પોલીસ જીપ પાછળ ડમ્પર ચાલકે ટકકર મારી જીત ચાલક પો.કો.ને છરી બતાવી માર માર્યો
ડમ્પર ચાલક સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો ચાલક રીઢો ગુનેગાર
અમરેલી એસ.ઓ.જી. પોલીસની જીપ સાથે રેતી ભરેલા ડમ્પર ચાલકે ડમ્પર અથડાવી જીપ ડ્રાઇવરને ગાળો ભાંડો છરી બતાવી મુંઢમાર મારતા પોલીસે ડમ્પર ચાલક સામે ફરજની રૂકાવટ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. ચાલક હિસ્ટ્રીશીય હોય અમરેલી જીલ્લામાં અસંખય ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાયાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી એસઓજી બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. એમ.એ. મોરી સવારના સુમારે બોલેરો જીપ મારફત સાવરકુંડલાથી લાઠી રોડ બાયપાસ તરફ જઇ રહ્યા હતા. ત્યારે કેરીયા ચોકડી પાસે પાછળથી આવી રહેલા ડમ્પર ચાલકે બોલેરોને ટકકર મારતા બોલેરો આગળ જઇ રહેલ ટાટા ૪૦૭ વાહન સાથે અથડાઇ હતી.
ડમ્પર બલેરો સાથે અથડાતા જીપ ચાલક પો.કો. ભરતભાઇ પરમારે ડમ્પર ચાલકની પુછપરછ કરતા વાંકીયા ગામે રહેતા ચાલક મહિપત દિલુભાઇ વાળાએ ઉશ્કેરાઇ ગાળો ભાંડી તમે પોલીસ હોય તો શું થયું? તેવું કહી છરી વડે હુમલો કરવા કોશીષ કરતા ઝપાઝપી થવા પામી હતી. જેમાં ડમ્પર ચાલક તથા જીપ ચાલક કોન્સ્ટેબલ બન્નેને મુંઢમાર જેવી ઇજા થવા પામી હતી. બનાવ અંગે પોલીસે ડમ્પર ચાલક મહિપત દિલુભા વાળા સામે કલમ ૩૫૩, ૩૩૨, ૧૮૬, ૪૨૭, ૩૩૭, ૫૦૪ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ જીતને ટકકર મારનાર ડમ્પર ચાલક મહિપત હિસ્ટ્રીસીટર છે. અનેક ગુન્હાઓના સંડોવાયાનું જાણવા મળેલ હતું.