આ નવા તારાથી સમયની સાથે સુર્યના વિકિરણો કેવી રીતે બદલાય છે તેની જાણ થશે અને પૃથ્વીના વાતાવરણમાં થતા બદલાવો પરના રહસ્યો ઉકેલાશે
વૈજ્ઞાનિકોએ એક નવો તારો શોધ્યો છે જે તદન સુર્ય જેવો જ છે. સુર્ય જેવા આ નવા તારાની શોધ પૃથ્વી પરના વાતાવરણમાં બદલાવના રહસ્યો ઉકેલશે. તેમ છતાં વૈજ્ઞાનિકો માટે એ જાણવું રસપ્રદ અને મહત્વનું રહેશે કે આ નવા તારાથી પૃથ્વીને શું અસર થશે.
સુર્યની સપાટી પર સ્થિત ડાઘ ૧૧ વર્ષ માટે આવે અને જાય છે આ ચક્રને સોલાર સાયકલ કહેવાય છે અને આ સોલાર સાયકલ સોલાર ડાયમેનો થકી ચાલે છે જે ચુંબકીય ક્ષેત્ર, સંવહન અને રોટેશન વચ્ચેની એક પરસ્પર ક્રિયા છે. જોકે, આ સોલાર ડાયનેમોની ભૌતિક વિજ્ઞાનની સમજ હજુ પણ વાસ્તવિકતાથી દુર છે ત્યારે હવે ડેનમાર્કમાં આરહુસ યુનિવર્સિટીના સંશોધકોના નેતૃત્વમાં એક આંતરરાષ્ટ્રીય ટીમે નવો તારો શોધી કાઢયો છે. જે સોલાર ડાયનેમોના ભૌતિક વિજ્ઞાનને સમજવામાં ભારે મદદરૂપ થશે.
આ નવો તારો સિગ્નસના નક્ષત્રમાં ૧૨૦ પ્રકાર વર્ષ દુર છે અને તેની સપાટી, દુવ્યમાન, ત્રિજયા અને ઉંમર સુર્ય જેવી જ છે પરંતુ તેની રસાયણિક સંરચનામાં ખુબ જ તફાવત છે. તેમજ સુર્યમાં જેટલા તત્વો છે તેના કરતા બે ગણા તત્વોથી આ નવો તારો બનેલો છે. જેમાં હાઈડ્રોજન અને હિલીયમથી પણ વધુ ભારે તત્વોનો સમાવેશ છે.
સંશોધનકર્તાઓએ આ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે, આ નવી શોધથી આપણને એ સમજવામાં મદદ મળશે કે કેવી રીતે સમયની સાથે સુર્યના વિકિરણો બદલાય છે અને જેની અસર આપણી પૃથ્વી પરના વાતાવરણમાં પડે છે. આથી આ સંશોધનથી પૃથ્વી પરના વાતાવરણમાં રહસ્યોનો ભેદ ઉકેલાશે.