ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની રસાકસી ગુજરાતમાં જામી હતી અને ગુજરાતમાં ત્રિકોણીય જંગ જામ્યો હતો જેમાં ત્રણેય પક્ષે ખુબજ જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યા હતા. પણ બાજી ભાજપે મારી હતી. જેમાં ભાજપે ખુબજ મોટી લીડ થી 150 ઉપરની સીટ મેળવી ગુજરાત પર સતા પ્રાપ્ત કરી છે.
ભાજપની વિજય બાદ ગઇકાલે સપથ વિધિ કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં ગુજરાતને ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીના રૂપમાં પાછા મળ્યા છે.
ગુજરાતની તમામ 182 બેઠકો પર થયેલી ચૂંટણીની મત ગણતરી 8મી ડીસેમ્બરે કરવામાં આવી હતી , ત્યાં સુધી EVMને કડક સુરક્ષામાં રાખવામાં આવ્યા હતા.
ત્યારે માત્ર 7 સ્ટેપમાં જાણો કે તમે મત આપ્યા બાદ એક અઠવાડિયા સુધી EVM કઈ-કઈ પ્રક્રિયામાંથી પસાર થાય છે, અને તેની સુરક્ષા અંગે કેવા પગલાં લેવામાં આવે છે.
EVM ને સીલ કરવાં
કોઇપણ મતદાન કેન્દ્ર પર મતદાનનો સમય પૂર્ણ થતાં જ પ્રિસાઈડિંગ ઓફિસર EVMને સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરે છે.
એને માટે ચૂંટણીપંચે નક્કી કરેલી પ્રક્રિયાનું ખાસ પાલન કરવામાં આવે છે.તમામ બૂથના પ્રિસાઈડિંગ ઓફિસર તેમજ અન્ય ચૂંટણી અધિકારી જે-તે મત વિસ્તારના ઉમેદવાર અથવા તો તેમના દ્વારા
નક્કી કરાયેલા પોલિંગ એજન્ટની હાજરીમાં EVMને સીલ કરે છે, આ સમયે તેમની સહી પણ ખાસ લેવામાં આવે છે.
EVMને સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડવા
EVM સીલ કર્યા બાદ એને સ્ટ્રોંગ રૂમ સુધી લઈ જવા માટે સરકારી વાહન અથવા તો ચૂંટણીપંચે નક્કી કરેલા વાહન મારફત જ લઇ જવામાં આવે છે.
આ સમયે ચૂંટણી અધિકારી ઉપરાંત ઉમેદવાર અથવા તો તેમના પોલિંગ એજન્ટ પણ સાથે રહી શકે છે.
સ્ટ્રોંગ રૂમ સીલ કરવા
મતદાન થયું છે, એવા EVM ઉપરાંત રિઝર્વ રાખવામાં આવેલા EVM સ્ટ્રોંગ રૂમ સુધી આવ્યા બાદ, તમામ EVMને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે.ત્યારબાદ ચૂંટણી પંચની નિયામવલી મુજબ સ્ટ્રોંગ રૂમને સીલ કરી દેવામાં આવે છે.ચૂંટણીપંચ ઉમેદવારને પણ એ તક આપે છે કે જો તેમને સીલ પર શંકા હોય તો ઉમેદાવાર પોતાની રીતે પણ સ્ટ્રોંગ રૂમને સીલ કરી શકે છે.
સ્ટ્રોંગ રૂમની સુરક્ષા
સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે પણ કેટલાક પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે, જેમકે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા ત્રણ લેયરમાં હોય છે.
સૌથી અંદરના ભાગે કેન્દ્રીય અર્ધલશ્કરી દળના જવાનો ફરજ બજાવે છે, બીજા લેયરમાં કેન્દ્રીય દળના જ સુરક્ષાકર્મી હોય છે અને સૌથી બહારના ભાગે રાજ્ય પોલીસ પહેરો ભરે છે.
સ્ટ્રોંગ રૂમની અંદર અને બહારના ભાગે સીસીટીવી કેમેરાથી સતત દેખરેખ રાખવામાં આવે છે, ચૂંટણી લડનારા નેતા પણ સ્ટ્રોંગ રૂમની દેખરેખ રાખી શકે છે.
સ્ટ્રોંગ રૂમ ખોલવાની પ્રક્રિયા
એક વખત સ્ટ્રોંગ રૂમ સીલ થઇ ગયા બાદ તેને કોઈપણ વ્યક્તિ, પછી ભલેને તે કોઈ અધિકારી હોય, પોતાની રીતે ખોલી શકતો નથી.
સ્ટ્રોંગ રૂમના એન્ટ્રી પોઇન્ટ પર સીસીટીવી કેમેરા હોય છે, જો કોઈપણ સંબંધિત અધિકારી સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેવા માગે છે, તો સૌથી પહેલા તેણે સુરક્ષા દળોને આપવામાં આવેલી લોગ બુકમાં મુલાકાતનો સમય, સમયગાળો અને નામની વિગતો લખવી પડે છે.
કોઈપણ પરિસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલવાની જરૂર પડે તો ઉમેદવારોની હાજરીમાં જ એને ખોલી શકાય છે.
મતગણતરી સુધીની સુરક્ષા જો મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગ રૂમ વચ્ચે લાંબું અંતર હોય તો, બંને વચ્ચે બેરિકેપિંગ હોવું જોઇએ.
મતગણતરીના દિવિસે EVMને બેરિકેડ્સની વચ્ચેથી જ મતગણતરીના સ્થાન સુધી લઇ જવામાં આવશે.
ત્યારબાદ સીલની ચકાસણી કર્યા પછી જ EVMને ખોલી મતોની ગણતરી થાય છે.
EVMના ડેટા અંગે મહત્ત્વની જાણકારી
એક EVM 15 વર્ષ સુધી કાર્યરત રહી શકે છે.
EVMમાંથી ડેટા ત્યારે જ હટાવવામાં આવે છે, જ્યારે નવી જગ્યાએ મતદાન થવાનું હોય, પરંતુ એમાં થયેલા મતદાનનો ડેટા હંમેશાં માટે ચૂંટણીપંચ સુરક્ષિત રાખે છે.