આંતરિક કે બાહ્ય સહમતી વગર તાલિબાનોની સરકાર બની હોવાથી વિશ્વએ સમજી-વિચારીને તાલિબાનની સરકારને સમર્થન આપવાનું વિચારવું જોઈએ: એસસીઓ સમીટમાં મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના સભ્ય દેશોના નેતાઓને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. એમાં પીએમ મોદીએ કટ્ટરવાદ અને આતંકવાદને વિશ્વ માટે ઘાતક ગણાવીને ઉમેર્યું હતું કે સભ્ય દેશોએ આતંકવાદ સામે સંગઠિત થઈને લડત આપવાની જરૂર છે.
એસસીઓ સમિટમાં અફઘાનિસ્તાનની સ્થિતિ બાબતે ખાસ ચર્ચા થઈ હતી. એમાં પીએમ મોદીએ અફઘાનિસ્તાન અને તાલિબાનના સંદર્ભમાં સ્પષ્ટ વલણ બતાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સરકાર બનતા વિશ્વમાં આતંકવાદ અને કટ્ટરવાદ વધી જશે. આંતરિક કે બાહ્ય સહમતી વગર તાલિબાનોની સરકાર બની હોવાથી વિશ્વએ સમજી-વિચારીને તાલિબાનની સરકારને સમર્થન આપવાનું વિચારવું જોઈએ.
અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાજમાં મહિલાઓના અધિકારોનું રક્ષણ થતું નથી એને મોદીએ ચિંતાનો વિષય ગણાવીને ઉમેર્યું હતું કે ભારત યુએનની નીતિનું સમર્થન કરે છે. મોદીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હથિયારોના દમ ઉપર સરકાર બની છે, એમાં લોકશાહીના કે માનવ અધિકારોના વિચારોનો સમાવેશ થયો નથી. જો અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપાશે નહીં તો તેની દુનિયા આખીએ કિંમત ચૂકવવી પડશે. કોઈ પણ કિંમતે આતંકવાદને છૂટો દોર આપી શકાય નહીં. ભારત અફઘાનિસ્તાનના નાગરિકોની સહાય કરી રહ્યું છે. ભારત ખોરાક અને દવાની મદદ પહોંચાડે છે. ભારત આ કાર્ય માનવતા માટે કરે છે એવું વડાપ્રધાને કહ્યું હતું.
વડાપ્રાૃધાન મોદીએ કહ્યું હતું કે શાંતિ અને સલામતી સામે કટ્ટરતા સૌાૃથી મોટો પડકાર છે. વડાપ્રાૃધાન મોદીએ બાૃધા સભ્ય દેશોને અપીલ કરી હતી કે આતંકવાદ સામે બધાએ એકઠાં થઈને મજબૂત લડત આપવાની જરૂર છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ઓનલાઈન હાજરી વચ્ચે વડાપ્રાૃધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું હતું કે આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ અને જરૂર પડયે પ્રતિબંધો મૂકવા જોઈએ.
અફઘાનિસ્તાનનો ઉલ્લેખ કરીને મોદીએ ઉમેર્યું હતું કે શાંતિ, સુરક્ષા અને દેશો વચ્ચે આંતરિક વિશ્વાસના અભાવ પાછળ કટ્ટરવાદ જવાબદાર છે. એસસીઓએ ઈસ્લામ સાાૃથે જોડાયેલા ઉદારવાદ, સહિષ્ણુતા અને સર્વસમાવેશક પરંપરાને મજબૂત સંપર્ક વિકસિત કરવા ઉપર ભાર મૂકવો જોઈએ. ઈતિહાસ તરફ નજર કરીશું તો જણાશે કે મધ્ય એશિયાની સંસ્કૃતિ ઉદારવાદી અને સહિષ્ણુ હતી. સૂફીવાદ જેવી પરંપરાનો ઉદ્ભવ સદીઓ પહેલાં આવા દેશોમાં થયો હતો. એસસીઓ આ પરંપરાને લોકો સુાૃધી પહોંચાડવામાં નિમિત્ત બને તે જરૂરી છે. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે કટ્ટરવાદ સામે લડાઈ પ્રાદેશિક સુરક્ષા માટે તો જવાબદાર છે જ, પરંતુ એ સિવાય એસસીઓના સભ્ય દેશોના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે અને તેમના સર્વાંગી વિકાસ માટે પણ જરૂરી છે.
