ક્યારેક કોઈને કહેવાનું,
ક્યારેક કોઈને આપવાનું,
ક્યારેક પોતાના માટે કરવાનું,
ક્યારેક સ્વપ્નનો સુધી પહોંચી જવાનું,
ક્યારેક વાતોને યાદ કરવી બસ,
ક્યારેક વાતોને ભૂલી જવી બસ,
ક્યારેક થઈ જવું છે કામમાં વ્યસ્ત,
ક્યારેક કોઈની પાસે હૈયું ખોલવું છે,
ક્યારેક કોઈની સાથે હૈયુ છોડી દેવું છે,
ક્યારેક આ જીવનમાંથી કંઈક મેળવું,
ક્યારેક આ જીવનમાંથી કંઈક કાઢી નાખવું,
ક્યારેક ભક્તિના રંગે મેળવવા ઈશ્વર,
ક્યારેક પ્રેમના તાંતણે જોડાવુ આ મનને,
ક્યારેક શોધી સફળતા
ક્યારેક પામી લેવી નિષ્ફળતાથી સફળતા,
ક્યારેક સવાલો આવે અઘરા,
ક્યારેક જવાબો પવા આવે તે સહેલા,
ક્યારેક વ્યક્તિ તો ક્યારેક જીવન,
ક્યારેક એક આરંભ તો, ક્યારેક એક અંત,
વિચારે આ મન ભૂલી, વર્તમાનમાં જોડે વધારે તે, ભૂતકાળ અને ભવિષ્ય.
આવું કંઈક વિચારે તે આ મન.
– દેવ એસ મહેતા