- સુરતના રીંગરોડ મજુરા ગેટ વિસ્તારની ઘટના, રસગુલ્લા અને ગુલાબજાંબુ ભરેલી ઇકોનો અકસ્માત
Surat News : અકસ્માત થવો એ તો સામાન્ય ઘટના બની છે. ત્યારે સુરતમાં એક એવો અકસ્માત સર્જાયો જેનાથી રસ્તો આખો ગુલાબજાંબુની ચાસણીથી મીઠો મીઠો થયી ગયો. ખરેખર એવી થયું કે સુરતના રિંગ રોડ મજૂર ગેટ વિસ્તારમાં પુલ પાસે ગુલાબજાંબુ અને રસગુલ્લા ભરેલી ઇકોના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સરયો જેમાં કારણે તો નુકશાન થયું સાથે સાથે ગાડીમાં ભરેલા રસગુલ્લા અને ગુલાબજાંબુ અને ચાસણી રસ્તા પર ફરી વળ્યા હતા.
રસગુલ્લા અને ગુલાબજાંબુ ભરેલી ઇકોનો અકસ્માત
બીજી તરફ ગુલાબજાંબુ રસ્તા પર ઢોળાઈ જતા પણ વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કારણ કે, રોડ પર ગુલાબજાંબુ ચાસણી સાથે રોડ પર ઢોળાતા રસ્તો ચીકણો થઈ ગયો. કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારના ચાલકે પસાર થઈ રહેલા મોપેડ સવાલને પણ અડફેટે લીધો હતો. અકસ્માતમાં કારના ચાલકને ઇજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બ્રિજની શરૂઆતમાં જ અકસ્માત નડતા લાંબા ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. બે થી ત્રણ કિલોમીટર જેટલા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે થોડા સમય બાદ ટ્રાફિક હળવો થયો હતો
ભાવેશ ઉપાધ્યાય