડવા લાગે છે.