પોરબંદરમાં બે મિત્રો વચ્ચે નજીવી બાબતે માથાકુટ થતા એક મિત્રએ બીજા મિત્રને છરી ઝીંકી દેતા તે મિત્રએ સ્વબચાવમાં યુવાનને છરીના સાત ઘા ઝીકી દીતા તેનું મોત નિપજયું છે. પોલીસે હુમલામાં ઘાયલ આરોપીની હોસ્પિટલના બિછાને જ પુછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મિત્ર પર છરી વડે હુમલો કરતાં સ્વ બચાવમાં યુવાનને છરીના સાત ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો
પોરબંદર શહેરમાં આવેલ કડીયાપ્લોટ નજીક મફતીયા પરા સાલી વિસ્તારમાં નજીવી બાબતે મિત્રએ મિત્રની હત્યા કરી હતી. હત્યાનો બનાવ બનતા પોરબંદરમાં ભારે અરેરાટી વ્યાપી છે. રાજુ સામત બાપોદરા ઉર્ફે ભાવનગરીએ તેમના મિત્ર લખુ પરમારને ચાર છરીના ઘા મારી ઇજા પહોંચાડી હતી. જેથી હત્યારા લખુ પરમારે તેના બચાવ માટે મૃતક રાજુ સામત બાપોદરા ઉર્ફે ભાવનગરીએ સાત જેટલા છરીના ઘા ઝીંકી દીધા હતા. જેથી ઘટનાસ્થળેથી રાજુ બાપોદર ઉર્ફે ભાવનગરીને સારવાર માટે પોરબંદર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલ ખાતે રાજુ ભાવનગરીને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
હત્યારા લખુ પરમારને પણ ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. અહીં પોલીસે પૂછપરછ હાથ ધરતા લખું પરમારે એવું જણાવ્યું હતું કે રાજુ સામત બાપોદરા ઉર્ફે ભાવનગરી એ મને ચાર જેટલા છરીના ઘા ઝીંક્યા હતા. જેથી મેં મારા બચાવમાં તેને છરીના ઘા ઝીંક્યા હતા. આમ મિત્ર મિત્ર વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. સરકારી હોસ્પિટલ ખાતે મૃતક અને ઈજાગ્રસ્ત બંને યુવાનોને ખસેડાયા હતા.
અહીં હોસ્પિટલ લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. અને સીટી ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો હોસ્પિટલે ઉપરાંત જે સ્થળે હત્યાનો બનાવ બન્યો ત્યાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. અને ઇજાગ્રસ્ત બનેલ લખુ પરમારને ગંભીર ઈજા પહોંચી હોવાથી વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.