- તમંચો માથે રાખી લૂંટ કરનાર 14 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
- વરાછા પોલીસના જવાનોને બાતમી મળતા આરોપીને પોતાના વતન ઓડીસાથી ઝડપ્યો
- પોલીસ જવાનો આરોપીને પકડવા સફાઈ કામદાર ,રીક્ષા ચાલક તેમજ પાનના ગલ્લાવાળા બન્યા
- વરાછા પોલીસે આરોપી ટલ્લુ ઉર્ફ શુભાષ નાયકની કરી ધરપકડ
Surat : સુરતમાં 14 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે,જેમાં આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા ઓડિશાથી ઝડપાયો છે,સાથે સાથે પોલીસે વેશ પલટો કરીને આરોપીને ઝડપી પાડયો છે,ફાયરિંગ વીથ લૂંટ કેસમાં આરોપી ફરાર હતો અને તેને ઝડપી પાડવામાં આવ્યો છે,વરાછા પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે તેને ઓડિશા જઈને ઝડપી પાડયો છે,પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.
ફાયરિંગ વીથ લૂંટ કેસમાં આરોપી 14 વર્ષથી ફરાર હતો અને ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે આરોપીને ટેકનીકલ રીસોર્શથી ઝડપી પાડયો છે,પોલીસ વેશ પલટો કરી સફાઇ કર્મચારી તેમજ રીક્ષા ડ્રાઇવર બન્યા હતા અને પોલીસ કર્મીએ પાનના ગલ્લાવાળા પર વસ્તુઓ વેચીને ઓપરેશન પાર પાડયું છે.આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયકની ધરપકડ કરવામાં આવી છે જેમાં ફરિયાદી કારખાનામાં પગાર ચૂકવી રહ્યા હતા તે સમયે ફાયરિંગ કરીને લૂંટને અંજામ આપ્યો હતો.
નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનર બી’ ડિવીઝન પી.કે.પટેલ સુરત શહેર નાઓએ પો.સ્ટે વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા ચેન/મોબાઇલ સ્નેચીંગ તથા વાહન ચોરી તથા ચોરીના અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સુચના કરેલ હોય જે સબંધે વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.બી.ગોજીયા નાઓએ અનડીટેકટ ગુનાઓ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.
જે અન્વયે પો.સ.ઇ.એ.જી.પરમાર નાઓ તેમની ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમિયાન અ.હે.કો. વિજયસિંહ દેહાભાઇ બ.ન. ૯૧૩ તથા અ.હે.કો. જીગ્નેશભાઇ નાનજીભાઇ બ.ન.૧૨૯૪ નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે વરાછા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.ન. ૨૨૮/૨૦૧૧ ઇ.પી.કો. કલમ ૩૦૭,૩૯૪,૧૨૦(બી) આર્મસ એકટ કલમ ૨૫(૧)એ, ૨૭ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા સુભાષ નાયક નાઓ તેના વતનગામ ધજોલાગામ તા. ગીરડીપલ્લી ભાયાકુરાર, જીલ્લા નગાગઢ ઓડીશા ખાતે હોવાની હકિકત મળતા સદર બાતમી આધારે ખાત્રી કરતા આરોપી વિરૂધ્ધમાં સીઆરપીસી કલમ ૭૦ મુજબ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતુ.
ભાવેશ ઉપાધ્યાય