જે ગેરમાન્યતાઓ દરદીનું નુકસાન કરી શકે છે અને એને કારણે તેને કાયમી અંધાપો મળે એ પહેલાં આ માન્યતાઓ હટાવી હકીકતને સમજી લઈએ. જાણીએ કેટલીક સામાન્ય ગેરમાન્યતાઓ વિશે

વર્લ્ડ હેલ્ ઑર્ગેનાઇઝેશનનું એક પ્રણ છે વિઝન ૨૦૨૦ : જોવાનો હક. એમાં રોગોને લીધે આવતા અંધાપાને રોકવાનું કામ સમગ્ર દુનિયામાં કરવામાં આવી રહ્યું છે. મોતિયો દુનિયામાં અંધાપા માટેનું મુખ્ય અને પહેલા નંબરનું કારણ જોવા મળે છે. ભારતમાં પણ એ એટલું જ સત્ય છે. ૨૦૨૦ સુધીમાં અંધાપો મોટા પ્રમાણમાં દૂર કરવો હોય તો મોતિયાને કારણે ઊપજતો અંધાપો સૌી પહેલાં દૂર કરવો જરૂરી છે. ઇન્ડિયન જર્નલ ઑફ ઑપ્ેલ્મોલોજી મુજબ ભારતમાં મોતિયાને કારણે ૨૦૦૧માં દૃષ્ટિહીન યેલી વ્યક્તિઓની સંખ્યા ૭.૭૫ મિલ્યન હતી, જે ૨૦૨૦ સુધીમાં ૮.૨૫ મિલ્યન જેટલી વધી જશે. એનું કારણ એ જણાવવામાં આવ્યું કે પચાસ વર્ષની ઉપરના લોકોની જનસંખ્યા આટલાં વર્ષોમાં વધતી આવી છે. આમ ૨૦૨૦ સુધીમાં મોતિયાને કારણે આવતો અંધાપો રોકવાનું કામ પૂરું તું દેખાય એમ ની. મોતિયો એક એવો રોગ છે, જેનું નામ લઈએ તો આંખે પાટાવાળા ચહેરાઓ અને પેલાં કાળાં ચશ્માં નજર સામે તરી આવે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોતિયાની સર્જરીમાં ઘણા મોટા ફેરફારો આવ્યા છે. આ સર્જરીનો સક્સેસ-રેટ પણ પહેલાં કરતાં ઘણો વધી ગયો છે.

ઉંમરને કારણે તો મોતિયો છે એ સૌી સામાન્ય મોતિયો છે. આંખનો લેન્સ જ્યારે ઘરડો ાય ત્યારે એના કોષો મરવા લાગે છે અને એ કોષો એકત્ર ઈ જાય છે, જેને લીધે એ લેન્સ પીળો ઈ જાય છે અને ધૂંધળો બની જાય છે. એને કારણે વ્યક્તિને ધૂંધળું દેખાય છે અને ચિત્ર સ્પષ્ટ બનતું ની. શરૂઆતમાં ચિહ્નો પ્રબળ હોતાં ની. ધીમે-ધીમે પરિસ્િિત વણસતી જાય છે અને ચિહ્નો પ્રબળ બનતાં જાય છે. મહત્વની વાત એ છે કે આ રોગ અને એની સર્જરી વિશે લોકોમાં અમુક પ્રકારની ખોટી ધારણાઓ બંધાઈ જાય છે. કેટલીક સામાન્ય ગેરમાન્યતાઓ વિશે આજે સ્પષ્ટતા મેળવીએ વિઝન આઇ સેન્ટર, જુહુના ઑપ્ેલ્મોલોજિસ્ટ ડોકટરઅને હિન્દુજા હેલ્કેર સર્જિકલ, ખારના ક્ધસલ્ટન્ટ ઑપ્ેલ્મોલોજિસ્ટ, વિટ્રિઓ-રેટિનલ સજ્ર્યન અને યુવિઆઇટિસ સ્પેશ્યલિસ્ટ ડોકટરપાસેી.

