બુધવારે સવારે દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી કારણ કે વિસ્તારા એરલાઈન્સની એક ફ્લાઈટ ટેક ઓફ કરવા માટે ક્લિયર થઈ ગઈ હતી જ્યારે બીજી લેન્ડિંગની તૈયારી કરી રહી હતી. એટીસીની સૂચનાને પગલે ટેકઓફ રદ કરવામાં આવ્યો હતો.
દિલ્હીથી બાગડોગરા જતી UK725 નવા રનવે પરથી ટેક ઓફ કરવાની હતી અને અમદાવાદથી દિલ્હી જતી વિસ્તારાની ફ્લાઈટ સમાંતર રનવે પર ઉતર્યા બાદ રનવેના અંત તરફ આગળ વધી રહી હતી.
‘બંને એક જ સમયે ક્લિયર થઈ ગયા પરંતુ એટીસીએ તરત જ નિયંત્રણ મેળવી લીધું. ફરજ પરના એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ) અધિકારીએ વિસ્તારાની ફ્લાઇટને ટેક-ઓફ અટકાવવા કહ્યું, એક અધિકારીએ ઘટના વિશે જણાવ્યું.
ફ્લાઇટ રદ થયા બાદ તરત જ દિલ્હી-બાગડોગરા ફ્લાઇટ સક્રિય રનવે પરથી પાર્કિંગમાં પરત ફરી હતી.
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો યોગ્ય સમયે વિમાનની ઉડાન રોકવામાં ન આવી હોત તો મોટી દુર્ઘટના થઈ શકે છે.
સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ, ટેક-ઓફ અને લેન્ડિંગ પ્રક્રિયા દરમિયાન કોઈપણ વિમાન કે વાહનની અવરજવરને મંજૂરી નથી.
સૂત્રોએ જણાવ્યું કે જ્યારે એરક્રાફ્ટના પાયલોટે જાહેરાત કરી કે એટીસીની સૂચનાથી પ્લેન ટેકઓફ નહીં થાય તો મુસાફરો થોડા ડરી ગયા.