પૃથ્વી પર વસતા દરેક માનવીનાં રક્તનો કલર લાલ છે. માનવીને સર્જરીમાં-અકસ્માતમાં-લોહી ઓછુ થવાના જેવા વિવિધ કિસ્સામાં રક્ત ચડાવવાની જરૂર પડે છે. કોઇક રક્તદાન કરે તો જ તે બીજાને આપી શકાય છે. રક્તદાન સૌથી શ્રેષ્ઠ અને મહાદાન છે. બ્લડ બેંક તમારા રક્તની વિવિધ નિયત તપાસ કર્યા બાદ જ બીજાને આપે છે. રક્ત અને તેના રહસ્યો કુદરતની અણમોલ ભેટ છે. લોહીના પ્રત્યેક માઇક્રોલીટર જથ્થામાં 40 થી 60 લાખ રક્તકણો હોય છે. આજે દુનિયાભરમાં લોહીના વિવિધ રોગો પણ જોવા મળે છે, જેમાં રક્તમાં રહેલી ઘણી બધી ઉણપને કારણે આવા રોગો થતાં હોય છે.
આપણા જીવનમાં આપણે અચાનક જ જીવનનાં સૌંદર્ય પ્રત્યે જાગરૂત થઇ જઇએ છીએ. વસંતના આગમન ટાણે આપણા જીવનમાં એક તાજગી અને આનંદની ક્ષણોનો ઉભરો આવે છે. નવપલ્લવિત વૃક્ષો અને તેના પુષ્પગુચ્છોની જેમ માનવ શરીરમાં પણ પળેપણ આવી વસંત આવે છે, જેનું કારણ છે કુદરતની અણમોલ ભેટ-રક્ત, રુધિર, લોહી. અનાદિકાળથી લોહીને આપણે મંત્રમુગ્ધ બનીને જોઇએ છીએ. અજ્ઞાન ગુફાવાસી આદિમાનવી પણ એટલું તો સમજી શકતો કે જીવન બચાવવા લોહી બચાવવું જરૂરનું છે.
રક્તમાં ઘણાં ગૂઢ રહસ્યો છુપાયાં છે. આશ્ર્ચર્યની વાત તો ત્યાં છે કે રક્ત વિશે વધુ જાણવા આપણે કોશિશ કરીએ છીએ ત્યારે જ આપણને સમજાય છે કે રક્ત વિશે આપણે કેટલું થોડું જાણીએ છીએ! હજારો વૈજ્ઞાનિકોએ રક્તમાં રહેલાં ગૂઢ રહસ્યોનો ભેદ ઉકેલવા જીવનભર પરિશ્રમ કર્યો છે. બાયોકેમિસ્ટોએ હિમોગ્લોબીન અને પ્રોટીન પદાર્થોને અવિરત અભ્યાસ આદર્યો છે. લોહીનાં દર્દોને સમજવા તથા તેની વધુ ઉમદા સારવાર થઇ શકે તેવા માર્ગ શોધવા હિમેટોલિજિસ્ટે તેમનું જીવન સમર્પિત કર્યું છે.
સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે લોહીનો સ્વાદ ખારો હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળનું વિજ્ઞાન શું છે? લોહીના ખારા સ્વાદનું મુખ્ય કારણ સોડિયમ ક્લોરાઇડ એટલે કે તેમાં રહેલું મીઠું છે.
વાસ્તવમાં સોડિયમ આપણા શરીર માટે આવશ્યક ખનિજ
તે આપણા શરીરમાં પાણીનું સંતુલન જાળવવામાં મદદ કરે છે અને ચેતા અને સ્નાયુઓની કામગીરી માટે પણ જરૂરી છે.
લોહીમાં સોડિયમનું પ્રમાણ ચોક્કસ મર્યાદામાં રહે છે. તે આ સોડિયમ છે જે લોહીને તેનો ખારો સ્વાદ આપે છે. આ સિવાય જ્યારે આપણે લોહીનો સ્વાદ લઈએ છીએ, ત્યારે આપણી જીભ પરની સ્વાદની કળીઓ આ સોડિયમને ઓળખે છે અને આપણને ખારા સ્વાદનો અનુભવ થાય છે.
આપણો ખોરાક પણ લોહીના સ્વાદને અસર કરી શકે છે. જો આપણે વધુ પડતું મીઠું ખાઈએ તો આપણા લોહીમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે અને લોહીનો સ્વાદ વધુ ખારો થઈ જાય છે.
કેટલીક સ્વાસ્થ્ય સ્થિતિઓને કારણે લોહીનો સ્વાદ પણ બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે, કિડનીના રોગમાં, શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી શકે છે, જેના કારણે લોહીનો સ્વાદ વધુ ખારો થઈ શકે છે.