શ્રધ્ધા હત્યા કેસ….જ્યાં જુઓ ત્યાં આની જ ચર્ચા થાય છે. લોકોના મુખે માત્ર શ્રધ્ધા હત્યા કેસ વિષે જ સાંભળવા મળે છે. શ્રધ્ધા આફતાબની પ્રેમિકા હતી. જેને શ્રધ્ધાને મારી નાખી ૩૫ ટુકડા કરી નાખ્યા હતા અને રોજ એક એક ટુકડો દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં ફેંકી આવતો.
શ્રદ્ધાએ 2 વર્ષ પહેલા પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં તેણે અત્યંત ચોંકાવનારી રજૂઆતો કરેલી છે. વર્ષ 2020માં શ્રદ્ધાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘હું શ્રદ્ધા વિકાસ વોકર, આફતાબ અમીન પુનાવાલા વિરુદ્ધ ફરિયાદ કરવા માંગુ છું, જે હાલમાં બી-3-2, રીગલ એપાર્ટમેન્ટમાં રહે છે. જેણે આજે મને મારી નાખવાની કોશિશ કરી. તે હંમેશા મને ડરાવતો ધમકાવતો રહે છે કે તે મને મારી નાખશે, મારા ટુકડાં ટુકડાં કરીને ફેંકી દેશે. 6 મહિનાથી તે સતત મને મારતો રહે છે. પહેલા મારામાં પોલીસ પાસે જવાની હિંમત નહતી કારણ કે હું ખુબ ડરી ગઈ હતી. તેના પેરેન્ટ્સને આ અંગે જાણકારી છે. તે અમારા રિલેશનશીપ વિશે પણ બધુ જાણે છે. હું તેની સાથે રહી કારણ કે અમે લગ્ન કરવાના હતા, તેણે વચન આપ્યું હતું પરંતુ હવે હું આફતાબ સાથે રહેવા તૈયાર નથી. હું કોઈ પણ પ્રકારની શારીરિક યાતનાઓ વધુ સહન કરી શકું તેમ નથી. જ્યારે પણ તે મને ક્યાંય પણ દેખાય છે તો મને ઈજા પહોંચાડે છે.’
શ્રધ્ધાનો હત્યારો આફતાબે ૩૫ ટુકડા કરી ક્યાં કયા સ્થળે ફેંકેલા છે. તેમજ શ્રધ્ધાની હત્યા કરવાનું કારણ શું છે. તે જાણવા માટે પોલીસે આફતાબની ધરપકડ કરી પુછતાછ કરી હતી.પરંતુ પોલીસને તેમની વાત પર વિશ્વાસ ન આવતા તેમજ પૂરી અને સાચી હકીકત જાણવા માટે આફ્તાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.શું છે આ નાર્કો ટેસ્ટ…? શું નાર્કો ટેસ્ટ કરવાથી સાચી હકીકત જાણી શકાય છે…? નાર્કો ટેસ્ટમાં કઈ દવા આપવામાં આવે છે…? નાર્કો ટેસ્ટ કરવાથી કેવા ફાયદા થાય છે..?
શું છે નાર્કો ટેસ્ટ…?
કોઈ પણ કેસની તપાસ ચાલી રહી હોય.ત્યારે આરોપી પાસેથી સાચી હકીકત જાણવાની હોય.આરોપી પાસે સાચું બોલાવાનું હોય ત્યારે નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે.ફોરન્સીક ટીમ,ઇન્વેસ્ટીગેટર અથવા પોલીસની ટીમને એવું જણાય કે હજુ પણ આરોપી જુઠું બોલી રહ્યો છે.સાચી હકીકત જણાવી નથી રહ્યો અને પોલીસને સાચી અને પૂરી હકીકત જણાવી હોય ત્યારે જે ટેસ્ટ કરવામાં આવે છે તેને નાર્કો ટેસ્ટ કહેવામાં આવે છે.
