જો હા, તો તમને ક્રોનિક કિડની ડિસીઝ છે કે નહીં એ ચેક કરાવવા આજે જ યુરિન અને બ્લડ-ટેસ્ટ કરાવો. લગભગ કિડની ડિસીઝના ૨/૩ કેસ પાછળ ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર જવાબદાર છે. જો એ એના લાસ્ટ સ્ટેજ પર પહોંચે તો વ્યક્તિને કિડની ડાયાલિસિસ અવા ટ્રાન્સપ્લાન્ટની પણ જરૂર પડી શકે છે
શરીરમાં કિડની એક એવું અંગ છે જે શરીરનો કચરો સાફ કરવાનું કામ કરે છે. માની લઈએ કે એમાં કોઈ ખરાબી આવી જાય તો શું થાય? શરીરનો કચરો શરીરની બહાર ન જઈ શકે અને લોહીમાં એનું પ્રમાણ ઘણું વધી જાય જેને કારણે બીજી ઘણી તકલીફો શરૂ ઈ જાય. જેમ કે બ્લડ-પ્રેશર, એનીમિયા, નબળાં હાડકાં વગેરે. કિડનીના પ્રોબ્લેમને કારણે હાર્ટની તકલીફો પણ વધી જાય છે.
કિડનીને ડેમેજ કરતી પ્રક્રિયા જેને કારણે વ્યક્તિની સ્વસ્ રહેવાની શક્યતાઓ ઘટી જાય છે એવી કન્ડિશનને ક્રોનિક કિડની ડિસીઝ કહે છે. કિડની ડિસીઝ એ એક પ્રકારની એવી તકલીફ છે જે ધીમે-ધીમે શરીરમાં આકાર લે છે. એ ક્યારેય તરત જ નથી તથી. એથી જ એનાં લક્ષણો ખાસ સામે આવતાં નથી. જ્યારે ક્રોનિક કિડની ડીસીઝ એના લાસ્ટ સ્ટેજમાં પહોંચે છે ત્યારે મોટા ભાગના લોકોને કિડની ડાયાલિસિસ પર નર્ભિર રહેવું પડે છે અને જ્યારે એ પણ કામ લાગતું ની ત્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે છે. ભારતમાં ચાર લાખી ઉપર લોકો ક્રોનિક કિડની ડિસીઝના લાસ્ટ સ્ટેજમાં જીવે છે અને માત્ર એક ટકા લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ થાય છે.
કિડની ડિસીઝનો સૌથી મોટો પ્રોબ્લેમ જ એ છે કે માઇલ્ડ કે મોડરેટ લેવલનો પ્રોબ્લેમ હોય ત્યારે વ્યક્તિને કોઈ ખાસ નર્દિશ મળતા ની જેનાથી જાણી શકાય કે કિડનીમાં કોઈ તકલીફ હોઈ શકે. જ્યારે અતિ ભયંકર અવસમાં કિડની પહોંચે ત્યારે જ વ્યક્તિને ખબર પડે છે અને ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. કિડની ડિસીઝ મોટા ભાગે ૫૦ વર્ષની ઉપરના લોકોમાં જ વધુ જોવા મળે છે, પરંતુ આજકાલ નાની ઉંમરે પણ ઘણા લોકોને આ તકલીફ થાય છે.
કારણ
મોટી ઉંમરે કિડની ડિસીઝ થવા પાછળનાં મુખ્ય કારણોમાં વધતી ઉંમરે શરીરની અવસ જવાબદાર ગણાય છે. ખાસ કરીને ૬૦ વર્ષની ઉંમર પછી જ્યારે એમનેમ પણ શરીર નબળું પડતું જાય છે ત્યારે કિડની પોતાની રીતે ડેમેજ થાય છે અને વ્યક્તિને ક્રોનિક કિડની ડિસીઝ ઈ શકે છે. જે વ્યક્તિને બ્લડ-પ્રેશર કે ડાયાબિટીઝ હોય તેને ક્રોનિક કિડની ડીસીઝ વાની પૂરી શક્યતા છે. લગભગ કિડનીના ૨/૩ કેસ પાછળ જવાબદાર આ બન્ને કારણો છે. આ ઉપરાંત કોઈ પણ દુખાવા માટે લેવામાં આવતી પેઇનકિલર દવાઓને કારણે કિડની પર લોડ આવે છે જેને કારણે કિડની ડેમેજ થાય છે. વધુપડતી પેઇનકિલર્સ ખાવાને કારણે પણ ક્રોનિક કિડની ડિસીઝ ઈ શકે છે. આ ઉપરાંત કિડનીની અલગ-અલગ બીમારીઓ જેમ કે પોલિસિસ્ટિક કિડની ડિસીઝ, કિડનીમાં પરી કે કોઈ જાતનું યુરિનનું ઇન્ફેક્શન હોય તો પણ ક્રોનિક કિડની ડિસીઝ વાની શક્યતા વધુ હોય છે.
