વડાપ્રધાન મોદીએ દેશને સંબોધતા લોકો ને સંકલ્પ મજબૂત કરવા આહ્વાન કર્યું હતું ૨૧ મી સદી હિન્દુસ્તાનની છે તે બાબતે કોરોના સંકટમાં દુનિયા ની સ્થિતિ પ્રમાણે સ્પષ્ટ કરી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા અને દેશને આગળ વધારવા ઉદાહરણ આપતા કોરોના સંકટ શરૂ થતાં પી પી ઈ કીટ ભારત માં ના બનતા હવે ભારત ૨ લાખ કીટ અને માસ્ક બનાવે છે. તે ઉદાહરણ આપ્યું હતું સાથે સાથે આપદા માંથી અવસર નું નિર્માણ ની પરિસ્થિતિ માં દેશ ને આશા નું કિરણ દેખાય આત્મનિર્ભર થવા નું ઉમદા ઉદાહરણ આપ્યું હતું.

Screenshot 2 3ભારતએ કુપોષણ અભિયાન ,ટીબી અભિયાન,યોગા દિવસ વિશ્વ માટે ઉપહર છે.આ કદમો એ દુનિયા ભરમાં ભારત ને આગવું સ્થાન અપાવ્યું છે.ભારત ની દવાઓ દુનિયા સુધી પહોચાડીને વિશ્વ કલ્યાણ નું ઉતર દાયત્વ નિભાવ્યું છે.

કચ્છ ભુકંપ ને ખાસ યાદ કરતા કચ્છ માં હાલત કઈ રીતે બદલ્યા કચ્છના વિકાસ ને કચ્છ ની જેમ બેઠું થવા સંકલ્પ કરવા જણાવ્યું હતું.આત્મનિર્ભર ભારત ના પાંચ આધાર સ્તંભ સમજાવ્યા હતાં.
1.અરથવ્યવસ્થા,
2.ઇન્ફ્રા,
3.માર્કેટ,
4.સપ્લાય,
5.ડિમાન્ડ
નાતાલમેલ સાથે દેશ ના મજૂરો ની રોજગારી માટે અને દેશ ની ઉન્નતિ માટે એક આર્થિક પેકેજ જાહેર કર્યું છે.આજે ૨૦ લાખ કરોડ ના પેકેજ ની ઘોષણા કરી છે.જે દેશ ને મજબૂત કરવા ૨૦૨૦ માં દેશ ના આત્મનિર્ભર અભિયાન ને ગતી આપશે.તથા આ પેકેજ માં જમીન,મજૂર, લઘુ કુટીર ઉદ્યોગ માટે વિશેષ છે.

કાલથી અમુક દિવસો સુધી વિતમંત્રલય દ્વારા આ પેકેજ ની સમજણ આપવા માં આવશે.સાથે સાથે લોકડાઉન ૪ ની ગાઈડ લાઈન દરેક રાજ્ય દ્વારા ૧૮ મે પહેલા જાહેર કરવા માં આવશે.

લોકડાઉન પાર્ટ 04 નવા નિયમો સાથે રહેશે,લોકડાઉન 04 ના નવા નિયમોની જાણકારી 18 મેં પહેલા આપી દેવામા આવશે,18 મે થી લોકડાઉન પાર્ટ 4 નવા નિયમો સાથે શરૂ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.