વિદેશોમાં ચૂંટણી આચારસંહિતાનું પાલન કરનારા
લોકસભાની ચુંટણી નજીક છે ત્યારે નિષ્પક્ષ ચુંટણી યોજાય અને માધ્યમોનો દુરઉપયોગ કરી મતદારોને ખોટી ભ્રમણ નાખવાની કોશીશ કરી રહ્યું છે ત્યારે કોઈપણ રીત સામે સચોટ બનેલ ચુંટણી તંત્રએ આ વખતની ચુંટણીમાં ચુંટણીતંત્ર અને ન્યાયતંત્રએ સોશિયલ મિડીયાને પણ નિયમોમાં રહી પોતાનું કાર્ય કરવા ફરજ પાડવા તખ્તુ તૈયાર કરવામાં આવ્યું છે. ફેસબુક પર આવતી ચુંટણીલક્ષી જાહેર ખબરો અંગેના નિયમને લાગુ કરવામાં શા માટે વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનો સવાલ બોમ્બે હાઈકોર્ટે ફેસબુક સામે મુકયો છે.
ફેસબુકે અમેરિકા અને વિશ્વના અનેક દેશોમાં ચુંટણી સમયે પ્રચાર-પ્રસાર અને રાજકિય સમાચારોની પ્રસિદ્ધિ માટે ખાસ પ્રકારની નિયમ માર્ગદર્શીકા મુકી છે અને તેનો અમલ કર્યો છે ત્યારે અમેરિકા અને બ્રિટનની જેમ ભારત જેવા મોટા લોકતાંત્રિક દેશમાં પણ આવા નિયમોને ચુંટણી સંબંધી આચારસંહિતામાં ફેસબુક કેમ વિલંબ કરી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર રાજકીય પક્ષો દ્વારા મુકવામાં આવતા રાજકીય સમાચારોને પ્રચારલક્ષી જાહેરાતો અને પેડ ન્યુઝના મામલામાં કડક આચારસંહિતા માટે ચુંટણીપંચ દ્વારા કરવામાં આવેલી જાહેરહિતની અરજીની સુનાવણીમાં બોમ્બે હાઈકોર્ટે ફેસબુક અને સોશિયલ મીડિયા પર ચુંટણી મતદાન પૂર્વે ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન લાગુ થતી આચારસંહિતામાં કડક આચારસંહિતાની હિમાયત કરીને ફેસબુકને સોગંદનામું રજુ કરી ચુંટણી આચારસંહિતા માટે કેવા કેવા પગલા ભરવાની કંપનીએ તૈયારી કરી છે તેની માર્ગદર્શિકા અને શું-શું પગલા લેવાની તૈયારી આ વર્ષે યોજાનારી ચુંટણી વખતે લેવામાં આવશે તેની જાણકારી અદાલતને આપવાનો નિર્દેશ કર્યો છે.
ફેસબુકે ચુંટણી આચારસંહિતા અંગે મતદાન પૂર્વે લાગુ કરવામાં આવેલા રાજકીય સમાચારો અંગેના બ્રિટન અને અમેરિકામાં નિયમો લાગુ કરી દીધા છે ત્યારે ભારતમાં આ માટે ઈન્કાર અને વિલંબ કેમ કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટની બે ન્યાયાધીશોની ખંડપીઢના મુખ્ય ન્યાયમૂર્તિ નરેશ પાટીલ અને ન્યાયમૂર્તિ એન.એમ.જામદારે ફેસબુકને ચુંટણી આચારસંહિતા અંગે જવાબ ભરવા તાકીદ કરી છે.
સોશિયલ મીડિયા પર ચુંટણી પ્રચાર અને રાજકિય જાહેરાતોની પ્રસિઘ્ધિ માટે ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પર નિશ્ચિ આચારસંહિતા અંગે ધારાશાસ્ત્રી સાગર સુર્યવંશીએ ચુંટણીપંચ સમક્ષ તમામ ક્ષેત્રમાં આ અંગે કડક નિયંત્રણે લેવાની અરજી કરી હતી. ચુંટણીપંચને સોશિયલ મિડીયા પર પેડ ન્યુઝ જેવા રાજકીય સમાચારો માટેની આચારસંહિતા અને મતદાન પૂર્વે ૪૮ કલાક પ્રચાર પડઘમ બંધ કરવાના નિયમોમાં યુ-ટયુબ, ફેસબુક અને ટવીટર જેવી સોશિયલ બાબતોને પણ સામેલ કરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી રહી છે.
હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમ્યાન ગત સુનાવણીમાં ચુંટણીપંચ અને ફેસબુકને આ મામલે કેવા પગલા ભરવા જોઈએ તે અંગેનું માર્ગદર્શન અને મંતવ્ય આપવા કોર્ટે જણાવ્યું હતું. ફેસબુકના મુખ્ય લવાદ તરીકે કેસમાં જોડાયેલા ડ્રોસ ખંભાતા સમક્ષ એવી રજુઆત કરી હતી કે પોતાના ફેસબુક સોશિયલ સાઈટ પર મુકવામાં આવતા કોઈપણ સંભવિત વાંધાજનક અને પેઈડ ન્યુઝ જેવી રીતો દુર કરવા માટે તૈયાર છે તેના માટે ચુંટણીપંચ અને સરકાર દ્વારા જે માર્ગદર્શિકા મુકવામાં આવશે તેને દુર કરીશું. અમે વ્યકિતગત વિગતોની પ્રસિદ્ધિ અંગે કોઈ અંગત બાબતો અંગે નિયંત્રણ મુકી ન શકીએ છતાં ચુંટણીપંચ જ ધારાધોરણ અને માર્ગદર્શન આપશે તેમ ફેસબુકે કહ્યું હતું.