જે દંપતીઓ નિયમિત ‘સેકસ’માણે છે તે વિવિધ બિમારીઓથી દુર રહેતા હોવાનું લંડન યુનિવર્સિટીના અભ્યાસમાં બહાર આવેલું તારણ
માનવ સમાજની સંસ્કૃતિ અને ધર્મના મુળભુત સિઘ્ધાંત અને આદેશોમાં લગ્ન જીવનને અનિવાર્ય અને પુણ્યનું કાર્ય ગણવામાં આવે છે. લગ્નજીવન પ્રભુની પ્રાપ્તિ અને સામાજીક જીવનની જવાબદારીની પરિકલ્પનાને પૂર્ણ બનાવવા માટે અનિવાર્ય ગણવામાં આવે છે. આ પરંપરાને તંદુરસ્ત જીવન અને લાંબા આયુષ્ય સાથે સીધો જ સંબંધ હોવાનો તાજેતરમાં જ આવેલા એક અભ્યાસમાં ખુલવા પામ્યું છે.
લાંબા આયુષ્ય માટે સુખી જાતિય જીવનની અનિવાર્ય તો અને હ્રદય રોગનો પહેલો હુમલો આવ્યા પછી મૃત્યુના નિવારણ માટે સુખી જાતિય જીવન ખુબ જ ઉપયોગી થતુઁ હોવાનું વિજ્ઞાનના અભ્યાસમાં સિઘ્ધ થયું છે.
તાજેતરમાં લંડન યુનિવર્સિટીના સંશોધન અભ્યાસમાં જાતિય જીવન અને સક્રિય સેકસ લાઇફ હ્રદયરોગના દર્દીઓ માટે મૃત્યુને પાછળ ઠેલવામાં અસરકારક હોવાનું બહાર આવ્યું છે. પ્રથમ હદયરોગ પછી જે લોકો નિયમીત જાતિય જીવન માંણતા હોયફ તેમને લાંબા સમય સુધી મૃત્યુ આવતું નથી.
એક અભ્યાસમાં ૧૧૨૦ પુરુષો અને મહીલાઓ કે જેમનું વય જુથ યુવાનથી લઇ ૬૫ વર્ષના હોય તેવા અને જેમને પ્રથમ હ્રદય રોગનો હુમલો આવ્યો હોય તેવા લોકોમાંથી કયારેય શરીર સુખ ન માણ્યું હોય તેવા ૫૨૪ દર્દીઓના કાયમી જાતિય જીવન માણનારા લોકો કરતાં વહેલા મૃત્યુ થયા હોવાનું જોવા મળ્યું.
જે લોકો અઠવાડીયામાં એકવાર ‘સેકસ’માણતા હોય તેવા લોકોમાં મૃત્યુનુ પ્રમાણ ૨૭ ટકા ઓછા જોવા મળ્યું છે. જે લોકો સપ્તાહમાં બે વાર સેકસ માણતા હોય તેવા લોકોમાં ૧ર ટકા થી ઓછું મૃત્યુ અને જે લોકો અનિયમિત સેકસ માંણતા હોય તેમાં આ પ્રમાણ સહેજ ઉંચી જોવા મળે છે. જેથી જાતિય જીવન અને લાંબા આયુષ્ય સાથે સીધો સંબંધ હોવાનું ખુલવા પામ્યું છે. હ્રદયરોગના હુમલા પછી જે લોકો નિયમિત સેકસ માણે છે. તેમનું આયુષ્ય સેકસ ન માણતારાઓ કરતા લાંબુ હોય છે.
અઠવાડીયામાં એકવાર સેકસ માણનારાઓમાં મૃત્યુનુ પ્રમાણ ૨૮ ટકા ધટી જાય છે.
દરરોજ માણનારા લોકોમાં ૨૮ ટકા મૃત્યુનો ભય ધટી જાય છે. અને અઠવાડીયામાં એકવાર સુખ ભોગવતાં લોકોમાં ૩૩ ટકા મૃત્યુ નિવારાયું હોવાનું જાણવા મળ્યું છે. જાતિય જીવન લાઇફ લાઇન વધારવા માટે અનિવાર્ય પરિબળ હોવાનું લંડન યુનિવર્સિટીના રિસસમાં જાણવા મળ્યું છે જે લોકો સપ્તાહમાં એકથી વધુ વાર જાતીય સુખ ભોગવતા હોય તેમા હ્રદય રોગનું પ્રમાણે ઓછું જોવા મળે છે.
૪૯ વર્ષની વય જુથના લોકો ૫૮ વર્ષની વય જુથના સેકસ વગરની જીંદગીવાળા કરતાં વધુ તંદુરસ્ત દેખાયા છે.
જાતિયજીવનથી દુર રહેનારા લોકોમાં હાઇબ્લડ પ્રેશર ઉંચુ કોલેસ્ટરોલ ડાયાબીટીશ અને વર્ષભર આરોગ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ જે લોકો અઠવાડીયામાં એક થી વધુ વાર સેકસ માણે છે તેમનું આરોગ્ય વધુ સારુ રહે છે. સમાજમાં કુંવારાઓને મૃત્યુ પછી પણ મોક્ષ નથી મળતો તેવી માન્યતા ઓ પાછળ જીવન માટે જાતિય જીવન જરુરી હોવાની મુદ્દો જ હોવા જોઇએ તે આ અભ્યાસ પરથી ફળીભુત થાય છે.