આપણે સવારે ઊઠીને સીધા ટૂથપેસ્ટ લઈને સૌ પ્રથમ બ્રશ કરીએ છીએ પરંતુ તેની દાંત ઉપરાત આપણાં શરીરને પણ અસર કરે છે.
જ્યારે તમે ટૂથપેસ્ટ ખરીદો છો ત્યારે તમે તેની સુગંધ, સ્વાદ અને કલર જોવો છો સાથે સાથે તેની સાથે કેટલી સ્કીમ છે ? શું ફ્રી છે ? અને ભાવ શું છે ? પરતું સાચું જાણકારી ટૂથપેસ્ટની છેલ્લે આવેલી પટ્ટી પર હોય છે જેમાં અમુક રંગની નાની પટ્ટીઓ જોવા મળે છે તે જ તમને ટૂથપેસ્ટ વિશે સાચી માહિતી આપે છે
દરેક વ્યક્તિ દરરોજ સવારે સૌથી પહેલા ટૂથપેસ્ટનો સ્વાદ લે છે. કારણ કે, ટૂથપેસ્ટ એ વહેલી સવારે સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાંનું એક છે. આપણે જાણીએ છીએ કે, સૌ પ્રથમ, ટૂથપેસ્ટનો ઉપયોગ કરીને, વ્યક્તિને શ્વાસની દુર્ગંધ, દાંતમાં ખોરાક સહિત કોઈપણ પ્રકારના ચેપથી છુટકારો મળે છે. પરંતુ શું તમે ક્યારેય નોંધ્યું છે કે તમે જે ટૂથપેસ્ટ વાપરી રહ્યા છો તે કેમિકલયુક્ત નથી, કારણ કે કેમિકલયુક્ત ટૂથપેસ્ટના પોતાના ગેરફાયદા છે. જો કે, તમને આ માહિતી ટૂથપેસ્ટના કવર પર જ મળે છે.
સામાન્ય રીતે ટૂથપેસ્ટના 4 કલર કોડ જણાવે છે કે તેમાં કેમિકલ હોય કે ન હોય, તે સ્વાસ્થ્યને કેટલું અસર કરે છે
શું તમે ક્યારેય નોંધ્યું છે કે, તમે જે ટૂથપેસ્ટ વાપરી રહ્યા છો તે કેમિકલયુક્ત નથી, કારણ કે કેમિકલયુક્ત ટૂથપેસ્ટના પોતાના ગેરફાયદા છે.
મોટાભાગના લોકો ટૂથપેસ્ટને તેના સ્વાદ અનુસાર પસંદ કરે છે. પરંતુ, તેના બદલે તમારે ટૂથપેસ્ટનો કલર કોડ જોઈને પસંદ કરવો જોઈએ.
ટૂથપેસ્ટ પેકની નીચેની બાજુએ વિવિધ રંગીન પટ્ટાઓ બનાવવામાં આવે છે. તમને તમારા ટૂથપેસ્ટ પેકની પાછળ કાળી, લાલ, વાદળી અને લીલા પટ્ટાઓ દેખાશે. આ પટ્ટાઓ એક પ્રતીક છે. દરેક પ્રતીકનો પોતાનો અલગ અર્થ છે. અહીં અમે જણાવી રહ્યા છીએ કે ટૂથપેસ્ટ પર અલગ-અલગ રંગોનો અર્થ શું છે અને સ્વાસ્થ્ય પર તેની શું અસર થાય છે.
ટૂથપેસ્ટના કલર કોડનો અર્થ શું છે તે જાણો
– વાદળી રંગનો અર્થ થાય છે કુદરતી અને ઔષધ ધરાવતું
– લાલ રંગનો અર્થ થાય છે કુદરતી અને કેમિકલયુક્ત
– કાળો રંગ એટલે કે સંપૂર્ણપણે કેમિકલયુક્ત
– લીલો રંગ એટલે સંપૂર્ણપણે કુદરતી
ઘણી કંપનીઓ કેમિકલ ફ્રી હોવાનો દાવો કરે છે
જો તમે ક્યારેય ટૂથપેસ્ટના કવરના તળિયે જોયું હોય, તો તમે નીચે જોયું હશે અને લીલો, વાદળી, લાલ અથવા કાળો રંગની પટ્ટી જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ એક પ્રકારનો કલર કોડ છે, જે ટચપેસ્ટની દરેક કંપની માટે ઉપલબ્ધ છે. બજારમાં અનેક પ્રકારની ટૂથપેસ્ટ ઉપલબ્ધ છે. ઘણી કંપનીઓની ટૂથપેસ્ટમાં કેમિકલ હોય છે. જો કે ઘણી કંપનીઓ તેમની પ્રોડક્ટ્સ કેમિકલ ફ્રી હોવાનો દાવો પણ કરે છે, પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે તમે જે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી રહ્યા છો તે ખરેખર કેમિકલ ફ્રી છે કે નહીં.
આ કેમિકલ નુકસાન પહોંચાડે છે
ટૂથપેસ્ટમાં વિવિધ પ્રકારના કેમિકલ્સ ઉમેરવામાં આવે છે, જેમાં પોટેશિયમ નાઈટ્રેટ, સોર્બીટોલ, ફ્લોરાઈડ, ટ્રાઈક્લોસન, એબ્રેસિવ્સ, કેલ્શિયમ, ડીકેલ્શિયમ ફોસ્ફેટ અને બેકિંગ સોડા જેવા કેમિકલનો સમાવેશ થાય છે.
કેમિકલના કારણે સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે
- ઘણી કંપનીઓ ટૂથપેસ્ટને ચમકતો રંગ આપવા માટે ડાય કેલ્શિયમ ફોસ્ફેટનો ઉપયોગ કરી રહી છે. પરંતુ, શું તમે જાણો છો કે, આ ડાઈ કેલ્શિયમ ફોસ્ફેટ પ્રાણીઓના હાડકાના પાવડરમાંથી બનાવવામાં આવે છે.
- એટલું જ નહીં તેમાં ફ્લોરાઈડ પણ ઉમેરવામાં આવે છે. ટૂથપેસ્ટ જેમાં ડાઈ કેલ્શિયમનું પ્રમાણ 1000 PM કરતાં વધુ હોય છે, તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેનાથી ફ્લોરોસિસ નામની બીમારી થઈ શકે છે.
- સોડિયમ લૌરીલ સલ્ફેટને ટૂથપેસ્ટ બનાવવા માટે તેમાં ઉમેરવામાં આવે છે. સોડિયમ સલ્ફેટ મોંમાં ચાંદા, હોર્મોન અસંતુલન અને બળતરા જેવી સમસ્યાઓનું જોખમ વધારે છે.