આદુ એક ફાયદા અનેક! આદુના પાણીથી થતાં ફાયદા જાણીને આજથી જ શરૂ કરશો ઉપયોગ

ઔષધીય ગુણોથી ભરપૂર આદુ માત્ર શરદી તાવ ઉધરસમાં જ નહિ, પરતું ઘણી બીમારીઓથી રાહત અપાવે છે, જેમાં એંટી-ઇન્ફ્લામેટરી, એંટી-બેકટેરીયલ ગુણ હોય છે. સાધારણ આદુ જો ચામાં થોડું પણ મેળવવામાં આવે તો ચાનો સ્વાદ બમણો કરી દે છે.

DSC 0273

ઔષધીય ગુણોથી ભરપૂર આદુ માત્ર શરદી, તાવ, ઉધરસ જ નહિ, પરંતુ ઘણી બીમારીઓથી રાહત આપે છે, જેમાં એંટી-ઇન્ફ્લામેટરી, એંટી-બેકટેરીયલ ગુણ હોય છે. સાથે જ આખો દિવસ એનર્જેટિક તથા ફ્રેશ ફિલ કરાવે છે. આ બનાવ્વુંબ ખૂબ જ સરળ છે.

DSC 0272

આ માટે એક ગ્લાસ પાણીમાં રાતભર આદુ નાંખીને રાખો તથા સવાર સવારમાં જ સેવન કરો, પરંતુ આના ફાયદાઓ ઘણા જ છે. આવો જાણીએ આદુના પાણીના અઢળક ફાયદાઓ વિષે…

  • કેંસરથી બચાવ

આદુમાં કેંસર જેવી ભયાનક બીમારીઓથી શરીરને બચાવવાના ગુણો મ્હોય છે. આદુમાં કેંસરની એંટી પ્રોપર્ટી હોય છે, જે કેંસર પેદા કરવાવાળા સેલ્સને નષ્ટ કરે છે. આનું સેવન કરવાથી તમે લંગ્સ, પ્રોટેસ્ટ, ઓવેરિયન, કોલોન, બ્રેસ્ટ, સ્કીન તથા પોન્ફ્રિએટીક કેંસરથી બચી શકો છો.

  • એસિડિટી, હાર્ટ બર્નથી અપાવશે રાહત

જો તમને જમ્યા બાદ એસિડિટી તથા હાર્ટ બર્નની સમસ્યા છે તો આદુનું પાણી લો. આ બોડીમાં જઈને એસીડની માત્રાને કંટ્રોલ કરે છે. આ માટે જમ્યા બાદ 10 મિનિટ બાદ એક કપ આદુનું પાણી લો.

  • પાચન તંત્રને રાખે સ્વસ્થ

આદુનું પાણી બોડીમાં ડાયજેસ્ટીવ જ્યુસ વધારે છે, જેથી ખાવાનું ડાયજેસ્ટ કરવામાં હેલ્પ મળે છે, જેથી તમારું પાચન તંત્ર સારી રીતે કામ કરે છે.

  • મોટાપાથી મુક્તિ

રોજ જો તમે આદુના પાણીનું સેવન કરો છો તો તમને મોટાપાથી રાહત મળી જશે. આનું સેવન કરવાથી તમારા શરીરમાં મેટાબોલીઝમની માત્રા વધે છે, જેથી પેટની ચરબીથી પણ રાહત મળે છે.

  • ડાયાબિટીસ કરે છે કંટ્રોલ

જો તમને ડાયાબિટીસની સમસ્યા છે, તો તમે આદુના પાણીનું સેવન કરી શકો છો, જેથી બોડીમાં સ્યુગર લેવલ ઘટે છે, જેથી ડાયાબિટીસની આશંકા સમાપ્ત થાય છે.

  • માથામાં દુખાવાથી રાહત

આદુનું પાણી લેવાથી તમને માથાના દુખાવાથી પણ રાહત મળે છે. આદુનું પાણી લેવાથી તમારા બ્રેન સેલ્સ રીલેક્સ થાય છે, જેથી માથાનો દુખાવો દૂર થાય છે.

  • આવી રીતે બનાવો આદુનું પાણી

સૌથી પહેલા એક કપ પાણી લઈને તેમાં એક નાનો ટુકડો આદુ નાંખીને 5 મિનિટ સુધી ઉકાળો. ત્યાર બાદ તેને થાળું કરી તેનું સેવન કરો.

  • શિયાળના કારણે આદુના ભાવમાં ઉછાળો

DSC 0281

આરોગ્ય માટે અતિ ઉપયોગી આદુના વ્યવસાય સાથે જોડાયેલા જયુબેલીબગ શાક માર્કેટમાં શાકભાજીનો થડો ધરાવતા ફારૂકભાઈએ “અબતક” ને જણાવ્યું હતું કે, શિયાળાની ઋતુમાં આદુની માંગ વધી છે અને હાલ કિલોના ભાવ રૂપિયા 80 જેવો રહ્યો છે. ઘણા રોગોમાં અતિ ઉપયોગ આવતું હોવાને કારણે આદુની ડિમાન્ડ વધી છે. પહેલા લોકો 50 કે 100 ગ્રામ જેટલું આદુ ખરીદતા.. શિયાળામાં કિલો બે કિલો એક સાથે આદુ લોકો ખરીદી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.