હકીકત : મોતિયા પાછળ આમ તો ઘણાં કારણો જવાબદાર હોય છે, જેમાં ઉંમર એક મહત્વનું કારણ છે. મોટી ઉંમરે માણસને મોતિયો તો હોય છે, પરંતુ એવું જરૂરી ની કે મોટી ઉંમરે જ આ રોગ ાય. અમુક કેસમાં બાળકોને પણ આ રોગ ઈ શકે છે. આ સિવાય ડાયાબિટીઝ, આંખમાં ઇન્જરી, અમુક પ્રકારની દવાઓ પણ મોતિયાના કારક હોય શકે છે.

ગેરમાન્યતા – ૨ : મોતિયો એની મેળે ઠીક ઈ શકે છે

હકીકત : મોતિયો ક્યારેય પાછો જતો રહેતો ની. એક વાર મોતિયો યો એટલે એ સંપૂર્ણ લેન્સ પર અસર કરવાનો જ છે. એવું જરૂર ઈ શકે કે સ્મોકિંગ બંધ કરીએ, બેલેન્સ ડાયટ લેતા હોઈએ, સનગ્લાસિસ પહેરીને અલ્ટ્રાવાયલેટ કિરણોી બચીએ તો એવું ઈ શકે કે મોતિયો એકદમ ઝડપી વધે નહીં. પરંતુ જો એમ સમજતા હોઈએ કે એ જાતે ઠીક ઈ જશે તો એ ખોટું છે.

ગેરમાન્યતા – ૩ : દવાઓ કે આંખનાં ટીપાં વડે મોતિયો ઠીક ઈ શકે

હકીકત : કોઈ પણ પ્રકારની દવા સો મોતિયો ઠીક ઈ શકે નહીં. વળી આ એક પ્રોગ્રેસિવ રોગ છે એટલે કે ધીમે-ધીમે એ વધતો જાય છે. મોતિયાનો પ્રોગ્રેસ પણ કોઈ દવા અટકાવી શકે નહીં. આંખની ઉંમર ાય એટલે મોતિયો આવે છે. જેમ ઉંમરને રોકી શકાતી ની એમ મોતિયાને પણ રોકી શકાય નહીં. મોતિયા માટે સર્જરી જ કરવી પડે છે, સર્જરી સિવાય એનો કોઈ ઉપચાર ની.

ગેરમાન્યતા – ૪ : નજીકનાં કામો કરવાી મોતિયા પર ખરાબ અસર પડે

હકીકત : ઘણા લોકોને મોતિયો હોય ત્યારે સિલાઈ કે વાંચન જેવાં કામો તે મૂકી દે છે. તેમને લાગે છે કે આવાં નજીકનાં કામો કરવાી મોતિયો વધુ બગડશે, પરંતુ હકીકત એ છે કે મોતિયો તમે આંખને કઈ રીતે વાપરો છો એના પર તો ની. ઊલટું એવું ચોક્કસ બને કે નજીકનાં કામો કરતા હોઈએ ત્યારે જોવામાં પડતી તકલીફી અંદાજ આવે છે કે મોતિયો હોઈ શકે છે.

ગેરમાન્યતા – ૫ : મોતિયાની સર્જરી કર્યા પછી ચશ્માં પહેરવાની જરૂર રહેતી ની

હકીકત : જે વ્યક્તિને ચશ્માં છે જ તે વ્યક્તિને લાગે છે કે મોતિયાનું ઑપરેશન કર્યા પછી તેને ચશ્માં પહેરવાની કોઈ જરૂર ની. પરંતુ હકીકત એ છે કે તમારે કયા પ્રકારનો લેન્સ નખાવવો છે એ બાબતે ડોક્ટર સો પહેલેી સ્પષ્ટ કરી લેવું જોઈએ. મોતિયાના ઑપરેશનમાં કયો લેન્સ નાખ્યો છે એ મુજબ કહી શકાય કે નજીકનાં કે દૂરનાં ચશ્માં હજી પહેરવાં પડશે કે નહીં. બીજું એ કે મોતિયા પછી પણ આંખના નંબર ચેક કરાવી એ ક્ધફર્મ કરવું જરૂરી છે.

ગેરમાન્યતા – ૬ : મોતિયાનું ઑપરેશન એક જ પ્રકારનું હોય છે

હકીકત : મોતિયાનું ઑપરેશન ઍવરેજ ૪૦ હજારી લઈને દોઢ લાખ સુધીમાં તું હોય છે. મોટા ભાગના લોકો માને છે કે પૈસા ભલે જુદા છે, પણ ઑપરેશન તો એક જ હોય. હકીકત એ છે કે કયા પ્રકારનો લેન્સ ફિટ કરવામાં આવે છે, કઈ ટેક્નોલોજી યુઝ કરવામાં આવી છે, ડોક્ટર કેટલા અનુભવી છે એ બધી બાબતો પર ઑપરેશનની કોસ્ટ નક્કી ાય છે. આમ સમજી-વિચારીને પસંદગી કરવી.