લક્ષણો
ક્રોનિક કિડની ડિસીઝનાં કોઈ ખાસ લક્ષણો એના પ્રામિક સ્ટેજમાં સામે આવતાં નથી. ઊલટું જ્યારે અતિ ઈ જાય છે ત્યારે અમુક લક્ષણો દેખાય છે ખૂબ થાક લાગવો, અશક્તિ લાગવી, પગ પર સોજા આવવા, વારંવાર યુરિન પાસ થવું, થોડુંક ચાલવાી એકદમ શ્વાસ ટૂંકા પડવા લાગે કે બ્રેલેસ ફીલ થાય, ભૂખ મરી જાય જેને કારણે ઘણું વજન ઘટી જાય, હાડકાં અને સ્નાયુઓમાં ખૂબ દુખાવો થાય વગેરે લક્ષણો ક્રોનિક કિડની ડિસીઝમાં દેખાઈ શકે છે. વળી આ એક સાઇકલ છે. કિડની ડિસીઝને કારણે હાડકાં કે સ્નાયુઓમાં દુખાવો થાય અને એને કારણે વ્યક્તિ પેઇનકિલર લે અને કિડની વધુ ડેમેજ કરે. આમ લક્ષણો દ્વારા રોગને ઓળખવો ખૂબ જરૂરી છે.
શું કરવું?
કોઈ પણ વ્યક્તિએ ૩૦ વર્ષની ઉંમર પછી બ્લડ-પ્રેશર ટેસ્ટ, શુગર ટેસ્ટ, યુરિનની પ્રોટીન ટેસ્ટ, બ્લડની ક્રીઆટિનિન ટેસ્ટ કરાવવી ખૂબ જ જરૂરી છે. જો જરૂરી લાગે તો ડોક્ટરની સલાહ મુજબ કિડનીની અલ્ટ્રા સાઉન્ડ ટેસ્ટ પણ કરાવી શકાય.
આ ટેસ્ટ ૫૦ વર્ષની ઉંમર સુધી દર વર્ષે કરાવતાં રહેવી પણ એટલી જ જરૂરી છે જેથી થોડી પણ ખરાબી હોય તો પકડી શકાય. જ્યારે ૫૦ પછી ફરજિયાત ૬ મહિને આ ટેસ્ટ કરાવતાં રહેવી જોઈએ.
ખાસ કરીને બ્લડ-પ્રેશર કે ડાયાબિટીઝના પેશન્ટે તો ખૂબ સાવધાન રહેવાની જરૂર હોય છે. જે રીતે દર મહિને તેઓ શુગર ટેસ્ટ અને બ્લડ-પ્રેશર ચેક કરાવે છે એ જ રીતે દર મહિને તેમણે એક યુરિન રિપોર્ટ પણ કરાવવો ફરજિયાત છે.
પેઇનકિલર ખાવાનું બને ત્યાં સુધી ટાળો. કોઈ અસહ્ય દુખાવો હોય ત્યારે જ એનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ કરવો.જે રીતે બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ એક વાર વ્યક્તિને યાં તો તે જીવે ત્યાં સુધી તેણે એની દવાઓ લેવી પડે છે, કિડની ડિસીઝમાં પણ એવું જ છે. આમ કિડનીનું ડેમેજ એક વાર થયું એ કાયમ રહે છે, પરંતુ એને આગળ વધુ ડેમેજ તું અટકાવી શકાય છે.
કિડનીને સ્વસ્થ રાખવા બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝને ક્ધટ્રોલમાં રાખવાં ખૂબ જરૂરી છે. આથી એનું ખાસ ધ્યાન રાખો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com