શાહરુખ ખાનનાં ત્રણેય સંતાનો સ્ટાઇલમાં તેના પિતાથી પાછળ નથી. અવારનવાર અબરામના ક્યુટ ફોટો જોઈને આપણને તેને રમાડવાનું મન થઈ આવે છે. નાનાં ભૂલકાંનાં કપડાં એટલાં સુંદર અને આકર્ષક દેખાતાં હોય કે આપણને બાળપણમાં જવાનું મન થઈને તેમના જેવાં કપડાં પહેરવાનું મન થઈ આવે. આજે અહીં બાળકોનાં કપડાં અને ઍક્સેસરીઝ વિશે વાત કરીશું. કિડ્સ ફેશન-સ્ટુડિયો ચલાવતાં બાળકોના વોર્ડરોબમાં શું હોવું જોઈએ એની વાત કરી રહ્યાં છે. તેમને બાળકોની ફેશનમાં કેવી રીતે રસ લાગ્યો એનું રસપ્રદ કારણ છે. તેમના ઘરના નજીકના પ્રસંગમાં બાળકોનાં કપડાં માટે તેમને ઘણી જગ્યાએ ફરવું પડ્યું તેમ છતાં ઇચ્છિત ડિઝાઇન્સ ન મળી તેથી તેમણે બાળકોનું સ્ટાઇલિંગ કરવા માટે પોતાનો સ્ટુડિયો ખોલી નાખ્યો. તે જણાવે છે, બાળકોનાં કપડાં ખરીદવાં દરેક પેરન્ટ માટે મોટો ટાસ્ક છે. દરેક પ્રસંગમાં આપણે સારાં દેખાઈએ અને બાળકોને નાનાં ગણીને કોઈ પણ કપડાં પહેરાવી દઈએ એ વાજબી ન ગણાય.

બેબી-બોય વોર્ડરોબ

શાહરુખના સૌથી નાના દીકરાને માત્ર તેના ફોટોને લઈને ચમકાવવામાં આવે છે. બાળકો કોઈ પણ પ્રવૃત્તિ કરતાં હોય, હંમેશાં આકર્ષક લાગે છે. હવે જ્યારે અબરામનો ફોટો જુઓ ત્યારે તેનાં કપડાં પર ખાસ ધ્યાન આપજો. પેરન્ટ્સે વધુપડતો ખર્ચ કરવાની પણ જરૂર નથી. અમુક સામાન્ય વસ્તુ વોર્ડરોબમાં રાખી જ મૂકવી જેથી દરેક પ્રસંગે ચિંતા ન કરવી પડે.

બ્લુ ડેનિમ અને વાઇટ શર્ટ દરેક ઉંમરના લોકોના વોર્ડરોબમાં હોય છે તો ભૂલકાંઓ શા માટે એમાં પાછળ રહી જાય? તે ખાસ કહે છે કે બોય્ઝના વોર્ડરોબમાં બે જુદા શેડનાં બ્લુ ડેનિમ અને વાઇટ શર્ટ હોવાં જોઈએ. શર્ટમાં પણ તમે જુદી ડિઝાઇન્સ પર પસંદગી ઉતારી શકો છો. ચેક્સવાળું શર્ટ બાળકો પર કોઈ પણ પ્રસંગે સારું લાગશે. એ સિવાય સસ્પેન્ડર ઉત્તમ ચોઇસ રહેશે. મોટા ભાગે બાળકોને નેપી પહેરાવવાની હોય છે તેથી તેમના માટે સસ્પેન્ડર અને ડંગરી બહુ જ સારાં રહે છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે બાળકોને સ્ટાઇલિશ બનાવો, પરંતુ તેમને તેમનાં કપડાંમાં ડિસકમ્ફર્ટ ન થવું જોઈએ.

બેબી-બોય્ઝના વોર્ડરોબમાં બો (ફૂલ)વાળો ટક્સીડો (સૂટનો એક ભાગ) રાખવો. એની સાથે બેજ જેકેટ (ફોટોમાં અબરામે પહેરેલું જેકેટ) પણ રાખી મૂકવું. એ સિવાય બ્લેઝર પ્રકારનું ખુલ્લું જેકેટ રાખવું. શર્ટ અવા સ્લીવલેસ ટી-શર્ટ પર જેકેટ બોય્ઝને એકદમ સ્ટાઇલિશ લુક આપશે. અફર્કોસ વિવિધ રંગોનાં પ્લેન ટી-શર્ટ જરૂરી છે. એ સિવાય હાફ પેન્ટ અને પાયજામા પણ હોવાં જોઈએ. તમે રાત્રે આઉટિંગ માટે જાઓ ત્યારે બેબીને પાયજામા અને ઢીલું ટી-શર્ટ પહેરાવી શકાય.

