સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

સમલૈંગિક હોવું એ કોઈ ગુન્હો નથી પરંતુ આપણા સમાજમાં આ પ્રકારના લોકોને હીન નજરથી જોવામાં આવે છે તે વાતમાં પણ શંકાને સ્થાન નથી. સમલૈંગિક હોવું એ એક કુદરતી બાબત છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણા પ્રાચીન ગ્રંથો પણ પુરા પાડે છે. મહાભારતમાં પણ એક એવું પાત્ર હતું જે સમલૈંગિક દર્શાવવામાં આવ્યું છે જેનું નામ શિખંડી હતું. મહાભારત જેવા ગ્રંથમાં આ પ્રકારનું પાત્ર દર્શાવવા પાછળનો તર્ક ચોક્કસ એ હોવી જોઈએ કે, તે સમયમાં પણ સમલૈંગિક લોકોને સમાજમાં સમાન અધિકાર સાથે જીવવાનો અધિકાર છે. હવે આ દિશામાં સુપ્રીમે એક પગલું આગળ વધાર્યું છે. સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવી કે કેમ? તે દિશામાં સુનાવણી હાથ ધરી છે. સુપ્રીમે કેન્દ્ર સરકાર પાસે તેમનો અભિપ્રાય પણ માંગ્યો છે. સુપ્રીમે માંગેલા અભિપ્રાય પાછળ પણ ખૂબ મોટું રહસ્ય છુપાયેલું છે. જો સમલૈંગિક લગ્નને માન્યતા આપવી હોય તો તેના માટે કાયદામાં સુધારો કરવો આવશ્યક છે અને તેવું કરવાની સત્તા ફક્ત સરકાર પાસે હોવાથી જો સરકાર આ બાબતે હકારાત્મક અભિગમ દાખવે તો સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી શકે છે.

વર્ષ 2018માં ભારતીય દંડ સંહિતાની કલમ 377 એટલે કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ નાબૂદ થયા બાદ પણ સજાતીય સંબંધવાળા લોકોને અનુકૂળ વાતાવરણ મળી શક્યું નથી તે વાસ્તવિકતા છે. હજુ પણ આ પ્રકારના લોકો ખૂલીને બહાર આવી શકતા નથી. જેનું મુખ્ય કારણ ક્યાંક આપણી સમાજ વ્યવસ્થા છે. સમાજ હજુ પણ આ પ્રકારના લોકોને છોછ અનુભવાય તેવી દ્રષ્ટીએ જુએ છે જેના લીધે આ લોકો ઘર-પરિવાર-કાર્યસ્થળ-સમાજમાં આ બાબતે કોઈ ખુલાસો કરી શકતા નથી જેના લીધે તેમને સતત દ્વિ વ્યક્તિત્વમાં એટલે કે ડ્યુલ લાઈફ જીવવી પડતી હોય છે.

સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર શુક્રવારે એટલે  સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જેમાં એટર્ની જનરલને પણ એક નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં કોર્ટે તમામને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવા માટે જણાવવામાં આવ્યું છે.સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેની શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં આ સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ દ્વારા કરવામાં આવી હતી. જો.કે આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાના મામલે તપાસ કરવા સંમતિ આપી છે. જે બાદ સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે સમલૈંગિક લગ્નને કાયદેસર કરી શકાય કે નહીં. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જેમાં એટર્ની જનરલને પણ એક નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં કોર્ટે તમામને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

હૈદરાબાદમાં રહેતા એક સમલૈંગિક યુગલની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ગે લગ્નને પણ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટ પણ આ મામલે સુનાવણી કરી રહી છે. તેના પર એડવોકેટ સંજય કિશન કૌલે કહ્યું કે આ મામલો કેરળ હાઈકોર્ટમાં બે વર્ષથી પેન્ડિંગ છે. તે જનહિતનો વિષય છે કારણકે તે બંધારણીય અધિકારનો વિષય છે.

સમગ્ર મામલામાં એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું કે આ નવતેજ અને પુટ્ટુસ્વામીના ચુકાદા સાથે સંબંધિત મુદ્દો છે. જે અધિકારો સાથે સંબંધિત છે. અમે ધર્મ સંબંધિત હિંદુ મેરેજ એક્ટ પર નથી જઈ રહ્યા. પરંતુ અમે કહી રહ્યા છે કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ હોવી જોઈએ. હૈદરાબાદમાં રહેતા બે ગે પુરૂષોની અરજીમાં કહેવામાં આવ્યું છે કે એલજીબીટીક્યું+ નાગરિકોને પણ તેમની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર મળવો જોઈએ. બન્ને પુરુષોની જોડી છેલ્લા 10 વર્ષથી સાથે જ રહે છે.અરજીમાં જણાવાયું છે કે કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન બંનેને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને જ્યારે તેઓ સ્વસ્થ થયા ત્યારે તેઓએ તેમના સંબંધોની ઉજવણી કરવા માટે તેમની 9મી વર્ષગાંઠ પર લગ્ન સહ પ્રતિબદ્ધતા સમારોહ યોજવાનું નક્કી કર્યું હતું. તેઓએ ડિસેમ્બર 2021 માં પ્રતિબદ્ધતા સમારોહ યોજ્યો હતો. જેમાં તેમના માતાપિતા, કુટુંબીજનો અને મિત્રોએ હાજરી આપી હતી. જો.કે આવું હોવા છતાં તેઓ વિવાહિત યુગલના અધિકારોનો આનંદ માણતા નથી.

સમલૈંગિક લગ્નનો સ્પેશ્યલ મેરેજ એક્ટમાં સમાવેશ કરાશે ?

સમગ્ર મામલામાં એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું કે આ નવતેજ અને પુટ્ટુસ્વામીના ચુકાદા સાથે સંબંધિત મુદ્દો છે. જે અધિકારો સાથે સંબંધિત છે. અમે ધર્મ સંબંધિત હિંદુ મેરેજ એક્ટ પર નથી જઈ રહ્યા. પરંતુ અમે કહી રહ્યા છે કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ હોવી જોઈએ. હૈદરાબાદમાં રહેતા બે ગે પુરૂષોની અરજીમાં કહેવામાં આવ્યું છે કે એલજીબીટીક્યું+ નાગરિકોને પણ તેમની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર મળવો જોઈએ. બન્ને પુરુષોની જોડી છેલ્લા 10વર્ષથી સાથે જ રહે છે.

લગ્ન માટે પાત્રની પસંદગી બંધારણીય અધિકાર તો સમલૈંગિકને માન્યતા કેમ નહીં?: અરજદારનો સવાલ

હૈદરાબાદમાં રહેતા એક સમલૈંગિક યુગલની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ગે લગ્નને પણ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટ પણ આ મામલે સુનાવણી કરી રહી છે. તેના પર એડવોકેટ સંજય કિશન કૌલે કહ્યું કે આ મામલો કેરળ હાઈકોર્ટમાં બે વર્ષથી પેન્ડિંગ છે. તે જનહિતનો વિષય છે કારણકે તે બંધારણીય અધિકારનો વિષય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.