રાજકોટ જીલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનો તથા શાખાધિકારીઓની સંયુકત બેઠક પ્રમુખ ભુપતભાઇ બોદરની અઘ્યક્ષતામાં બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કોરોનાની સંભીવત ત્રીજી લહેરનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી કરવા માટે જરુરી સાધન સામગ્રી તેમજ ગ્રામ્ય કક્ષાએ ઘટના ઓકિસજન સીલીન્ડર, ઓકિસજન પલ્સમીટર સેલ કાઉન્ટર મશીન વગરેને તાકીદે ખરીદી કરવા સુચના આપવામાં આવી અને લેબોરેટરી માટે 3 પાર્ટના બદલે પ પાર્ટ સેલ કાઉન્ટર ખરીદવા અંગે વિચારણા કરવામાં આવી.
જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનો શિક્ષણાધિકારીઓ સહિતના વિવિધ અધિકારીઓની ઉ5સ્થિતિ
જરૂરીસાધન સામગ્રી તેમજ ગ્રામ્ય કક્ષાએ ઘટતા ઓકસીજન સિલીન્ડર, ઓકસી. પલ્સ મીટર, સેલ કાઉન્ટર મશીન વગેરેની તાકીદે ખરીદી કરવા સુચના
આ ઉપરાંત જીલ્લા પંચાયત હેઠળના પ4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અપગે્રડ કરવા થયેલ ઠરાવની અમલવારી અંગે આરોગ્ય શાખાના વહીવટી અધિકારી ડી.પી. ગોંડલીયા તથા ડી કયુ એમ,ઓ પપ્પુકુમાર સીંઘને જરુરી કાર્યવાહી કરવા તેમજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રો ઉપર જીલ્લા પંચાયત સ્વભંડોળની જીલ્લા પંચાયત સભ્યો તરફથી ફાળવેલ ગ્રાન્ટમાંથી ઘટતી સાધન સામગ્રીની ખરીદીની સમયસર પૂર્ણ કરવા સુચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત આગામી વર્ષારૂતુ અંગે સાવચેતીના પગલે આગોતરા આયોજનના ભાગરુપે તમામ વિભાગો તરફથી કરવામાં આવેલ એકશન પ્લાનની સમીક્ષા કરવામાં આવી અને જરુરી તકેદારી સાથે સંપૂર્ણ તૈયારી કરવા ડિઝાસ્ટર ડેપ્યુટી ડી.ડી.ઓ. ગોંડલીયા ને તેમજ રાજકોટ જીલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં ચોમાસા પૂર્વે જર્જરીત ઓરડાઓનોસર્વે કરી સલામતીના ભાગરુપ જરુરી મરામતની કામગીરી તાકીદે હાથ ધરવા પ્રાથમીક શિક્ષણ અધિકારી ડી.આર. સરાડવાને સુચનાઓ આપવામાં આવી.હાલમાં જે રીતે જીલ્લા પંચાયતની વિવિધ શાખામાં ખરીદીની પ્રક્રિયા અલગ અલગ જગયાએથી કરવામાં આવે છે તેને બદલે સરકારની ગાઇડલાઇન મુજબ જીઇએમ પોર્ટલ પરથી એક જ જગ્યાઓથી બધી જ શાખાઓ વતી ખરીદી કરવામાં આવે તો જરુરી પ્રક્રિયાઓ પારદર્શક અને ઝડપથી થાય છે અને એક જ જગ્યાએથી ખરીદી થવાથી મોનીટરીગ કરવામાં સહજતા રહે.સંયુકત બેઠકમાં કારોબારી અઘ્યક્ષ સહદેવસિંહ જાડેજા સામાજીક ન્યાય સમિતિ ચેરેમન મોહનભાઇ દાફડા, મહિલા બાલ વિકાસ ચેરમેન સુમીતાબેન રાજેશભાઇ ચાવડા, દંડક એ.એમ. તોગડીયા, શાશક પક્ષના નેતા વિરલભાઇ પનારા, અધિકારી ડે. ડી.ડી.ઓ. એન.એમ. ગોંડલીયા હિસાબી આર.ડી.ભુવા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.આર. સરાડવા.