ઍક્સેસરીઝની વાત છે તો બોય્ઝ માટે ફુટવેઅર પર ધ્યાન આપવું. તેમના માટે ફ્લોટ્સ, શૂઝ અને સેન્ડલ લઈ રાખવાં. ચંપલ તો તેમના પગમાંથી નીકળી જશે અને કદાચ પડી જાય તો ખ્યાલ પણ નહીં આવે. તેથી બૂટ્સ કે શૂઝ જેવાં ફુટવેઅર પર ધ્યાન આપવું. એ સિવાય માાની કેપની વિવિધ ડિઝાઇન પસંદ કરી શકાય.

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20 3

બેબી-ગર્લ માટે

બાળકો માટે જાણીતી ફેશન-બ્રેન્ડમાં કામ કરતી ચૈતાલી શાહ જણાવે છે, અમે બાળકોનાં કપડાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ફેશન-માર્કેટને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરીએ છીએ. જેમ કે અત્યારે ઇન્ડો-વેસ્ટર્ન થીમ વધારે ચાલી રહી છે. તેથી ૬ વર્ષનાં બાળકોની ડિઝાઇની કપડાંનું ડિઝાઇનિંગ થાય છે. ગર્લ્સ અને ગાઉનનો સંબંધ બહુ જ અનોખો છે અને એ સદાબહાર છે.

ગર્લ્સના વોર્ડરોબમાં જેટલાં કપડાં, ઍક્સેસરીઝ રાખીએ એટલાં ઓછાં પડે. બેબી-ગર્લના વોર્ડરોબની સાદગી માટે આરાધ્યા બચ્ચન અને લારા દત્તાની દીકરી સાયરા ભૂપતિને અનુસરી શકાય. આરાધ્યાના ફોટો મીડિયા શેર કરે છે અને સાયરાના ફોટો તેની મમ્મી લારા દત્તા શેર કરે છે. સામાન્ય રીતે બેબી-ગર્લના વોર્ડરોબમાં પિન્ક કલર હોવો જ જોઈએ. પિન્ક કલરનું ફ્રોક, ટી-શર્ટ, જેકેટ રાખવું. જીન્સ સદાબહાર છે તેી ડેનિમના બે કે ત્રણ શેડ્સ વોર્ડરોબમાં રાખવા જેથી પ્લેન કે પ્રિન્ટેડ ટી-શર્ટ પર ચાલે.

બિજોલી શાહ બેબી-ગર્લનાં ટુટુ સ્કર્ટ અને ગાઉનનો ખાસ આગ્રહ રાખે છે. ચૈતાલી શાહ પણ બોલ ગાઉનને પહેલી પસંદ આંકે છે. ઇન શોર્ટ, ગર્લ્સને ગાઉન લગ્નપ્રસંગે, સંગીતસંધ્યા કે પાર્ટીમાં પણ પહેરાવી શકાય. ગર્લ્સ માટે બોય્ઝ કરતાં વધારે વિકલ્પો હોય છે. લેહંગા સાથે ઑફશોલ્ડર (એક જ બાજુ સ્લીવ હોય એવું) ટોપ પસંદ કરવું. બેબી-ગર્લ્સ માટે જીન્સની સંખ્યા મર્યાદિત રાખવી, પરંતુ સ્કર્ટ અને ફ્રોકની સંખ્યા વધારવી. ઍક્સેસરીઝમાં બેબી-ગર્લ્સ પાસે હેરબેન્ડ અને બેબીપિન્સની વરાઇટી ઉપલબ્ધ છે. તમને બોલીવુડ કે હોલીવુડ સ્ટાર્સની બેબી ગર્લના માામાં હેરબેન્ડ અવા હેરપિન્સ ખાસ જોવા મળશે. દર વખતે આ સ્ટાર કિડ્સના માાની હેરબેન્ડ જુદા રંગની અને ડિઝાઇનની જોવા મળે છે. એ સિવાય તેમના ફુટવેઅરમાં પણ વરાઇટી જોવા મળે છે. બેબી-ગર્લના વોર્ડરોબમાં બેલેરીના શૂઝને પ્રાથમિકતા મળવી જોઈએ. ચંપલ પર પકડ રાખવા માટે આ ભૂલકાંઓ બહુ નાનાં પડે છે તેથી બૂટ્સ, શૂઝ, સેન્ડલ, ફ્લોટરને પ્રાધાન્ય આપવું. પ્રસંગો અનુસાર ફુટવેઅરના રંગોને પસંદગી આપવી. બેબી-ગર્લ્સને વિવિધ રંગનાં પગનાં મોજાં પણ સૂટ કરશે તેી વોર્ડરોબમાં મોજા અને ફુટવેઅરની અલગ જ રેક રાખવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.