આજકાલની વ્યસ્ત જીવનમાં લોકો ફાસ્ટફૂડ પર વધુ નિર્ભર કરે છે.જેના લીધે લોકોના સ્વાસ્થય પર પણ અસર કરેછે જેના લીધે વજન વધવું, બીમારી જેવી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. લોકો પોતાના વજને નિયંત્રણમા રાખવા અનેક પ્રકારના પ્રયોગો કરે છે. જેમાં જિમ, કસરત અને ડાયટ પ્લાનને કોઈ પણ માહિતી જાણ્યા વિના અનુસરે છે.
આજકાલ વીગન ડાયટ ખૂબ જ ચર્ચામાં છે. લોકો પોતાના સ્વાસ્થ્યને નિરોગી રાખવા માટે ફક્ત ફળ અને કાચા શાકભાજીનો સમાવેશ કરે છે. આમ તો આ ડાયટ વજન ઘટાડવા, કોલેસ્ટ્રોલ લેવલ અને હૃદયની બીમારીનાં જોખમને ઘટાડવા માટે ઉપયોગી બને છે.તો ચાલો જાણીએ શું છે વિગન ડાયટ? અને વેજીટેરિયન અને વીગન વચ્ચેનો તફાવત ..
વેજીટેરિયન અને વીગન વચ્ચેનો તફાવત શું છે?
આપણે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન એટલે કે શાકાહાર અને માંસાહારી વિશે તો જાણીએ છીએ પણ આપણને એ પણ પ્રશ્ન થાય કે વીગન એટલે શું? તો પ્રાણીઓને નુકસાન પહોંચાડ્યા વિના તેમજ દૂધ અને દૂધની બનતી બનાવટનો ઉપયોગ કર્યા વિના તેનો વિકલ્પ શોધી જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તેને વિગન વસ્તુઓ કહે છે. જેનો મુખ્ય ઉદ્દેશ પ્રાણીઓને નુકશાન પોહચડ્યા વિના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનો છે.વિશ્વમાં લોકો માટે શાકાહારી અને કુદરતી વાતાવરણના ફાયદાઓ સ્ટોલ સ્થાપવા, પોટલક્સનું આયોજન કરવા અને સ્મારક વૃક્ષો વાવવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા ઉજવવામાં આવે છે.
જ્યારે અમુક લોકો માટે આ ડાયટ નુકશાનકારક સાબિત થઈ શકે છે. આ લોકો ડાયટનાં એક્સટ્રિમ વર્ઝનને ફોલો કરે છે અને કાચુ ખાવાનું જ પસંદ કરે છે.જેમાં લોકો ખાલી શાકભાજી કે ફળનું અને બદામથી બનેલા દૂધનું પણ સેવન કરતા નથી.
ફળો અને શાકભાજીને પકાવવાથી તેમાં રહેલા પોષકતત્ત્વો ખતમ થઈ જાય છે. અને તેને કાચુ ખાવાથી શરીરમાં ઉર્જા રહે છે અને તેની મદદથી અમુક બીમારીઓ માઠી તેમાંથી બચી શકાય છે. કડક વીગન ડાયટનું પાલન કરવાથી સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ શકે.
વિટામિન્સમાં ઉણપ
કાચા વીગન ડાયટમાં વિટામિન B-12, વિટામિન-D, સેલેનિયમ, ઝિંક, આયર્ન અને ઓમેગા-3 ફેટી એસિડ્સ જેવા જરૂરી વિટામિન હોતા નથી.આ બધા જ તત્ત્વો મુખ્યત્વે માસ અને ઈંડાઓમાં જોવા મળે છે. કાચુ ખાનારા 38% લોકોમાં વિટામિન B-12ની કમી જોવા મળે છે.તેનાથી કમળો, મોઢામાં છાલા, જોવામાં તકલીફ, ડિપ્રેશન, મૂડમાં ફેરફાર થવાની સંભાવના રહે છે.
પોષકતત્ત્વોનું પ્રમાણ ઘટવું
અમુક કાચા શાકભાજી પકાવીને ખાવામાં આવે તો તેમાં રહેલા પોષકતત્ત્વો નાશ પામી જાય છે જેમ કે, જો કોઈ શાકભાજીને પકાવવામાં આવે તો તેમાં હાજર થિયામાઈન 22% ઘટી જાય છે. તે વિટામિન B-1નું જ એક સ્વરુપ છે, જે નર્વસ સિસ્ટમને મજબૂત રાખે છે. જો કે, અમુક શાકભાજી એવા પણ છે કે, જેને પકાવવાથી તેમાં રહેલા પોષકતત્ત્વો વધી જાય છે.