સુરતની એક ૫૫ વર્ષિય પત્નિની પતિ સામે ડોમેસ્ટિક વાયોલન્સ એકટ હેઠળ ફરિયાદના પગલે ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો

ગુજરાત હાઈકોર્ટે એક ૭૫ વર્ષના વૃધ્ધ પતિને સલાહ આપતા કહ્યું કે, ભલે તેની ઉંમર ૭૫ વર્ષની હોય પરંતુ પત્ની પ્રત્યે તેની જવાબદારી અડગ છે. પત્નિના ભરણપોષણની તેની પ્રાથમિક જવાબદારી છે. કોર્ટે આ પ્રકારનો ચૂકાદો સુરતની એક ૫૫ વર્ષિય વૃધ્ધ મહિલાએ તેના પતિ સામે કરેલી ફરિયાદને પગલે કર્યો હતો.

સુરતની એક વૃધ્ધ મહિલાએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેનો પતિ પેન્શન સહિતની આવક તેના ભાઈઓને આપી દે છે અને તેને આવકમાંથી કશું જ મળતુ નથી તેને એક ૧૭ વર્ષની પુત્રી છે. પુત્રીના અભ્યાસના ખર્ચ માટેની રકમ પણ પતિના ભાઈઓ પાસેથી માંગવી પડે છે. આથી પતિ તેને આર્થિક રીતે ટોર્ચર કરતો હતો જેના લીધે તેણીએ ડોમેસ્ટિક વાયોલન્સ એકટ હેઠળ ઓલપાડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

હાઈકોર્ટે ૭૫ વર્ષના પતિને કહ્યું કે, ભાઈઓ પહેલા પત્નિ તરફ તેની પ્રાથમિક જવાબદારી છે. કોર્ટે આ સલાહ આપતા વૃધ્ધ અને તેના પરિવારને રાહત આપી કેસની આગળની કાર્યવાહી પર હાલ પુરતો સ્ટે મૂકયો છે. સુનવણી દરમિયાન ન્યાયાધીશ જે.બી. પારડીવાલાએ કહ્યું કે, પતિની ઉંમર ૭૫ વર્ષની હોય તો પણ પત્નીના ભરણપોષણની જવાબદારી તેની છે. ફરિયાદ કરતી વૃધ્ધ મહિલાએ જણાવ્યું હતુ કે, તેનો પતિ શિક્ષક હતા હાલ તેઓ નિવૃત થઈ ચૂકયા છે. જે પેન્શન આવે તે તેના ભાઈઓને આપી દે છે. અને આર્થિક રીતે તેણી ઉપર ટોર્ચર કરવામાં આવે છે. તેઓ હાલ, સુરતનાં કામરેજમાં રહે છે. તેમના લગ્ન ૧૯૯૭માં થયા હતા હાલ, તેણીને એક ૧૭ વર્ષની પુત્રી છે. પતિના આવા ગેરવર્તુણકથી પોતાના અને પોતાની પુત્રીના ભરણપોષણ માટે ચિંતિત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.