કોરોના મહામારી આવ્યાને બે વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે. તેમ છતાં આ કપરોકાળ હજુ સમી રહ્યો નથી. કોવિડ-19ની બીજી લહેરે ભૂતો ન ભવિષયતિ જેવી સ્થિતિ ઉભી કરી હતી. પ્રાણવાયુની પડાપડી તો રેમડેસીવીરની રામાયણ અને બેડની હાડમારી ઊભી થઈ હતી. હજુ માંડ આ સ્થિતિ થાળે પડી છે ત્યાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો તોળાઈ રહ્યો છે. પરંતુ અમુક બેખોફ અને બેવકૂફ લોકોના કારણે જ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સામે બચવા નિયમોનું કડક પણે પાલન અને રસીકરણ જ એક માત્ર ઉપાય મનાઈ રહ્યું છે. પરંતુ અમુક લોકો આ વાતને મહત્વતા ન આપી કોરોના શું કરી લેવાનો તેમજ માનીને બેઠા છે અને નિયમોના પાલનમાં બેદરકારી દાખવે છે.
અનેક સ્થળો પર કોરોના સામેની ગાઈડલાઈનનો ઉલાળીયો થતો જોવા મળે છે. ત્યારે વધુ એક આવો બનાવ કચ્છના ગાંધીધામમાં સામે આવ્યો છે. જ્યાં કચ્છના ગાંધીધામ વિસ્તારમાં કોવિડ નિયમોના ધજાગરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા છે. નાની સુંદરપુરી વિસ્તારની માર્કેટમાં લોકો માસ્ક વગર, શોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર મોટી સંખ્યામાં એકઠા થયા છે. શાકભાજી તેમજ અન્ય ચીજ વસ્તુ સહિતની ખરીદી વખતે ભીડ જોવા મળી રહી છે. લોકો તેમજ વેપારીઓ માસ્ક વિના દ્રશ્યો કોરોનાના ભય વગર જોવા મળી રહ્યા છે.
ત્રીજી લહેરનો ખતરો હજુ તોળાઈ રહ્યો છે ત્યાં આ પ્રકારે ભીડ એકઠી થતાં સંક્રમણ ફેલાવાની શકયતા અનેક ગણી વધી જાય છે. આમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો શું થાય..? કોઈ બચે જ નહીં હો…. ખરું ને..?? આથી સંક્રમણને અટકાવવા કચ્છ વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગ કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે.