ભારતમાં આજે પણ સેક્સ જેવા મુદ્ા પર ખુલીને કે જાહેરમાં વાત કરવામાં લોકો ખચકાય છે. ત્યારે આ બાબતે આપણો પાડોશી દેશ ચીન કંઇક આગળ પડતો છે અને એટલે જ ચીનમાં એક એવું રેસ્ટોરન્ટ ખુલી ચુક્યું છે જેની થીમ સેક્સ પર આધારીત છે ચીનનું આ રેસ્ટોરન્ટ િ૫તા-પુત્રીએ મળીને ખોલ્યુ છે અને એક વર્ષથી તે ઘમઘોકાર ચાલી રહ્યું છે તો આવો જાણીએ કે શું ખાસ વાત છે આ સેક્સ બેઇસ્ડ થીમ વાળા રેસ્ટોરન્ટમાં….?

આ રેસ્ટોરન્ટનો આખો આઇડીયા ૨૭ વર્ષીય લૂલૂનો હતો અને શરુઆતમાં પિતાએ પણ આ વાત માટે વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ રેસ્ટોરન્ટની ખ્યાતી જોઇ પિતાએ આખુ રસોડુ જ સંભાળી લીધુ હતું. ત્યારે આ રેસ્ટરન્ટની થીમ સેક્સ ઉપર છે તો ત્યાં દરેક બાબતે ખાસ તકેદારી રાખી ફુડથી લઇ રેસ્ટોરન્ટના વાસણ, દિવાલ, વેઇટરનાં ડ્રેસકોર્ડને પણ આ થીમમાં આવરી લેવામાં આવ્યા છે. તો આ અનોખા થીમ બેસ રેસ્ટોરન્ટની શરુઆતમાં પોલીસ દ્વારા પણ અડચણ ઉભી કરાઇ હતી પરંતુ બાદમાં તેનો કોઇ અર્થ ન હોતો અને આજે પણ લોકો આ સેક્સથીમ બેસ રેસ્ટોરન્ટમાં આવવા તત્પર રહે છે અને લોકોની ભીડ જમા થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.