ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ 18 માર્ચ 2020ના રોજ રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં મળી આવ્યો હતો
કોરાનાની વૈશ્વિક મહામારી સામે સમગ્ર વિશ્વ લડત કરી રહયું છે. ગુજરાતમાં કોરાના સામે ભારત સરકારની માર્ગદર્શિકા અને રાજય સરકાર દ્વારા કોરાનાની સારવાર અને સંક્રમણને કાબુમાં લેવા લોક જાગૃતિ વચ્ચે લેવાયેલા પગલાંને લીધે અન્ય રાજયના પ્રમાણમાં ગુજરાતમાં કોરાનાના સંક્રમણને આપણે નિયંત્રીત કરી શક્યા છીએ.
ગુજરાતમાં સૌથી પહેલા કોરાના વાયરસરાજકોટના જંગલેશ્વર વિસ્તારના નદિમ સેવાંગીયા નામના યુવાનમાં જોવા મળ્યા હતા. તે રીતે જોઈએ તો રાજકોટમાં ગુજરાતનો સૌથી પહેલો કોરોનાનો કેસ નોંધાયો હતો. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા યુવાન નદિમ સેવાંગીયા વિદેશ પ્રવાસ દરમ્યાન સંક્રમીત થતાં સૌ પ્રથમ તેમને તા.18 માર્ચના રોજ રાજકોટની પંડિત દીનદયાળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ અને તેનો કોરાના પોઝીટીવ રીપોર્ટ તા.19 માર્ચના રોજ આવ્યો હતો.કોરોના પોઝીટીવ આવ્યા બાદ તબિબોની લાગણીસભર સારવારના પરિણામે તેઓએ કોરાનાને મ્હાત આપી હતી.
આ વાતને આજે એક વર્ષ પૂર્ણ થઈ રહયુંછે, તેમ છતાં સમગ્ર વિશ્વની સાથે આપણા સૌનો આજે પણ કોરાના સામેનો જંગ ચાલુ છે,તેવા સમયે આપણા સૌ માટે કોરોનાના આ પ્રથમ દર્દીની કોરોના સંક્રમીત થયા ત્યારથી કોરોના મૂક્ત બની પરિવારજનો પાસે પહોંચ્યા ત્યાં સુધીની વિકટ દાસ્તાન જાણવી જરૂરી છે. રાજકોટના આ યુવાને તેમના કોરોના સંક્રમિત કાળ દરમિયાન સરકાર અને તબીબોએ આપેલા સધિયારાને બિરદાવી માહિતીખાતાની ટીમને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે “કોરાની હજુ શરુઆત હતી અને મને સંક્રમણ લાગતા હું ડરીગયો હતો.
પરંતુ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખુદ વીડીયો કોલીંગથી ઓન લાઇન મારી સાથે વાત કરી “કોઈ તકલીફ તો નથીને ? આરામ કરજો….” તેમ કહી મને સધિયારો આપ્યો.સાથે સાથે રાજકોટ મહાનગરપાલીકા અને સિવિલના તબીબીઓએ પણ મારૂં મનોબળ મજબુત કર્યુ તેથી હિંમત આવી હતી.”