રશિયાના દગેસ્તાન વિસ્તામાં કેસ્પિયન સમુદ્રનાં કાઠે રહસ્યમય અવસ્થામાં ૨૭૨ મૃત કેસ્પિયન સિલ મળી આવી છે.ચારે બાજુ જમીનથી ઘેરાયેલા આ સમુદ્રમાં આ સિલ જોવા મળે છે. રશિયા ફેડરલ ફિશરી એજન્સીના રિપોર્ટ અનુસાર ,૨૭૧ સિલ સુઝકના અઝરબૈજાન વિસ્તારની સરહદ પર મૃતક અવસ્થામાં જોવા મળી છે.
રશિયા ટીવીના અહેવાલો મુજબ સિલ કેવી રીતે મૃત્યુ પામી છે તેની પૂરતી જાણકારી હજી સુધી મળી નથી. સમુદ્ર વિસ્તામાં સિલની પહેલી લાશ મળી હતી ત્યારે કેસ્પિયન નેચર સંરક્ષણ સેન્ટર ડાયરેક્ટ જોર ગપીજવ દ્વારા કેહવામા આવેલું કે શિકારીઓ ચીનના બનેલા પ્લાસ્ટિકના જાળનો ઉપયોગ કરી રહ્યા છે. આ જાળ દ્વારા સિલનો જીવ જોખમમાં મૂકાય શકે છે. આ ઉપરાંત સમુદ્રમાં મોટા પ્રમાણમાં ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે ,જેનાથી સિલનાં જીવ જોખમમાં મુકાયા છે.
સીલની મૃત્યુનું કારણ શોધવા માટે વેજ્ઞાનિકો દાગિસ્તાન પહોંચ્યા છે.કેટલાક નિષ્ણાંતો એવો દાવો કરે છે કે ખરાબ હવામાન,રોગ અથવા ગંદા પાણીના કારણે આ સિલ મરી ગઈ છે.કેસ્પિયન સમુદ્ર એ વિશ્વનું સૌથી મોટું તળાવ છે અને આ સીલનો સમાવેશ વિશ્વના જોખમી પ્રાણીઓમાં થાય છે.
દાગિસ્તાન મેસ્કોથી ૧૫૦૦ કિમી દક્ષિણ સ્થિત છે અને બીજા વિસ્તારમાં મુસ્લિમો રહે છે. આ વર્ષની શરૂઆતમાં ,રશિયાના દુરસ્ત વિસ્તારમાં કામ ચટકા દ્વિકલ્પ પર સેકડો સમુદ્રનાં જીવો મૃત હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે અવચે બીચ પર મૃત માછલીઓ ,પ્રોન અને કરચલા મળી આવ્યા છે .