રંગીલું રાજકોટ
વિશ્વનું સાતમું સૌથી ઝડપથી વિકસતું શહેર, દેશનું નવમું સૌથી સ્વચ્છ શહેર, ઑટો મોબાઈલ પાર્ટ્સનું હબ અને મોજીલું શહેર એટલે રાજકોટ. આજી અને ન્યારી નદીના કિનારે આ શહેર વસેલું છે. એક સમયે રાજકોટ સૌરાષ્ટ્રની રાજધાની હતું. જો કે બાદમાં તે બોમ્બે સ્ટેટમાં ભળી ગયું અને 1960માં ગુજરાતમાં.
ખાણી-પીણી
રાજકોટની એટલી બધી વાનગીઓ જાણીતી છે કે તમે એક જુઓને બીજીને ભૂલો. ચીક્કી, પેંડા, આઈસક્રીમ, લીલી ચટણી, બટાટાની વેફર, ઘુઘરા, ગોલા…ખાવામાં રાજકોટ વાસીઓ અવ્વલ છે. રાજકોટમાં ખાણી-પીણીની બજારો આખો દિવસ ધમધમતી હોય છે. અને એટલે ખાવાના શોખીન લોકો માટે રાજકોટ સ્વર્ગ છે. તો ચાલો જાણીએ રાજકોટની ફેમસ ખાણી-પીણી વિષે…
રાજકોટની પ્રખ્યાત ખાણી-પીણીની દુકાનો તથા હોટલો :
- મયૂર ભજિયા
- મનહરના સમોસા-ભજિયા
- ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા
- જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા
- રામ ઔર શ્યામના ગોલા
- મીલપરા મેઈન રોડની રાજા પાણીપુરી
- ઇન્દિરા સર્કલની નૈત્રી પાણીપુરી
- સોરઠિયા વાડી સર્કલની હંગામાં કૂલ્ફી
- ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ
- કરણપરાના બ્રેડ કટકા
- એરપોર્ટ ફાટક પાસેના ઢોસા
- જોકરના ગાંઠિયા
- સુર્યકાંતના થેપલા-ચા
- જય સિયારામના પેંડા
- રસિકભાઈનો ચેવડો
- જલારામની ચિકી
- ગોરધનભાઈનો ચેવડો
- આઝાદના ગોલા
- બાલાજીની સેન્ડવીચ
- અનામના ઘુઘરા
- ઇશ્વરના ઘુઘરા
- રાજુના ભાજીપાંવ
- રાજદીપ નો સ્પેસિયલ આઈસ્ક્રીમ
- શિવનું ફાસ્ટફૂડ&આઈસ્ક્રીમ
- નેપલ્સ ના પિત્ઝા
- મગનલાલનો આઇસ્ક્રીમ
- લોર્ડ્સ હોટેલ નું લંચ અને ડિનર
- ત્રિકોનબાગ રવિરાજ ભેળ હાઉસ નો રગડો
- શ્રી ફાસ્ટફૂડ નું ચાઈનીઝ,પંજાબી
- ખોડિયાર ડેરી ની સ્વીટ્સ
- સોનાલીના ભાજીપાંવ
- સાધનાની ભેળ
- નઝમીનું સરબત
- રાજમંદિરની લસ્સી
- ભગતના પેંડા
- શ્રીરામની ચટણી
- મીલપરા ની આનંદની સોડા
- મીલપરાનું અમદાવાદી ખમણ
- રાજ ભાજીપાંવ
- સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ
- રઘુવંશીના વડાપાંવ
- વિરાની ચોકના મુંબઇ વડાપાવ વાલા
- ક્રિષ્ના ના છોલે ભટ્ટુરે
- બજરંગની સોડા
- ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા
- કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા
- જ્યુબેલી બેગ ની શક્તિ ની ખારી શીંગ
- નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા
- કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા
- સંતકબીર રોડની પારસ ભાજી પાંવ
- પેડકરોડ શ્રી રામદેવ ભેળ અને આઈસ્ક્રીમ
- નિર કૉડ્રિંક્સ ની લસ્સી અને છાસ સોડા
- કારણપરા જયશંકર ના સવારે ઈડલી સંભાર, અને સાંજે ભજીયા
- અશ્રમરોડ પર અન્નપૂર્ણા ના ઢોંસા
- પાણી ના ઘોડે સુરુભા નો રગડો
- સદગુરુ ના સેવકટક
- જીત ના પફ અને પાઈનેપલસોડા
- મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા