સંભવિત તાઉ-તે વાવાઝોડું 17મી તારીખે મોડી રાત્રિના અથવા 18મી તારીખે સવાર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવનાઓ છે. ત્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર પણ વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા માટે તૈયારીમાં લાગી ગયું છે.જામનગર જિલ્લામાંથી હાલ ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં ઓક્સિજનની સપ્લાઈ થઈ રહી છે ત્યારે વાવાઝોડાના કારણે આ સપ્લાયમાં વિક્ષેપ ના પડે તે માટે પણ ખાસ તૈયારી કરવામા આવી રહી છે. તાઉતેેની આગાહીના પગલે જામનગર જિલ્લામાં એનડીઆરએફની 2 ટીમ તૈનાત કરવામા આવી છે. આ ઉપરાંત નેવીના 100 અને એસએસબીના 200 જવાનોને સ્ટેન્ડ બાય રાખવામા આવ્યા છે. જરુર પડ્યે એરફોર્સની મદદ પણ લેવામા આવશે. જિલ્લામાં સાત સ્થળ પર અગિયારાઓ અને દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા 22 જેટલા ગામના લોકોને સ્થળાંતર કરવાની કવાયત પણ હાથ ધરવામા આવી છે.
જિલ્લામાં વાવાઝોડાના કારણે વીજળીની સમસ્યા સર્જાય તો તેની વૈકલ્પિક વ્યવસ્થા પણ શરૂ કરી દેવામા આવી છે. હાલો કોરોના મહામારીના પગલે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ચાલી રહી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલોને જનરેટરની વ્યવ્સથા કરવા તાકીદ કરવામા આવી છે. તો બીજી તરફ સરકારી હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઓક્સિજન અને જનરેટરની વ્યવસ્થા કરી દેવામા આવી છે. જિલ્લાના દરેક તાલુકાઓની એક એક લાઈઝનીંગ ઓફિસરને જવાબદારી સોંપી દેવામા આવી છે.તૌકતે વાવાઝોડાના ખતરાને લઈને જામનગર પ્રસાસને સંપૂર્ણ સજ્જ હોવાનો દાવો કર્યો છે. જીલ્લાના 22 ગામોને હાઈ એલર્ટ જાહેર કરાયા છે. એનડીઆરએફની બે ટીમને ચાર ભાગમાં વેચી ચાર જગ્યાએ તૈનાત કરાઈ છે. કોરોનાને લઈને ઓક્સીજન પરિવહનમાં વિક્ષેપ ન આવે તે માટે રિલાયન્સથી પડધરી સુધીનો ધોરીમાર્ગ ગ્રીન કોરીડોર જાહેર કરાયો છે.
તેમજ જામનગરમાં તૈનાત એરફોર્સ, નેવી અને આર્મી તેમજ એસએસબીના જવાનોની મદદ લેવાશે આ ઉપરાંત એરફોર્સના હેલીકોપ્ટરની પણ મદદ માંગવામાં આવશે. બીજી તરફ કોવિડ હોસ્પિટલમાં વીજળી, ઓક્સીજન અને અન્ય તબીબી સાધનોની આપૂર્તિ કરી દેવામાં આવી છે એવો દાવો વહીવટી તંત્રએ કર્યો છે.જામનગર જીલ્લામાં દરિયા કિનારાના 22 ગામડાઓના 2900 લોકોના સ્થળાંતર માટે 61 આશ્રય સ્થાનો નિશ્ચિત કરી દેવામાં આવ્યા છે. દરેક તાલુકામાં એક-એક ક્લાસ વન અધિકારીની નોડલ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત જામનગરના બંદરો પર બે નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. જામનગર કલેકટરના જ જણાવ્યા અનુસાર સંભવત સોમવારે મોડી રાત્રે વાવાજોડી સૌરાષ્ટ્રના જમીન પર ત્રાટકશે. જેને લઈને અરબી સમુદ્રમાં રહેલ જિલ્લાની 752 માછીમારી બોટ પરત બોલાવાઈ છે.
જિલ્લાના 22 ગામડાઓને હાઈ એલર્ટ કરાયા છે આ ગામડાઓના નાગરિકોને જરૂરી સમય સ્થળાંતર કરવા પડે તો જુદા જુદા 61 સ્થળોને આશ્રય સ્થાન નક્કી કરાયા છે. જામનગરની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સહીતની વ્યવસ્થા માટેનુ આયોજન કર્યુ છે, તેમજ જનરેટર સહીતની વ્યવસ્થા કરી છે. વિજળી માટે વ્યવસ્થા કરી છે. હોસ્પિટલમાં 8 અને 9 માળેથી દર્દીઓને અન્ય જગ્યાએ સ્થળાંતર કરાશે. રોડીયેશ 100 કીમીના વિસ્તારને અસર કરશે એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચક્રવાતની ઝડપ 100 થી 150 કીમી રહેશે. પીજીવીસીએલની ટીમ તેમજ જેટકોની ટીમને સજજ કરવામાં આવી છે. તાલુકા મથકે લાઈજનીંગ ઓફિસરને જવાબદારી સોંપી છે.
બેડી બંદર પર 4 નંબરનું, સીક્કા બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું
તાઉ-તે વાવાઝોડાની આગાહીની સંભાવનાના પગલે જિલ્લાના તમામ બંદર પર સલામતીના ભાગરૂપે બે નંબરનું સિગ્નલ લગાવી દેવામા આવ્યું છે. માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપી દેવાઈ છે. તો સાથે દરિયાકાંઠા વિસ્તારના ગામડાઓમાં રહેતા લોકોને પણ સલામત સ્થળે ખસેડવા કવાયત હાથ ધરાઈ છે. જામનગરના બેડી બંદર, નવા બંદર, રોઝી બંદર, પર ચાર નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યું છે. બેડી અને સંચાણા બંદર પરથી જે બોટ દરિયામાં માછીમારી માટે ગઈ હતી તે પરત ફરી ચૂકી છે. હાલ દરિયાકાંઠાના ગામડાઓમાં રહેતા લોકોને પણ જરુર પડે તો સલામત સ્થળે સ્થળાંતર કરવાની તૈયારીઓ કરી લેવામા આવી છે. સીક્કા બંદર પર બે નંબરનું સીગ્નલ લગાવાયું છે.
પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા: ધરતીપુત્રોની ચિંતા વધી
શહેર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ગઈકાલે દિવસભર ઉકળાટભર્યા માહોલ બાદ સાંજના સમયે વરસાદ વરસતા શહેરી વિસ્તારમાં ઠંડક છવાઈ હતી.જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં સાંજના સાતેક વાગ્યાના અરસામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેર ઉપરાંત ઠેબા, થાવરિયા, વીજરખી, સુવરડા સહિત કાલાવડ હાઈવે પરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ઉનાળું પાકનું વાવેતર કરનારા ખેડૂતોનું ચિતામાં વધારો થયો છે. લાલ બંગલા સર્કલ પાસે વરસાદ પડતા વીજ થાંભલો ધરાશાયી થયો હતો જો કે કોઈ જાનહાની થવા પામી નથી.