વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં અનેક મુદ્દા ઉપર ફરી એકવાર વિસ્તારપૂર્વક વાત કરી હતી. મોદીએ સ્વચ્છતા, ખાદી સહિતના મુદ્દા ઉપર વાત કરી હતી. ઓક્ટોબર મહિનાના મહત્વની પણ વાત કરી હતી. મન કી બાત કાર્યક્રમને ત્રણ વર્ષનો ગાળો પૂર્ણ થઇ ગયો છે. ૩૬માં એપિસોડમાં મન કી બાતમાં મોદીએ જુદા જુદા વિષયો ઉપર પોતાના અભિપ્રાય આપ્યા હતા. મોદીના કહેવા મુજબ મન કી બાતના પરિણામ સ્વરુપે સરકાર વધારે સંવેદનશીલ બની ગઈ છે. સમગ્ર દેશના લોકો સાથે જોડાઈ જવાની તેમને અસામાન્ય તક મળી છે. મોદીએ કહ્યું હતું કે, આ એક એવા મંચ તરીકે છે જ્યાંથી લોકોના અભિપ્રાય, તેમના મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. દેશના લોકો રચનાત્મકરીતે અભિપ્રાય આપી રહ્યા છે. ભારતીયોની તાકાતને દર્શાવવા માટે પણ આ એક મંચ તરીકે છે. મોદીએ ઉમેર્યું હતું કે, સ્વચ્છતા હી સેવા મુવમેન્ટને જે રીતે ટેકો મળી રહ્યો છે તે અભૂતપૂર્વ બાબત છે. સ્વચ્છ ભારતમાં લોકો પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે. મોદીએ ઉમેર્યું હતું કે, સ્વચ્છતાના અભિયાનમાં મિડિયાની ભૂમિકા પણ વધી રહી છે. સરદાર પટેલે સમગ્ર દેશને એક સાથે જોડવાનું કામ કર્યું હતું. અમે તેમના દાખલા ઉપર આગળ વધી રહ્યા છીએ અને એકતાના મંત્ર સાથે વધી રહ્યા છે. એકતા ભારતની શક્તિ દર્શાવે છે. દરેક વ્યક્તિ દેશના વિકાસમાં યોગદાન આપવા માટે ઇચ્છુક છે. નવરાત્રિ તહેવાર અને દિવાળી ૨૦૧૭ વર્લ્ડકપ વચ્ચે યુવા પેઢીને ખુબ સારી તક રહેલી છે. મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે, દેશના વિકાસ અને સમાજના વિકાસમાં ભૂમિકા ભજવવા માટે લોકો તૈયાર છે. પોતાના સંબોધનમાં મહાત્મા ગાંધી, પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી, જય પ્રકાશ નાયારણ, દિનદયાળ ઉપાધ્યાય, નાનાજી દેશમુખ જેવા મહાપુરુષોના સમાજ નિર્માણમાં યોગદાનની પ્રશંસા કરી હતી. મોદીએ શહીદોના પત્નિની પ્રશંસા કરતા કહ્યું હતું કે, સેનામાં સામેલ થયેલા લેફ્ટીનન્ટ સ્વાતિ અને નિધીની કુશળતા તમામ લોકો સામે આવી ગઈ છે. વડાપ્રધાને ૩૧મી ઓક્ટોબરના દિવસે રન ફોર યુનિટિ કાર્યક્રમથી વધુને વધુ લોકોને જોડવા માટે કહ્યું હતું. દેશવાસીઓને ફુટબોલ સાથે જોડાવવાની પણ અપીલ કરી હતી. દેશવાસીઓને નવરાત્રિની શુભેચ્છા પણ પાઠવી હતી. મોદીએ ખાદી જ્યંતિના અવસરે ખાદીના મહત્વની પણ વાત કરી હતી. શ્રીનગરમાં રહેતા બિલાલદારના ડાલ સરોવરની સફાઈમાં યોગદાનની પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, બિલાલે દાલ સરોવરમાંથી એકલા ૧૨૦૦૦ કિલો કચરાની સફાઈ કરી છે. શ્રીનગર નગરનિગમ દ્વારા બિલાલને સફાઈના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાને લઇને પ્રસંશા કરી હતી. આકાશવાણી પરથી પ્રસારિત થતાં પોતાના કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, સ્વચ્છતા અભિયાન આંદોલન તરીકે લોકો લઇ રહ્યા છે. સંકલ્પ સાથે લોકો આગળ વધી રહ્યા છે. સ્વચ્છતા હી સેવાના પખવાડિયા સાથે પ્રથમ ચાર દિવસમાં ૭૫ લાખ લોકો જોડાઇ ચુક્યા છે. સ્વચ્છતા અભિયાનમાં દરેક વ્યક્તિ યોગદાન આપવા ઇચ્છુક છે. ફિલ્મ કલાકારો, સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ સાથે જોડાયેલા લોકો આગળ આવી રહ્યા છે. જાહેર સ્થળો ઉપર પણ દબાણ આવ્યું છે. ગાંધી જ્યંતિથી પહેલા ૧૫ દિવસ પહેલા દેશમાં સ્વચ્છતા અભિયાન સાથે લોકો વધુ જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને કહ્યું હુતં કે, ખાદી પ્રત્યે લોકોનો રસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ખાદીનો વધુ ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યા બાદ લોકો આને અપનાવી ચુક્યા છે. ખાદીના વેચાણમાં વધારો થઇ રહ્યો છે. ગરીબોના ઘરમાં રોજગારી પણ પહોંચી છે. બીજી ઓક્ટોબરથી ખાદીમાં છુટછાટ આપવામાં આવે છે.
Trending
- અમદાવાદ : અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કરી ખંડિત , લોકોના ટોળેટોળા ઉમટ્યા
- નવેમ્બર માસમાં 6,000 ભારતીયો સરહદ પાર કરતા ઝડપાયા
- પાંજરાપોળની 100 વીઘા જમીન પર પગદંડો જમાવનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ
- ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં: હોસ્પિટલો માટે નવી SOP જાહેર
- ધ્રોલ નજીક સોલાર પ્લાન્ટમાં હાથ ફેરો કરનાર ગેંગ ઝબ્બે
- ભુજ: ખત્રી તળાવના સાનિઘ્યમાં શિવ-મહાપુરાણમાં શિવધારાનો લ્હાવો લેતા ભાવિકો
- રાજકોટની પ્રભુકૃપા હોસ્પિટલમાં હવે રોબોટિક જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ
- 1 જાન્યુઆરીથી Whatsappઆ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કામ કરવાનું કરશે બંધ…