નેપાળના અપૂર્વ ટુર્સ અને ટ્રાવેલ્સના શર્મિલા કાફલે એ જણાવ્યું હતું કે નેપાળ અને ભારત ભાઈ અને બહેન જેવા છે. અને નેપાળ માં આવા માટે પાસપોર્ટ ની જરૂર નથી પડતી. માત્ર વોટર આઈડી અને વ્યક્તિના આઈડી પર નેપાળમાં આવી શકાય છે. તેથી વાર ત્યોહારમાં અને વેકેશનમાં ભારત માંથી ઘણા બધા ટુરિસ્ટ નેપાળની મુલાકાત લેતા હોય છે. અહીંયા ઘણા બધી કુદરતી જગ્યાઓ છે જ્યાં કપલ ફ્રેન્ડ્સ તથા ફેમેલી ગ્રુપ આવતા હોય છે
અમે અપૂર્વ ટુર અને ટ્રાવેલ્સ ટુરિસ્ટને નેપાળ નો પ્રવાસ શરૂ થાય ત્યારથી ઘરે પહોંચે તેના માટેની પૂરતી સગવડો આપી રહયા છીએ. TTF એક્સ્પો માં પાર્ટ લેવાનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતના લોકો ફરવાના ખુબજ શોખીન હોઈ છે અને એના માટે અલગ બજેટ પણ ફાળવતા હોઈ છે જેથી કરીને વધુ નવા વધુ લોકો ને અમારી સર્વિસ અને પેકેજીસ નો લાભ મળે તે અમારો મુખ્ય ઉદ્દેશ છે.