આપણા સમાજ પાસેથી આપણે જ કાંઈ મેળવીએ છીએ તેના સાટામાં તેને શુ આપીએ છીએ, એવો પ્રશ્ર્ન પણ જાગે જ છે !… પૃથ્વી અને સૂર્યની આખી માનવજાત ઋણી છે એ તો સનાતન સત્ય: જયારે માનવજાત કૃતદની બને છે ત્યારે કોઈને કોઈ સ્વરૂપે કોરોના જેવી કુદરતી આફત આવે છે એમ તત્વજ્ઞાનીઓ માને છે…

સિસ્ટર નિવેદિતાએ સ્વામી વિવેકાનંદના શિષ્યા તરીકે ભારતીય સમાજની જાગૃતિ અર્થે સમગ્ર જીવન સમર્પિત કર્યું, તેમણે ઉઠાવેલા મહત્વના સવાલો શ્રાવણી સોમવારના શ્રવણનો આ સારાંશ આપણા પ્રજાજનોએ ગ્રહણ કર્યો છે ખરો?

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારને ઈચ્છીત રીતે પૂણ્ય ભાવે ઉજવીને શિવ ભકતોએ અને કથા શ્રવણ પ્રેમીઓએ વિદાય આપી છે.

આ અવસરે એવો સવાલઉઠાવાયો છે કે, જે ધરતી ઉપર તમે જન્મલીધો છે. અને જે ધરતી માતાએ માનવ માત્રનું પાલનપોષણ કર્યું છે. એના પ્રત્યેનું ઋણ ફેડવા તમે કાંઈ સત્કાર્યો કર્યા છે ખરા?

જે પૃથ્વીએ કશું જ ભાડું લીધા વિના પોતાની ગોદમાં તમને હૂંફ આપી તેમજ આશ્રય આપ્યો, એના બદલામાં તમે કાંઈ શુભકાર્યો કર્યા છે ખરા?

સમાજ પાસેથી જે કાંઈ મેળવ્યું છે, તેના સાટામાં કાંઈ વળતર આપ્યું છે ખરૂ ? છેલ્લા શ્રાવણી સોમવારની ગતિવિધિઓ વખતે માનવજાતે શું શું કર્યું તેનો જવાબ આપવો ઘટે છે.

ભગવાનની કૃપામાં કૃતદની બનવું એ તો ભગવાનની કૃપાની અવજ્ઞા કરવા બરાબર ગણાય એમ કોણ નહિ કહે?

આપણા દેશના વિખ્યાત પ્રેરણાદાતા રહેલા સ્વામિ વિવેકાનંદના શિષ્યા અને મૂળ વિદેશી હોવા છતાં જેમણે ભારતનાં લોકોની જાગૃતિ માટે આખું જીવન સમર્પિત કર્યું તે સિસ્ટર નિવેદિતાના સંદેશના સારાંશ છે કે ભારતના આ સંક્રાંતિ કાળે રામકૃષ્ણનાં વચનો એકદમ મહત્વનાં ને સૂયોગ્ય લાગે છે. તેમણે કહેલું તમારા કમળને ખીલવા દો, મધમાખીઓ એની મેળે ઉડી આવશે. આખા દેશમાં કાર્યકરોના મનમાં એક નિરાશા વ્યાપી ગઈ છે. કયાંક કોઈ નવું સામયિક નીકળે છે બીજે નવા ધંધાની શરૂઆત થાય છે, કોઈ જગ્યાએ નવી શોધના કે વિકાસના ક્ષેત્રમાં માણસ પરોવાઈ ગયો છે. વળી કોઈ ઉદ્યોગને આગળ વધારે છે. ને મજૂરોના પ્રશ્ર્નો હલ કરવા મથે છષ. અને એ દરેકની સામે એવી વિમાસણો ઉભી થાય છે. કે માણસ હતાશ બની જાય, મુશ્કેલીઓ નીચે દબાઈ જાય લગભગ દરેકે દરેકને સાથ ને સહકાર વિના ઝઝુમવું પડે છે. સફળતા માટે સહુ મહેનત કરે છે પણ નથી પાસે પૂરતા સાધનો કે નથી સફળતાની કોઈ ચાવી.

ટૂંકમાં પૃથ્વી પાસેથી જેટલુ મેળવીએ તેટલું તેને પરત કરવું પડેલ, પૃથ્વીના ઘસારાને પૂરો કરવાની પ્રક્રિયાને તાત્વિકો યજ્ઞ કહે છે, તો વિજ્ઞાનીઓ તેને પર્યાવરણની સમતુલા કહે છે. પૃથ્વી પાસેથી જેટલો કસ ખેંચવામાં આવે છે તેટલો પાછો આપવા માટે જમીનને ખેડી તેમાં સૂર્યની ઊર્જા દાખલ થાય તેવી પધ્ધતિઓ અપનાવવી જોઈએ.

આપણે આ બધું શ્રાવણ મહિનાના કથા શ્રવણમાંથી શિખીએ અને જીવનમાં ઉતારીએ તોજ સાર્થક

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.