21મી સદીના યુવાનો ફેશનને વળગેલા હોય છે. ફેશન અલગ અલગ પ્રકાર ની હોય છે છોકરાઓ માટે અલગ તો છોકરીઓ માટે . છોકરીઓ ફેશનને વધુ વળગેલી રહે છે
તેમાં પણ સુંટૅબલ કપડા સાથે હાઇ હીલ્સ પહેરીને દરેક યુવતી સ્ટાઈલીશ દેખાવા માંગે છે. જરૂરી છે કે, તમે વ્યવસ્થિત ફુટવેર સિલેક્ટ કરો. જો કે તમારી આ સ્ટાઇલ તમારી હેલ્થ પર પણ ખરાબ પ્રભાવ પાડી શકે છે. હાઇ હીલ્સ લુકમાં ખુબ જ સુંદર લાગે છે પણ તેની સાથે જોડાયેલી કેટલીક વાતો તમારે પણ જાણી લેવાની જરૂર છે. તો આવો જાણીએ…
• 35 વર્ષ ઉપરની મહિલાઓએ અઢી ઇંચથી વધારે ઊંચી હીલ્સ ન પહેરવી જોઈએ. કારણકે ઉંમર દરમિયાન શરીરનું બેલેન્સ અલગ હોય છે અને હાઇ હીલ્સ પહેરવાથી કમરનો અને ઘૂંટણનો દુખાવો થઇ શકે છે.
• દરરોજ અને લાંબા સમય સુધી હીલ્સ પહેરવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. તેથી હીલ્સની સાથે સાથે ફ્લેટ્સ પણ પહેરવાનો આગ્રહ રાખો.
• એક જ હીલ્સ દરરોજ પહેરવાનાં બદલે તમે 4-5 હીલ્સ દરરોજ બદલીને પહેરો, જેનાથી તમારા પગને નવો લુક મળશે અને તેની સાથે પગને આરામ પણ મળશે.
• હાઇ હીલ્સ ખરીદતા સમયે હીલની પહોળાઈનું ખાસ ધ્યાન રાખો. કારણકે ઓછી પહોળાઇવાળી હીલ્સમાં ઘણો જ દુખાવો થાય છે.
• તેથી હંમેશા એવી હીલ્સ કેરી કરો જે આગળથી ખૂલ્લી હોય. તેનાથી અંગૂઠો વળશે નહીં અને દર્દ પણ નહીં થાય.
• હાઇ હીલ્સ પહેરતી વખતે સ્ટોકિંગ્સ જરૂર પહેરો. તેનાથી કમ્ફર્ટ લેવલ વધે છે. તે દુખાવાને ઘણી હદ સુધી ઓછો કરી દે છે અને તમને ચાલવામાં પણ એકસમ સરળતા અનુભવાય છે.
• હીલ્સ ખરીદવા માટે બપોર અથવા સાંજનો સમય બેસ્ટ છે. આનાથી દિવસે તમારાં પગમાં આવેલા સોજાની જાણ થઇ જશે.
• ઓફિસમાં હાઇ હીલ્સ અવોઈડ જ કરો. તેમ છતાં પણ જો તમે હીલ્સ પહેરો છો અને બેસીને કામ કરી રહ્યા છો તો તમે થોડીવાર માટે હીલ્સને કાઢી દો અને પગને આરામ આપો.