કોઈ સારા કામની હિલચાલ આડે બિલાડી ઉતરે તો શું થાય? ગુજરાતની તાજેતરની ઘટનાઓ વચ્ચે આ કહેવતનું સ્મરણ થયા વિના રહેતું નથી ! લાંચ, લૂંટ અને સરકારી હોસ્પિટલમાં બાળકોના થતા એકધારા મોત પણ કશુંક અશુભ બન્યું હોવાનો તર્ક જગાડે છે!
ગુજરાતના વિકાસની વાહવાહના અહેવાલો આપણે છાસવારે વાચીએ છીએ, અને સરકારને અભિનંદન આપવા વિચારીએ છીએ તે વખતે જ બિલાડી આડે ઉતરતીય એવા ગુજરાતમાં જબરી લૂંટની ઘટના, સરકારી હોસ્પિટળમાં સંખ્યાબંધ બાળકોનાં મોતની ઘટના, પોલીસને લાંચની ઘટના, રાજકોટમાં દુકાન તોડીને જબરી ચોરીની ઘટનાની હારમાળા સર્જાતા ગુજરાતનાં વહીવટી તંત્રની કમજોરીના પડઘા કાને અથડાય છે!
અન્ય રાજયોને જોતા ગુજરાત ઘણુ આગળ છે તેવું કહેવામાં જરા પણ અતિશોયોકિત નથી. રાતને દિવસ મહેનત કરીને ગુજરાતી પ્રજા પોતે આગળ વધી રહી છે. અને દેશને પણ આગળ વધારી રહી છે. આમ આ વિકાસ તરફની દોટને દેશ-દુનીયા પણ નરી આખે જોઈ રહી છે. પરંતુ આ દરમિયાન થયેલી ઘણી દુર્ઘટનાઓએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ સ્થિતિમાં એક કહેવત યાદ આવે છે કે કોઈ સારા કામની હિલચાલ આડે બિલાડી ઉતરે તો શું થાય?
ગુજરાતનાં વિકાસની ચો-તરફ વાહવાહી થઈ રહી છે. સરકારના જબરદસ્ત એક પછી એક નિર્ણયો પ્રજાને સીધા સ્પર્શયા છે આજે ચારે બાજુ સરકારના નિર્ણયા છવાય ગયેલા છે. તેવામાં જ કોઈ સારા કામને આડે બીલાડી ઉતરતી હોય એમ ગુજરાતમાં જબરી લુંટની ઘટના, સરકારી હોસ્પિટલમાં સંખ્યાબંધ બાળકોનાં મોતની ઘટના, પોલીસની લાંચની ઘટના, રાજકોટમાં દુકાન તોડીને જબરી ચોરી કર્યાની ઘટનાઓ ઘટી છે. વાપીના ચણોટ વિસ્તારમાં ૬ બુકાનીધારી શખ્સોએ હથીયાર બતાવીને રૂ.૧૦ કરોડની મતાની દિલધડક લૂંટ ચલાવી હતી ત્યારે બીજી ઘટનામાં એનએસયુઆઈએ આક્ષેપો કર્યા હતા કે એફઆઈઆરમાંથી નામ કઢાવવા માટે પોલીસ દ્વારા લાંચની ઓફરો કરવામાં આવે છે. વધુમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એકાએક નવજાત શિશુઓનાં મોતની ઘટના બહાર આવી છે. આ તમામ ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે. આ ઘટનાઓએ વિકાસના વેગે દોડતા રાજયની વિકાસ તરફથી નજર હટાવીને પોતાના તરફ ખેંચી લીધી છે. જયારે પ્રજા સરકારને તેની કામગીરી બદલ અભિનંદન પાઠવવાની તૈયારી કરે છે. તેવી જ આ ઘટના પ્રકાશમાં આવે છે. માટે આવી ઘટનાઓ ચર્ચાનો વિષય ગણી શકાય તેમ છે. હાલતો આ ઘટનાઓને કારણે તંત્રની કમજોરીનાં પડઘા પ્રજાને કાને પડી રહ્યા છે. બીજી બાજુ રાજયનાં હિતશત્રુઓ આ તમાશો જોઈને મનોરંજન મેળવી રહ્યા છે.