ઇન્કમટેક્સ રીટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ આવી ગયી,
૩૧ જુલાઈ એટલે ઇન્કમટેક્સ રીટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ છે જેને આડે માત્ર એકજ દિવસ રહ્યો છે. આ બાબતે IT ડીપાર્ટમેન્ટ દ્વારા લોકોની સુવિધા માટે e-filing પોર્ટલની પણ શરૂઆત કરી છે. જેનાથી લોકોએ કચેરીઓના ધક્કા ખાવાની લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂરત નથી રહેતી.
ITR ફાઈલની સમય મર્યાદા વધારવા માટે IT ડીપાર્ટમેન્ટને રજૂઆત કરવામાં આવી હતી , પરંતુ હજુ સુધી ડીપાર્ટમેન્ટ દ્વારા એ બાબતે અભિપ્રાય આપવામાં નથી આવ્યો. પરંતુ જે લોકો e-filing પોર્ટલની સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે એ લોકોને અસુવિધાનો સામનો કરવાનો વારો આવે છે. તેવા સમયે એક ઉપભોક્તાએ આ બાબતે ટ્વીટ કરતા તેનો રીપ્લાય આપવામાં આવ્યો હતો.
IT ડીપાર્ટમેન્ટ એ ટ્વીટનો જવાબ આપતા જણાવ્યું હતું કે પોર્ટલમાં કોઈ તાક્ક્નીકી ખામી નથી અત્યાર સુધીમાં એટલે કે ૩૦ જુલાઈ સુધીમાં ૧.૭૮ કારોડ લોકોએ સફળ રીતે લોગઈન કર્યું છે. તો આ બાબતે જો કોઈ અગવડતા વર્તાય કે ખામી આવે તો [email protected] પર અમને જાણ કરવી. તમને મદદરૂપ થવામાં અમને આનંદની અનુભૂતિ થાશે.
તમને ITR ફાઈલ કરવામાં તકલીફ થાય ત્યારે તેનો સ્ક્રીન શોટ લઈને દર્શાવેલી સાઈટ પર મોકલી દેવો જેની સાથે મોબાઈ નંબર, PAN નંબર પણ જોડવા. આ સાથે જ IT ડીપાર્ટમેન્ટની ટીમ તેનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે.