‘આપકી ખુબસુરતી ઉનકી નજરોં સે’ કોન્સેટમાં ૧૪ યુગલોએ આપી સંબંધોની કેમેસ્ટ્રીની એકઝામ
વિનસ ક્રીમ બાર એ આરએસપીએલ લિ.ની કવોલિટી પ્રોડકટ છે. કંપનીએ રાજકોટમાં યોજાયેલ વિનસ ક્રીમ બાર પ્રેઝન્ટસ ‘આપકી ખૂબસુરતી ઉનકી નજરસે’ સ્પર્ધામાં વિજેતા તરીકે રવિ ચંદારાણા અને કોમલ ચંદારાણા રાજકોટ એડીશનનાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ગ્રાન્ડ ફાયનલના વિજેતા તરીકે આરજે મેઘના, મોડલ સોનલ ચૌહાણ અને કોરિયોગ્રાફર અજેન્દ્ર ગૌતમ હતા. સ્પર્ધાને ખૂબ જ અદભુત પ્રતિસાદ મળ્યો હતો અને યુગલોએ ખુબ જ રસ દર્શાવ્યો હતો. યુગલોને તેમના સંબંધીનો કેમિસ્ટ્રી અંગે અભિવ્યકિત કરવા તથા અનુભવુ જણાવવાનું કહેવાયું હતું અને આ પ્રક્રિયા દરમ્યાન લગ્નજીવનની કુમાશ અને સૌંદર્ય વ્યકત થયું હતું.આ રાષ્ટ્રીય સ્પર્ધાનો બીજો મુકામ રાજકોટમાં હતો અને આ સ્પર્ધા ૩ દિવસ ચાલી હતી અને તેમાં પસંદગીના સ્પર્ધકો માટે ફેસ ટુ ફેસ ઓડીશન અને એ પછી ગ્રુમીંગ સેશન્સ યોજાઈ હતી. એ પછી રાજકોટમાં ફોર્ચ્યુન હોટલ ખાતે ભવ્ય સમારંભમાં વિનસ ક્રીમ બાર ‘આપકી ખૂબસુરતી ઉનકી નજરસે’ના વિજેતાઓ તરીકે રવિ ચંદારાણા અને કોમલ ચંદારાણાના નામની જાહેરાત કરવામાં આવી હતી. એક બ્રાન્ડ પ્રોપર્ટી તરીકે ૧૪ શહેરોનાં પરિણિત યુગલો વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં યુગલોને તેમના લગ્નજીવનમાં પ્રેમ પુન:સંપાદિત કરવાની તક આપવામાં આવી હતી. પોતાની લાગણીની અભિવ્યકિત કરવાની વાત આવે ત્યારે ભારે સંકોચ અનુભવતા આ સમાજમાં આ સ્પર્ધા દ્વારા યુગલો વચ્ચે અભિવ્યકિતની તાકાત અને અસરકારકતાને બિરદાવવાનો પ્રયાસ કરાયો હતો અને તે સાથે સંબંધોની કુમાશને પુન:જીવીત કરવામાં આવી હતી. સ્પર્ધા અંગે પ્રતિભાવ આપતા વિનસ ક્રીમ બારના મેનેજીંગ ડિરેકટર રાહુલ જ્ઞાનચંદાણીએ જણાવ્યું હતું કે, ‘આ સ્પર્ધા પાછળનો વ્યુહાત્મક ધ્યેય યુગલોને પોતાના લગ્ન જીવનનું બંધન કેવી રીતે મજબુત કરવું તે શિખવવાનો, તેનું સંવર્ધન કરવાનો તથા તેને માણવાનો છે. એમને જે પ્રતિભાવ હાંસલ થયાે છે અને જે લાગણીઓ વ્યકત થઈ છે તેનાથી અમે ખૂબ જ આનંદિત છીએ.’આ એક પ્રથમ ઈવેન્ટ છે અને અન્ય વધુ ઈવેન્ટ યોજાવાના છે. સપ્ટેમ્બરથી શ‚ કરીને આ સ્પર્ધા ૬ માસ સુધી ચાલશે. હવે પછી જે શહેરોમાં સ્પર્ધા યોજશે. તેમાં નાગપુર, દિલ્હી, અમૃતસર, જયપુર, જોધપુર, ભોપાલ, ઈન્દોર, જબલપુર, રાયપુર, આગ્રા, લખનૌ અને છેલ્લે વારાણસીમાં યોજાશે. આગામી સ્પર્ધાઓમાં અનેક યુગલ ભાગ લેશે તેવી અપેક્ષા છે.