ગેરમાન્યતા – ૭ : મોતિયો પાકે ત્યારે જ ઑપરેશન કરાવવું

હકીકત : આ ગેરમાન્યતા ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પહેલાં એવું હતું કે મોતિયો પાકે એટલે કે લગભગ વ્યક્તિને દેખાવાનું બંધ ાય પછી જ ઑપરેશન તું. પરંતુ આવું ાય ત્યારે જો સર્જરી કરવામાં આવે તો એનું રિઝલ્ટ એટલું સારું મળતું ની. આજે એ સમય છે કે લોકો વગર કારણે સહન કરવામાં માનતા ની અને ઍડ્વાન્સ ટેક્નોલોજીની સો એ જરૂરી પણ ની. મોતિયાની શરૂઆત ાય ત્યારે ડોક્ટરને મળીને જેમ બને એમ વહેલી સર્જરી કરાવો એ હિતાવહ છે. એનાી સર્જરીનું રિઝલ્ટ પણ ખૂબ સરસ મળશે અને લાંબા સમય સુધી દૃષ્ટિ વગર સહન કરવાની જરૂર નહીં પડે.

ગેરમાન્યતા – ૮ : મોતિયામાં સર્જરી ઈ ગઈ એટલે બસ, પછી ધ્યાન રાખવાની જરૂર ની

હકીકત : કેટલાક લોકો એવા છે જે મોતિયાના ઓપરેશન બાદ બીજા દિવસી જ નોર્મલ લાઇફ જીવવા માગતા હોય છે. પરંતુ એ શક્ય ની. ઓછામાં ઓછા ૧૦ દિવસ તમારે આંખને આરામ આપવો જરૂરી છે. ઑપરેશન પછી આંખ ચોળવી નહીં. એમાં કંઈ વાગી ન જાય એનું ધ્યાન રાખવું. કોઈ પણ સર્જરીની જેમ આમાં પણ ઇન્ફેક્શનનું રિસ્ક રહે છે. ત્રણ અઠવાડિયાં સુધી દરદીએ વાંકું વળવું નહીં અને ભારે સામાન ઊંચકવો નહીં. આ એક ખૂબ જ નાજુક સર્જરી છે, જેની અત્યંત કાળજી રાખવી જરૂરી છે.

ગેરમાન્યતા – ૯ : મોતિયો પાછો આવી શકે છે

હકીકત : મોતિયાનું એક વખત ઑપરેશન કર્યા પછી એ પાછો આવતો ની. ક્યારેક એવું બને છે કે કોઈ દરદીમાં સેક્ધડરી કેટરેક્ટ ાય, જેમાં નવા લેન્સને પકડનારી મેમ્બ્રેન ધૂંધળી ઈ જાય અને એને કારણે દૃષ્ટિ ઝાંખી ાય. પરંતુ આ પરિસ્િિત નોર્મલ લેઝર સર્જરી દ્વારા ઠીક ઈ શકે છે. આમ જે લેન્સ ધૂંધળો વાને કારણે મોતિયો આવે છે એ પ્રકારનો મોતિયો સર્જરી પછી ફરી આવતો ની.

ગેરમાન્યતા – ૧૦ : મોતિયાના ઑપરેશન પછી આંખ એકદમ સ્વસ્ રહે છે

હકીકત : આંખનો લેન્સ અને એની તકલીફો એ આંખની એક પ્રકારની તકલીફ છે, જે સોલ્વ ઈ જાય એટલે આંખ ૧૦૦ ટકા સારી જ છે એમ માની શકાય નહીં. રેટિના સંબંધિત કે ઇન્ફેક્શન સંબંધિત તકલીફો ગમે ત્યારે આંખમાં આવી શકે છે. એટલે મોતિયો ઈ ગયા પછી પણ રેગ્યુલર ચેક-અપ જરૂરી છે, જે સમયાંતરે કરાવતા રહેવું જરૂરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.