રાજવી પરિવારના નહીં, સામાન્ય પરિવારના શિવરાજની છે આ વાત
કોરોનાના કાળમાં અનેક લોકોની જીંદગીમાં ઘણુ બધુ બદલાઈ ગયું છે. શાળામાં અભ્યાસ, શાળાએ જવા આવવાનું બધું બદલાઈ ગયું છે. આવા સમયે આપણે એક વિદ્યાર્થીની અભ્યાસની ધગશની વાત કરવાની છે.સામાન્ય પરિવારનો પણ તેજસ્વી વિદ્યાર્થીએ શાળાની બસ બંધ થઈ જતા પોતાના સાથી એવા ઘોડા (રાજા) પર શાળાએ જવા આવવાનું શરૂ કરી દીધું છે. શાળાએ અભ્યાસ માટે કોઈ અડચણ આવવી ન જોઈએ તે શિવરાજનો નિર્ધાર છે.
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાનાં એક ગામમાં રહેતો અને ગામથી પાંચ કિલોમીટર દૂર શાળામાં ભણતા શિવરાજે શાળાની બસ બંધ થઈ જતા ઘોડાપર બેસી જવા અભ્યાસ કરવા જવા નિર્ણય કરી અમલ શરૂ કરી દીધો છે.
કોરોનાને કારણે સામાજીક અંતર જાળવવા સહિતના નિયમો છે. શાળાઓનાં શૈક્ષણીક કાર્ય બંધ થતા ઓનલાઈન શિક્ષણ શરૂ થયું હતુ. હવે શાળાઓ પણ ખૂલી છે. અને અભ્યાસ પણ શરૂ થઈ ગયો છે. પણ શાળાની બસ શરૂ થઈ નથી. આથી રાજવી પરિવારના નહી પણ સામાન્ય પરિવારનો શિવરાજે શાળાએ જવા મકકમ નિર્ધાર સાથે એક દિવસ પણ અભ્યાસ નહીં બગાડવા નિર્ણય કર્યો છે. શાળામાં અભ્યાસ શરૂ થતા જ તેણે સાયકલ પર જવાનું શરૂ કર્યુ પણ ઘરથી શાળા પાંચ કિ.મી.દૂર હોવાથી અને માર્ગ પણ પર્વતાળ હોય પથ્થર વાળો હોય સાયકલ પરથી પડી જવાથી ઘણી ઈજા થઈ આથી સાયકલ બંધ કરી તેણે પોતાના પરિવાર પાસે રહેલા ઘોડા (રાજા) પર શાળાએ જવા નિર્ણય કર્યો આ અંગે તેણે પિતા દેવરામને જાણ કરતા તેણે શાળાએ જવા નરાજાથ ઉપર જવાની મંજૂરી આપી શિવરાજ હવે રાજાની પીઠ પર બેસી શાળાએ જાય છે. પોતાની પીઠ પર શાળાનુંં દફતર લઈ ઘોડા પર શાળાએ જતા શિવરાજએ બાળકો તો ઠીક મોટેરા પણ જોઈ કહે છેકે શાળાએ જવાની ધગશ તો જુઓ…
‘શિવરાજ’ને ‘રાજા’ની અનોખી દોસ્તી
ઘોડો (રાજા) જયારે ત્રણ મહિનાનો હતો ત્યારે જ શિવરાજ તેના પિતા દેવરામ પાસે માંગણી કરી ઘણે લઈ આવ્યો હતો. શિવરાજને ઘોડા સાથે નાનપણથી જ દોસ્તી છે. અને તેણે ઘોડાનું નામ રાજા પાડયું છે. શિવરાજ અને રાજા એક બીજા વગર થોડીવારપણ રહી શકતા નથી. રાજાનું પાલન પોષણ શિવરાજ જ કરે છે. હવે તો આ વિસ્તારમાં રાજા અને શિવરાજની દોસ્તી મશહૂર થઈ ગઈ છે.