આઇફોનની કિંમત સાંભળીને તમને એવુ લાગતુ હશે કે આ ફોનને બનાવવામાં પણ ખૂબ ખર્ચ લાગતો હશે પરંતુ મીડીયાના અહેવાલ દ્વારા એવી જાણકારી મળી છે. જે સાંભળીને તમે ચોંકી જશો. statistaનામની વેબસાઇટે કેટલાંક આંકડાઓ રજૂ કર્યા છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે આઇફોન માત્ર ૬૬ ‚પિયાના રો-મટીરિયલથી બને છે. આ વેબસાઇટે એક ચાર્જના માધ્યામથી દર્શાવ્યુ છે કે આઇફોન બનાવવા માટે ૧.૦૩ ડોલર એટલે કે અંદાજે ૬૬ ‚પિયાના રો-મટિરિયલનો ખર્ચ આવે છે.
આ વેબસાઇટનો દાવો છે કે રો મટિરિયલમાં ૩૮.૫ ગ્રામ એલ્યુમિનિયમ- આર્યન, ૩૧.૧ ગ્રામ એલ્યુુમિનિયમ, ૧૯.૯ ગ્રામ કાર્બન, ૧૮.૬ ગ્રામ આર્યન, ૮.૧ ગ્રામ સિલિકોન, ૭.૮ ગ્રામ કોપ, ૬.૬ ગ્રામ કોબાલ્ટ અને ૨.૭ ગ્રામ નિકલ જેવી વસ્તુઓ સામેલ છે. આ બેસ આઇફોન ૬ વિશે જણાવવામાં આવ્યું હતું. ઘણીવાર એવા સમાચાર પણ જાણવા મળ્યા છે કે આઇફોન બનાવવા માટે એપલ કં૫ની સિસાઇકલ કરેલી પ્રોડક્ટસનો પણ ઉપયોગ કરે છે.
Appleએ કેલિફોર્નિયામાં i phone x ની સાથે i phone 8અને 8 plusપણ લોન્ચ કર્યા છે. ઘણા સમયથી લોકો આ લોન્ચિંગની રાહ જોઇ રહ્યા હતા. સમાચાર દ્વારા જાણવા મળ્યુ છે કે આઇફોન ૮ ના ૬૪ જીબી વેરિઅન્ટની કિંમત ભારતમાં ૬૪,૪૦૦ ‚પિયા હશે. જ્યારે તેના ૨૫૬ જીબી વેરિઅન્ટની કિંમત ૭૭,૦૦૦ ‚પિયા હશે. આઇફોન 8 plus 64 GB વેરિઅન્ટની કિંમત ૭૩,૦૦૦ ‚પિયા જ્યારે તેના ૨૫૬ જીબી વેરિઅન્ટની કિંમત ૮૬,૦૦૦ ‚પિયા હશે.