- નવસારી SOG પોલીસની ટીમ દ્વારા 149 છોડ કબ્જે કરાયા
- આરોપી કાંતિલાલ પાડવીની ધરપકડ, એક વોન્ટેડ જાહેર
મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડર ઉપરના અંતરિયાળ વિસ્તારમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી પેટ્રોલિંગ કરવા સુચના આપવામાં આવી હતી. આ દરમ્યાન નવસારી SOG પોલીસની ટીમ દ્વારા વાંસદા પોલીસ મથકની હદમાં અંતરયાળ વિસ્તારમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ખેતરમાં અન્ય પાકોની આડમાં વાવેલા ગાંજાના છોડો મળી આવ્યા હતા. પોલીસે 1 લાખ 30 હજાર રૂપિયાની કિંમતના 149 છોડ કબ્જે કરી આરોપી કાંતિલાલ પાડવીની ધરપકડ કરી છે. તેમજ ગાંજાના બીજ આપનાર એક અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, નવસારી એસ.ઓ.જી.પોલીસની ટીમે ખેતરમાં વાવેતરની સાથે ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને ગાંજાના વાવેલા છોડ શોધી કાઢ્યા હતા. પોલીસે નાના મોટા 149 છોડો કબજે કર્યા છે અને એક ઇસમની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડર ઉપરના અંતરિયાળ વિસ્તારમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી પેટ્રોલિંગ કરવા જરૂરી સુચના આપવામાં આવી હતી દરમ્યાન નવસારી એસ.ઓ.જી. પોલીસની ટીમે વાંસદા પોલીસ મથકની હદમાં અંતરયાળ વિસ્તારમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ખેતરમાં વાવેલા ગાંજાના છોડો મળી આવ્યા હતા. પોલીસે આરોપી કાંતિલાલ પ્રતાપભાઇ પાડવી ની ધરપકડ કરી છે.
આરોપીએ ઘરની બાજુમાં પોતાની માલિકીના જુવાર, મગફળી, ટમેટા, વેગણના ચાર ખેતરોમાં વાવેતરની સાથે સાથે વનસ્પતિજન્ય ગાંજાના છોડ ગેરકાયદેસર રીતે ઉગાડયા હતા. પોલીસે 1,30,200 રૂપિયાની કિંમતના 13,020 કી.ગ્રા. 149 નાના મોટા છોડ કબજે કર્યા હતા આરોપી સામે વાંસદા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ ગાંજાના બીજ આપનાર એક અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ: રામ સોનગઢવાલા