પત્ની સાથે સેકસ એ પતિનો અધિકાર છે પરંતુ ઓરલ સેકસ કે સૃષ્ટિ વિરુધ્ધના કૃત્ય બદલ ગુનો બને છે: હાઈકોર્ટનું અવલોકન
પત્નીની સંમતિ વગર પતિએ પત્ની સો બાંધેલો શારીરિક સબંધ મેરીટલ રેપ ન ગણાય તેવો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, પત્ની સો સેકસ એ પતિનો અધિકાર છે પરંતુ પત્ની સો કરેલુ ઓરલ સેકસ કે સૃષ્ટિ વિરુધ્ધના કૃત્ય બદલ પતિ સામે ગુનો બને છે. પત્ની સો સંમતિ વિના યેલી જબરજસ્તી એ ક્રુરતા ગણાય તેવું પણ કોર્ટે ચુકાદામાં તાકયું હતું.
આ કેસમાં ઈડરના એક તબીબ દંપતિમાંથી પત્નીએ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પતિ તેમની ઈચ્છા વગર શારીરિક સબંધ બાંધે છે. તેમજ ઓરલ સેકસ અને અકુદરતી શારીરિક સબંધ માટે મજબુર કરે છે. મહિલાએ આઈપીસીની કલમ ૩૭૬ હેઠળ આ કૃત્યને મેરીટલ રેપ ગણવા તેમજ બળજબરીી કરાતા ઓરલ સેકસ અંગે આઈપીસીની કલમ ૩૭૭ મુજબ પતિ પર કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદનો નિકાલ કરવા મહિલા તબીબના પતિએ ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, આઈપીસીની કલમ ૩૭૫માં આપેલી બળાત્કારની વ્યાખ્યામાં મેરીટલ રેપનો સમાવેશ તો ની. તેી પતિ વિરુધ્ધ કલમ ૩૭૬ હેઠળ બળાત્કારની કાર્યવાહી ઈ શકે નહીં. આ કલમમાં એક અપવાદ છે જેમાં ફસ્ટ જણાવાયું છે કે, પુરૂષ તેની ૧૮ વર્ષી વધુ વયની પત્ની સો જાતિય સંભોગ કે જાતિય કૃત્ય કરે તો તેને બળાત્કાર ગણવામાં નહીં આવે.
ન્યાયાધીશ જે.બી.પારડીવાલાએ ચુકાદામાં નોંધ્યું છે કે, ઓરલ સેકસની બાબતે ફરિયાદમાં કલબ ૩૭૭ સમાવિષ્ટ છે. તે હેઠળ કાર્યવાહી થહીઈ શકે. જે ગુના દર્શાવવામાં આવ્યા છે તે આચરવામાં આવ્યા હોય તો ગુનો બને છે. આવા ગુના માટે સંમતિ આવશ્યક નથી.
કુદરતના ક્રમ વિરુધ્ધના દરેક કૃત્યમાં ગુનો બને છે. આ તમામ કૃત્યોમાંથી સો નિર્લજ વ્યવહારનો ગુનો બનતો હોવાી કલમ ૩૫૪ હેઠળ ગુનો નોંધવાનો આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,