માંગરોળ બંદર પર જીએફસીસીના ડીઝલ પંપ માં બોટ માલિકો ડીઝલ લેવા જતા ડીઝલની અંદર પાણી મિક્સિંગ આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે મળતી માહિતી મુજબ અલગ અલગ રિક્ષાઓમાં ડીઝલ લીધેલ તેની અંદર તમામમાં ડીઝલની અંદર પાણી મિક્સિંગ આવતું હોવાની ઘટના સામે આવતા માછીમારોએ હોબાળો મચાવ્યો હતો.

ડીઝલમાં પાણીની ભેળસેળ કરવામાં આવતા માછીમારો રોષે ભરાયા છે. ભેળસેળયુક્ત ડીઝલ આપવામાં આવતા બોટમાં નુકસાનની ભીતિ છે. બોટ ખરાબ થઈ જવી અથવા તો બોટ મધદરિયે બોટ બંધ થવાની પણ સંભાવના છે.

હાલ માંગરોળ બંદર પર GFC જે પંપ માંથી ડીઝલ આપે છે ત્યાં ડીઝલના મોટા ત્રણ ટાંકા આવેલ છે. તેમજ છેલ્લા એક માસથી પાણી તેમજ અન્ય કેમિકલની ફરિયાદો આવતા જીએફસી દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નથી હોવાના આક્ષેપો માછીમારો દ્વારા કરવામાં આવ્યા છે.

આ કૌભાંડ મામલે માંગરોળથી માંગરોળ બંદર પર મામલતદાર તેમજ પુરવઠા અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા છે અને મામલો થાળે પાડ્યો છે. ગઈકાલે આ પંપ પરથી ડીઝલ લઈ માછીમારી કરવા માટે બોટ ૧૫ થી ૨૦ દરિયામાં ગઈ હોવાનું પણ જાણવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.