નાર્કો ટેસ્ટમાં વાપરવામાં આવતી દવા…
એક એવી દવા જે વ્યક્તિને જુઠું બોલવા પર અટકાવે છે.એ દવા આપના દેશમાં આપવામાં આવે છે પણ કોઈ એવો કેસ હોય અથવા સ્પેસિફિક કારણ હોય જેને જાણવું જરૂરી બની ગયું હોય તેવા કેસમાં વ્યક્તિને “ સોડીયમ પેન્થોલ “દવા છે જે દવા ઈન્જેક્શનના માધ્યમથી વ્યક્તિને આપવામાં આવે છે. સોડીયમ પેન્થોલ મોટા ભાગે ઓપરેશન દરમ્યાન ઉપયોગમાં લેવાય છે. સોડીયમ પેન્થોલ વધુ આપવાથી દર્દી બેહોશ થઇ જાય છે.જેથી ઓપરેશન દરમ્યાન તેને પીડા ન થાય.
પરંતુ જયારે નાર્કો ટેસ્ટમાં ઉપયોગ કરવાનો હોય ત્યારે વ્યક્તિને ઓછી માત્રામાં સોડીયમ પેન્થોલ આપવામાં આવે છે.ત્યારે તેની અસર મગજના નર્વસ સિસ્ટમના મોલીક્યુલર પર અસર કરે છે અને જુઠું બોલવા પર અટકાવે છે.જ્યારે મગજ પર અસર કરે છે ત્યારે મગજ ભાન બેભાન અવસ્થામાં જતું રહે છે.એવી અવસ્થામાં વ્યક્તિને કઈ પણ પૂછવામાં આવે ત્યારે વ્યક્તિ સાચું જ બોલે છે.
નાર્કો ટેસ્ટની પ્રક્રિયા
નાર્કો ટેસ્ટ કરતા પહેલા વ્યક્તિના મેડીકલ ટેસ્ટ કરવામાં આવે છે.જેના પરથી ખ્યાલ આવે કે વ્યક્તિને કેટલા પ્રમાણમાં ડોઝ આપવાનો છે.વ્યક્તિની ઉંમર,જેન્ડર,મેડીકલ સ્ટેટ્સ જોઇને સોડીયમ પેન્થોલનો ડોઝ નક્કી કરવામાં આવે છે.આ ટેસ્ટ સરકારી હોસ્પિટલમાં કરવામાં આવે છે અને વ્યક્તિને જે સવાલો જવાબો કરવામાં આવે છે.તેના પ્રૂફ માટે વિડીઓ બનાવામાં આવે છે.
નાર્કો ટેસ્ટથી બનાવેલ પ્રૂફ કોર્ટમાં સબુત તરીકે વાપરી શકાય…?
૨૦૧૦માં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપેલ હતો કે નાર્કો ટેસ્ટ કરતા પહેલા વ્યક્તિની મંજુરી હોવી જરૂરી છે.અને એ વ્યક્તિ પાસે વકીલ પણ જોવો જરૂરી છે જે શારીરિક,માનસિક અને કાયદાકીય નિયમો સમજાવી શકે કે આ ટેસ્ટ કરવાથી આટલું આટલું થઇ શકે છે.
નાર્કો ટેસ્ટ દરમ્યાન જે વિડીયો બનાવામાં આવે છે તે કોર્ટમાં સબુત તરીકે ઉપયોગમાં લઇ શકતો નથી.કોર્ટ તેને મંજુરી આપતી નથી.જ્યાં સુધી આરોપીનો ગુનો સાબિત ન થઇ જાય ત્યાં સુધી આ વિડીયો કલીપ સબુત તરીકે કોર્ટમાં રજુ કરી શકતો નથી.અને ગુનો સાબિત થયા પછી પણ સબુત તરીકે કોર્ટમાં રજુ કરી શકતો નથી.આ વિડીયો કલીપથી પોલીસને આરોપીના ગુના અંગેના સબૂતો ભેગા કરવામાં મદદરૂપ કરે છે.
નાર્કો ટેસ્ટનો ફાયદો શું..?
નાર્કો ટેસ્ટથી પોલીસને આરોપી પર થર્ડ ડીગ્રીનો ઉપયોગ કરવો પડતો નથી.તથા સરળતાથી માહિતી મેળવી શકે છે.