જો આતંકવાદ અને કટ્ટરવાદની વર્તમાન સ્થિતિ છે એવી જ સ્થિતિ આગળ રહેશે તો સંગઠનના સભ્ય દેશોના કરોડો યુવાનોના માનસ ઉપર તેની અસર પડશે અને તે ભવિષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પીએમ મોદીએ ઉમેર્યું હતું કે ભારત મધ્ય એશિયાના દેશો સાાૃથે વાૃધારે ગાઢ સંબંધો વિકસાવવા માટે કટિબદ્ધ છે. ભારત દરેક દ્વિપક્ષીય પહેલ માટે કટિબદ્ધ છે.
પેન્ટાગોને માફી માંગીને સ્વીકાર્યું કે હુમલામાં આતંકીઓને બદલે 10 અફઘાન નાગરિકો મૃત્યુ પામ્યા
પેન્ટાગોને ગયા મહિને અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલાનો બચાવ કર્યો હતો, તેણે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે અને શુક્રવારે કહ્યું છે કે આંતરિક તપાસમાં બહાર આવ્યું છે કે હુમલામાં માત્ર નાગરિકો જ નહીં ઇસ્લામિક સ્ટેટ પણ માર્યા ગયા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ જણાવ્યું હતું કે કાબુલમાં 29 ઓગસ્ટના ડ્રોન હુમલામાં 10 અફઘાન નાગરિકોના મોત થયા હતા તે એક દુ: ખદ ભૂલ હતી, પીડિતોના પરિવાર પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી હતી. તે જ સમયે, યુએસ સંરક્ષણ સચિવ લોઈડ જે ઓસ્ટિનએ 29 ઓગસ્ટના રોજ કાબુલમાં ડ્રોન હુમલામાં 10 અફઘાન નાગરિકોના મોત માટે માફી માંગી છે. 29 ઓગસ્ટના આ હુમલામાં બાળકો સહિત ઘણા નાગરિકો માર્યા ગયા હતા, પરંતુ હુમલાના ચાર દિવસ બાદ પેન્ટાગોનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તે સચોટ હુમલો હતો.
અફઘાનિસ્તાન સામે અનેક પડકાર, તેને અન્ય દેશોના સમર્થન અને સહાયની જરૂર: જિનપિંગનું ડહાપણ
એસસીઓ સમીટના ચીનના પ્રેસિડેન્ટ જિનપિંગે તાલિબાનનું નામ લીધા વગર પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, “વિદેશી સૈનિકોના ખસી જવાથી તેના ઇતિહાસમાં એક નવું પાનું ખુલ્યું છે. પરંતુ અફઘાનિસ્તાન હજુ પણ ઘણા ભયાવહ પડકારોનો સામનો કરે છે, અને તેને આંતરરાષ્ટ્રીય સમુદાય, ખાસ કરીને દેશોના સમર્થન અને સહાયની જરૂર છે. ઓગસ્ટના મધ્યમાં કાબુલમાં સત્તા સંભાળ્યા પહેલા અને પછી તાલિબાન સાથે સંપર્કો જાળવી રાખતા ચીને અફઘાનિસ્તાન માટે ખોરાક અને રસી માટે 31 મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. જોકે તેણે તાલિબાનની વચગાળાની સરકારને માન્યતા આપવાની હજુ સુધી ઔપચારિક જાહેરાત કરી નથી, પરંતુ પાકિસ્તાન અને રશિયા સાથે ચીને કાબુલમાં પોતાનું દૂતાવાસ ખુલ્લું રાખ્યું છે. તેના દૂત વચગાળાની સરકારના અધિકારીઓને મળ્યા હતા.